________________
ભટકે દ્વાર દ્વારા લેકન કે, કુકર આશા ધારી, આતમ અનુભવ રસ કે રસીયા ઉતરે ન કબહુ ખુમારી,
જ્ઞાન સુધારસ પીજે, આશા ઔરન કી કયા કીજે !” જેને આત્માના અનુભવને રસાસ્વાદ ચાખે છે એને પૈસાનું મહાભ્ય નથી આવતું. કરોડપતિનું કે ઈન્દ્રનું મહાભ્ય નથી આવતું, અને તે તિર્થંકર દેવનું મહાઓ આવે છે. જેણે ધર્મનું આરાધન કર્યું એનું મહાસ્ય લાવે. તમે મોટરમાં બેઠા છે અને સાધુ મળે તે ઉતરીને પગે લાગે છે ? અરે ઘણા તે બોલે કે બિચારા સાધુ કેવા બળબળતા બપોરે ચાલીને જાય છે! બિચારો કેણ છે? મોટરમાં બેઠેલે બિચારે છે. આ સાધુએ તે દેહાભ્યાસ છોડે છે, મેહ રાજાને નમતું નથી, પૈસાને સલામ ભરતો નથી. સાધુ તે ઈન્દ્રને પણ ઈન્દ્ર છે. ચક્રવતીને પણ ચકવતી છે. ઈન્દ્ર પાસે ઈન્દ્રિયના સુખ છે. જ્યારે સાધુ પાસે અતીન્દ્રિય સુખ છે. તે માયકાંગલ ન હોય. તેની પાસે તે ધર્મ પામ્યાનું ખમીર છે. નિષકુમાર ધર્મમાં આગળ વધવા માટે વ્રત આદરી રહ્યા છે. વિશેષ અધિકાર અવસર. .
વ્યાખ્યાન નં ૬૧
ભાદરવા વદ ૧૦ મંગળવાર તા. ૧૪-૯-૭૧
હવે બીજા સત્ય વ્રત વિષે ભગવાન સમજાવે છે. અસત્ય-જુઠું બેલવું એ પાપ છે. અસત્ય બોલનારની દુનિયામાં પ્રતીતિ રહેતી નથી. જુદ્દો જલદી પકડાય છે. નભતું નથી. ભગવાને કહ્યું છે. “દવં રજુ વહુ મજાવં” સત્ય તે જ ભગવાન છે. સાચું બેલે એમાં કોઈ વિશ્ન આવે, કટોકટી આવે, માથું પણ ઉડી જાય, પણ જે સત્યને આશરે લે છે એ તરી જાય છે. અંતે સત્યને વિજય થાય છે. અન્ય ધર્મમાં “સત્યનારાયણ” સત્યને નારાયણની ઉપમા આપી છે. જે માણસ સત્યની સાધના કરે છે તેનામાં ધર્મ ટકે છે. અસત્ય બોલનારમાં ધર્મ કદી ટકતું નથી. જીવનગાડીની ગતિ બદલવાની કાંઈ જરૂર નથી, જરૂરત છે માત્ર તેના પાટા બદલવાની. ખેટા પાટા પરથી સાચા પાટા પર લાવી છે એટલે કામ પત્યું. તમે કઈ માણસને બીજા શેઠ પાસે ઉઘરાણીએ મોકલે છે તે યથાર્થ નામ આપે છે ને? બીજાનું નામ આપો તો રૂપિયા મળે નહીં. ટેકસીમાં બેઠા,
સીવાળે છે, કયાં જવું છે ? કયાં ઉતારૂં? તે સાચું ઠેકાણું ન આપે તે કયાં ઉતારે