________________
કુક
સાંભળી શેઠને તે પરસેવે વળી જાય છે. હાય, મારા ર૫લાખ રૂપિયાનું શું થશે? પેઢીને માલીક વિચારે છે કે, મારી પેઢીમાં ૨૫ લાખ ધીરનાર શેઠને મારે છેદ ન દેવાય તે મારા ઉપકારી છે. બીજાને ભલે ઓછા અપાય, પણ તેમને તે પુરા પૈસા આપી દેવા જોઈએ. બીજા બધાને ૪ આની, ૬ આની સગવડતા પ્રમાણે આપીશ. આમ વિચારી રાત્રીએ એક ડબ્બામાં ૨૫ લાખ રૂપિયા લઈને શેઠને ત્યાં જાય છે. રાત્રે શેઠને ત્યાં સુવે છે. શેઠ વિચાર કરે છે. આજે સવારે બધી વાત કરીશ. સવારે ઉઠીને જીવે છે તે પેલે પેઢીને માલિક ચાલ્ય ગયે છે. શેઠના હૈયામાં ફાળ પડી. અરેરે, હવે મારા પૈસા નહીં આવે. રાત્રે વાત કરી હેત તે રૂપિયાની જોગવાઈ થઈ જાત. શેઠ ખુબ વલેપાત કરે છે. પથારી ઉપાડી તે ગાદલા નીચેથી ડાબલે નીકળ્યો તેમાં પત્ર હતું અને ૨૫ લાખ રૂપિયા હતાં. શેઠ ખૂબ રાજી થયાં. હાશ! મારા રૂપિયા મળી ગયાં. રૂપિયા મળે તે સુખ અને જાય તે દુઃખ. શેઠને પૈસા તે કયારના મળી ગયાં હતા પણ જાયું નહતું તેથી મનને શાંતિ મળતી નહતી. જ્ઞાન એ દુખનું કારણ નથી પણ રાગદ્વેષના જે ભાવે થાય છે તે દુઃખનું કારણ છે. મન પર અસર થાય ત્યારે દુઃખ થાય છે. દીકરે બહારગામ હેય અને અચાનક હાર્ટ ફેઈલથી દસ વાગે ગુજરી ગયે, છોકરે ગુજરી ગયે તે ટાઈમે દેશમાં મા-બાપ બાસુદી–પુરી ખાય છે. પણ તાર આવ્યો કે હૃદયરોગના હુમલાથી ભાઈને સ્વર્ગવાસ થયેલ છે. આ સાંભળી કે આઘાત લાગે છે! જ્યારે મરી ગયે ત્યારે જમણ ચાલતું હતું પણ દુઃખ ન હતું. જ્યાં રાગ છે ત્યાં દુખ છે. રાગ કાઢી નાખે તે દુખ ન રહે, મન:પર્યવ જ્ઞાની, અવધિ-જ્ઞાની કે કેવળજ્ઞાની પિતાના જ્ઞાનમાં આવા તે કેટલાયે સિા જોતા હેય પણ તેમને દુઃખ થતું નથી. કારણ કે તેમને રાગ નથી. રાગે જીવને ખુબ ખુવાર કરી નાંખે છે. રાગને કારણે જીવ જુઠું બેલે, કંઈકના ગળા પર છરી ફેરવે. સત્ય મારો ધર્મ છે એ પણ ભૂલી જાય.
છે સત્ય એ સૌ વ્રતનું જ મૂળ, જ્યાં સત્ય ત્યાં જ્ઞાન સુશાંતિ મૂળ, તે સત્યમાં હું મન, દેહ, વાણી, જેડીશ એ નિશ્ચય આજ મારે.”
સત્ય એ સર્વવ્રતનું મૂળ છે. સત્યનું જ્ઞાન હોવું જોઈએ. અને એનું આચરણ પણ હોવું જોઈએ. દંભ કરે નથી, આડંબર કરે નથી એ નિર્ણય કરે. પુરુષો ગમે તેવાં દુખ આવે તે અસત્યને આશરો લેતા નથી. સત્યનું મહાભ્ય હૃદયમાં બરાબર વસ્યું છે. ભલે ભીખ માંગવી પડે તે માગે, પણ હું જરા પણ બોલતા નથી. જેના નામ પર કુલ મુકાતાં હોય, જેના ફોટા અપાસરામાં મુકાતાં હોય, જેને બાળવા માટે હજારો માણસે ભેગા થયા હોય, પણ અસત્ય, અન્યાય, અનીતિ, અપ્રમાણિક્તા કરી હોય તે મરીને તિર્યંચ ગતિમાં જાય, ત્યાં મારમાંથી કોણ છોડાવા જાય છે?