________________
૩. ભરવાના છે. નહીં ભરે તે નકરી નહીં મળે. મા આપવાની ચકખી ના પાડે છે. તે કહે છે “દિકરા, મારા કઠામાં આળોટે છે અને મારું દૂધ લજવે છે? પારકા પૈસા પર આપણે કઈ અધિકાર નથી. તેમાંથી એક પાઈ પણું તને નહીં મળે. આ સાંભળીને પુત્ર કહે છે કે મને ન દે તે કાંઈ નહીં, પણ આ મોટાભાઈને પુત્ર કેટલે બિમાર છે તેની યેગ્ય ટ્રીટમેન્ટ નહીં થાય તે તે બચશે નહીં. થડા રૂપિયા આપ તે ડોકટરને લઈ આવું. તું નહીં આપે તો હું તેમાંથી લઈ લઉં છું. પુત્ર પાકીટને અડકવા જાય છે એટલે મા તેને તમારો મારે છે. અને કહે છે, ખબરદાર, હાથ અડાડે છે તે. આ વાત કાનેકાન સાંભળતાં શેઠનું હૈયું પીગળવા માંડયું અને હુસેન પાસે જઈ તેને કહે છે, તું જલ્દી જા અને આપણા ફેમિલી ડોકટરને લઈ આવ. હુસેન ડોકટરને લઈને આવે છે. અંદર જાય છે. શેઠ ડોકટરને કહે છે. અહીં એક વિધવાને પૌત્ર બિમાર છે, તેને તપાસવાને છે. ડોકટર અંદર જાય છે. બાઈ ડોકટરને જોઈ પૂછે છે, તમે ક્યાંથી આવ્યા? ડોકટર કહે છે, હું તમારા બિમાર પૌત્રને તપાસવા આવ્યો છું. ડેકટરની વાત સાંભળી બાઈ કહે છે “આપ મકાન ભૂલી ગયા લાગે છે. મારો પૌત્ર બિમાર છે. પણ મેં આપને બોલાવ્યા નથી. કારણ, મારી પાસે આપની વિઝિટ ફીના પૈસા નથી.” શેઠ અંદર આવે છે. અને કહે છે બહેન, ડોકટરને મેં બેલાવ્યા છે. આપને પૈસા આપવાના નથી. મેં બહાર ઉભા રહી તમારે મા-દિકરાને સંવાદ સાંભળે છે. તમને જે પાકીટ મળ્યું છે તે મારૂં છે. આવી ગરીબાઈમાં પણ તમે આટલી પ્રમાણિકતા અને નીતિ જાળવી શકે છે, તે જાણે મને ઘણે આનંદ થયે છે. આજથી તમે મારી બહેન છે. હું ૨૨૦૦ રૂ. તમને વીરપસલીને આપું છું. તમારા ઘરમાં સત્યને વાસ છે. આ જ સાચું માનવતાનું મંદિર છે. બાઈ શેઠને પાકીટ પાછું આપે છે અને કહે છે, “શ્રમ વિનાનું નાણું મને ન જોઈએ. ભાઈ, જ્યારે બહુ જરૂર પડશે ત્યારે તમને જરૂર યાદ કરીશ. પણ અત્યારે આ પૈસા તમે લઈ જાઓ. શેઠ ઘણું સમજાવે છે. આવી ગરીબીમાં આ રૂપિયા તમને ઉપયોગી થશે. પણ બાઈ માનતી નથી. ડોકટરની ફી શેઠ ભરી દે છે અને દરરોજ આ બાળકની તબિયત તમે જોઈ જજે એવી ભલામણ કરે છે. બહાર આવી હુસેનને કહે છે. હુસેન, આ લે ૫૧ રૂ. તને આપું છું. તારા પુત્રની દવા કરાવજે. અને આ ડોકટર સાહેબને મોટરમાં તારા ઘરે લઈ જા. હું ટેકસીમાં ચાલ્યા જઈશ. જ્યાં સુધી તારો પુત્ર સાજે ન થાય ત્યાં સુધી તને રજા છે. પૈસાની જરૂર પડે તે મારી પાસેથી વિના સંકેચે લઈ જે. હુસેનને થાય છે કે આ શેઠમાં એકાએક પરિવર્તન કેમ આવ્યું? પણ કાંઈ સમજાતું નથી. શેઠમાં માનવતા જાગી ઉઠી છે. શેઠ ત્યાંથી સીધા બેન્કમાં ગયા. અને પેલી વિધવા બાઈના પુત્રના નામે ૨૫૦ રૂા. ડીપોઝીટ ભરી આવ્યાં.