________________
૩૭
સંસારરૂપી સમુદ્રમાં જીવ અનાદિકાળથી દુઃખી થતું આવ્યું છેદરિયે ખારે એમ સંસાર ખારે છે. દરિયાના પાણીમાંથી કદી મીઠું પાણી મળે છે? એમ સંસારમાં સુખ છે જ નહીં, છતાં તેને છોડવાનું મન કેમ થતું નથી ?
એકેન્દ્રિયમાં જીવે અનંતા દુઃખ વેઠયાં. નિગોદમાં રહેવા માટે શરીર પણ સ્વતંત્ર ન મળ્યું. એકેન્દ્રિયમાંથી ત્રસકાયમાં આવ્યું. બેઈન્દ્રિયમાંથી તેઈન્દ્રિયમાં આવ્યું. પછી પુન્યાઇ વધવાથી ચૌરેન્દ્રિયમાં આવ્યો અને વધારે પુણ્યાઇથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવ્યું. ત્યાં પ્રથમ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે. ધર્મમય જીવન ગાળવું, ધર્મ માટે જીવન છાવર કરી નાખવું. આ માનવ કરી શકે છે. દુઃખના દરિયા વટાવતા વટાવતા ઉત્તમ કુળ મળ્યું. પારસમણિ જે મનુષ્યને ભવ મળે. ગુરૂને જેગ મળે. આ અવસર તમને ધર્મ કરવા માટે કયારે મળવાનું છે? મનુષ્યભવ અને આવી બધી જોગવાઈ કરીને મળવી મુશ્કેલ છે. એ મનુષ્યભવમાં શું કરવાનું છે અને શું કરી રહ્યા છીએ? હૈયામાં ભૌતિકની જ વાસના ભરી પડી છે. એટલે એને જ માટે ફાંફાં મારે છે. ભગવાનની ભક્તિ-સ્તુતિ કરીને પણ એને એ જ જોઈએ છે.
દેવાધિદેવ તમે મિક્ષ કેર દાની, અમે માંગનારા કરીએ નાદાની, પારસની પાસે અમે પથરાએ માંગીએ, તમે જેને ત્યાગ કર્યો. એ જ અમે માંગીએ.
પ્રભુની ભક્તિ કરતાં તે જન્મમરણના ફેરા ટળી જાય. એના બદલે પ્રભુ પાસે પણ સંસાર વૃદ્ધિ જ માંગે છે. જરા વિચારે તો ખરા કે સંસાર કેટલે સ્વાર્થમય છે. માલિક પિતાના ઢોરની પાસેથી કામ લેવા એને ઘી પીવડાવે, સારે ચારે નીરે અને જ્યારે એ ઢોર નિબળ બની જાય ત્યારે એને કસાઈખાને મોકલી દે છે, કે સ્વાથી માલીક ? એ જ આખો સંસાર સ્વાથી છે ! તમે પુત્રને મોટો કર્યો અને ભણાવ્ય-ગણાવ્યું અને પરણાવ્યું. પછી આ છોકરે બેટો થતાં તમારી ઉપર ચડી બેસે છે ને? જે પપ્પા કહેતે હતે તે તમારી પાસે પૈસા માંગે છે અને તમને દબાવે છે ને? મતલબ છે ત્યાં સુધી ઠીક, નહીંતર ખુન પણ કરી નાંખે છે. એક ભાઈની પાછળ પઠાણ ડાંગ લઈને ફરે છે. પેલે ભાઈ ગમે ત્યાં જાય તે તેની પાછળ ધ્યાન રાખે છે. જીવનની સલામતી માટે રોકીદાર રાખે છે. એને પુત્ર પૈસા માંગે છે. અને કેસ કરે છે. મારવાની ધમકી આપી છે. એટલે ચેકીદાર રાખ્યો છે. પિસે અનર્થનું કારણ છે. રાજા જમવા બેસે તે પહેલું કુતરાને નાંખે. તેને ખાતરી થાય કે આમાં કાંઈ નથી પછી જ ખાય. પ્રાઈમ મીનીસ્ટર ફરતાં બંદુકધારીઓ ફરે છે. કારણ કે, અર્થ અનર્થનું કારણ છે. અને તેમાં લેશમાત્ર પણ સુખ નથી. છતાં જીવો સંસારમાં કેટલાં રચ્યાપચ્યા રહે છે! સંસાર છોડવા જેવો છે. એટલું હેચે બેઠું છે? અત્યારે સંયમ લઈ શકે એવી દેહની સ્થિતિ ન હોય તે એવી