________________
પથર, ગાર ને ઝાડવા પૂજ્યા, પૂજ્યા પીપળ પાન, પૂજ્યા ઉંદરડા ને ગાવડી પુજી, શ્વાનને નિયું ધાન,
હરીજન તર જાણ, પાયું નહિ પાવ પાણી. ગારાની ગોરને અને પથ્થરના દેવને જીવ પૂજે છે. અને જીવતા જાગતાં માનવનાં દુઃખ દૂર કરવાની ભાવના જાગતી નથી. માનવને તિરસ્કાર કરે છે. શ્રાવકનું હૈયું આવું ન હોય તેના હૃદયમાં દુખી છ પ્રત્યે કરૂણાભાવ હેય..
પાનાચંદ શેઠ ઘેર આવી પુત્રવધૂને બોલાવે છે અને કહે છે “આજથી આ ચાવીને ગુડા તને સેંપું છું. જે સખાવત કરવી હોય તે કરવાની તમને છૂટ છે. આ લક્ષ્મી તમારી જ છે અને કામવાળીને પ૦ રૂા. આપી દેજે.” સુધાને થયું, મારા સસરાના દિલનું બરાબર પરિવર્તન થઈ ગયું છે. પણ પરિવર્તન થવાનું કારણ સમજાણું નહિ. પિતાને મળેલી લક્ષમીને સદ્વ્યય કર કે દુવ્યય કરે તે પિતાના હાથની વાત છે.. ગરીબ બાઇમાં પણ કેટલી નીતિ, ટેકીલાપણું અને સત્ય પર વિશ્વાસ હતું!
સાચ બરાબર તપ નહિ જુઠ બરાબર પાપ,
જા કે હિરદે સાંચ હે, તાકે હિરદે ગુરૂ આપ.” સત્ય એ જ તપ છે. એ જ ધર્મ છે. સત્ય જેના જીવનમાં સોપાંગ વણાય છે, તેનું અવશ્ય કલ્યાણ થાય છે.
વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા વદ ૧૧ ને બુધવાર તા. ૧૫-૯-૭૧
નિષકુમાર, ભગવાનનું પ્રવચન સાંભળે છે. અને હૃદયના ભાવે પલ્ટાઈ જાય છે. ગમે તેવું સુખ હોય પણ વિજળીના ઝબકારાં જેવું છે. આ જીવન પણ ચાલ્યું જાય છે. કોઈની સાથે કાંઈ આવતું નથી. પોતે હેવા છતાં બધું ચાલ્યું જાય છે. અથવા પિતાને ચાલ્યા જવું પડે છે. ભેગમાં સુખ માનવું તે સાચું સુખ નથી. બહારના પદાર્થોમાં સાચું સુખ જ નથી. જે શાશ્વત સુખને સમજે છે તે બહારના સુખને છોડી દે છે.
દુઃખના દરિયામાં ડુબવા રે લાગે, ડુબતાને સંતે આવીને ઉગાયે, હત સ્વરૂપથી અજાણ, એની કરાવી પીછાણ, ભવથી મુક્તિ રે મળે, ચેતન ચાલે રે હવે સુખ નહીં પરમાં મળે.