________________
૩૮૦
માન્યતા–મેં તે સંયમ લેવાને દઢ નિર્ણય કર્યો છે. આ સાંભળીને સૌ ચક્તિ થઈ ગયા. અનાથી ચાલી નીકળ્યા અને એને જયારે શ્રેણિકે પ્રશ્ન કર્યો ત્યારે એણે કહ્યું કે હે શ્રેણિક, તું પણ અનાથ છે. આ સાંભળી શ્રેણિક કહે. મારી પાસે આટલે વૈભવ, હું એક લાખ ને ૭૧ હજાર ગામને ધણું ને તમે મને અનાથ કહે છે? અસત્ય તે નથી વદતાને? એના જવાબમાં અનાથીએ અનાથતાનું ભાન કરાવ્યું કે બહારને વૈભવ ગમે તેટલા હેય છતાં જીવ અનાથ છે. અનાથતાને પરમાર્થ સમજાવી દીધો. તે શ્રેણિક અનાથીના ચરણમાં ગુકી પડે. સીકંદર પાસે પણ અબજોની મિલકત હતી છતાં એને કઈ બચાવી શકયું નહિ. કર્મ આવશે ત્યારે કઈ ભાગ પડાવશે નહિ. માટે કર્મ બાંધતાં વિચાર કરે, અસત્ય, અનીતિ, અપ્રમાણિકતા વગેરે કુકર્મ કરીને તીજોરી ભરશે પણ એ સાથે નહિ આવે. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તે સત્યને સહારે . સત્ય વ્રત આદરે. નિષધકુમાર બીજું વ્રત સમજી રહ્યા છે. તેનાં પાંચ અતિચાર “નાથવા ન માયરિયસ્થા” જાણવા જેવા છે; આચરવા નહિ. તે પાંચ અતિચાર કર્યા છે તેને અધિકાર અવસર.
વ્યાખ્યાન...૬૪
ભાદરવા વદ ૧૩ને શુક્રવાર તા. ૧૦-૯-૭૧
અનંત કરુણાના સાગર એવા ભગવાન મહાવીર દેવનું શાસન વિદ્યમાન થઈ રહ્યું છે. તેમણે ભવ્ય માનવના હિતને અર્થે, શ્રેયને અર્થે, કલ્યાણને અર્થે આ વાણીની પરુપણ કરી.
હે ભવ્ય માનવ, જે તારે દુઃખથી મુક્ત થવું હોય, જન્મ-જરા-મરણના ફેરાથી છુટવું હેય, શાશ્વત સુખને વરવું હોય તે વિતરાગ વાણીને હૃદયમાં ઉતારવાની જરૂર છે. જીવ જ્યાં સુધી વીતરાગ વાણીને હૃદયમાં અવધારતો નથી, નિજ ગુણનું લક્ષ કરતે નથી, સ્વસ્વરૂપમાં ઠર નથી. ત્યાં સુધી એ શાશ્વત સુખ મેળવી શકતું નથી.
અહીં નિષધકુમારને અધિકાર ચાલી રહ્યો છે. શ્રી નેમિનાથ ભગવાનની વાણી નિષકુમારે સાંભળી. મહાન પુણ્યના ઉદય હોય ત્યારે વીતરાગની વાણી સાંભળવા મળે છે. ધન્ય હશે એ પવિત્ર ભૂમિ કે જે તીર્થંકરના પવિત્ર ચરણથી પાવન બની હશે ! ધન્ય હશે એ માનને કે જેણે વીતરાગની વાણી સાંભળી પિતાના હૃદયને હરિયાળાં બનાવ્યાં હશે ! વાણી સાંભળીને જ બેસી રહે તે કંઈ કલ્યાણ ન થાય. નિષકુમારે વાણી સાંભળી હદયમાં અવધારી અને એ રીતે દેશવિરતી જીવન જીવવા તૈયાર થઈ ગયા છે.