________________
વ્યાખ્યાન નં. ૪૦. ભાદરવા સુદ ૧ ને શનિવાર તા. ર૧-૮-૭૧
' અનંતજ્ઞાની ત્રિલેક-સ્વરૂપના પ્રકાશક ભગવાન મહાવીર દેવે સિદ્ધાંત દ્વારા સમજાવ્યું છે સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. ભવ્ય જીવેને ભગવાને અમૂલ્ય ત પ્રદાન કર્યા છે. આધિ, વ્યાધિ અને ઉપાધિમાં સબડતા છ માટે અમૂલ્ય ખજાને ભેટ ધર્યો છે! એ ખજાનાને મેળવે છે એ દુઃખમાંથી મુક્ત બને છે હે ભવ્ય આત્મા! તારે મુક્ત થવું હોય, શાંતિ જોઈતી હોય તે બહારની દુનિયાને મૂકી અંદર નજર કર, તારી દ્રષ્ટિ બહિર્મુખ છે તેને અંતર્મુખ બનાવ. તારી વૃત્તિઓને અંદર જવા દે. મનના સાધનથી ન પણ મળે છે, અને મોક્ષ પણ મળી શકે છે. એ અમૂલ્ય સાધન દ્વારા તારા જીવનને ઉત્કર્ષ સાધી લે. જીવ પરમાત્મામાં એકતાન બનતું નથી ત્યાં સુધી જીવનું ઉર્ધ્વીકરણ થતુ નથી.
તમારા જીવનને સર્વ શ્રેષ્ઠ બનાવવાની તમારામાં તાકાત છે. જે મહા પુરૂષો બન્યા છે. તે જન્મથી જ મહાન ન હતાં. પણ મહાનતાને પામવા જીવનનું સંશોધન કર્યું અને આત્માની સાધના કરી. ઉગ્ર સાધનામાં ખાવા-પીવાનું, પહેરવા ઓઢવાનું પણ ભુલી ગયાં. મળેલા સમયને ઉપયોગ આળોટવામાં કે નિરર્થક રખડવામાં કે ગામ ગપાટા મારવામાં ન કર્યો પણ પળે પળને લેખે લગાડી. સમયે સમયને સકીય ઉપયોગ કર્યો. અને કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કર્યું. આપણે પણ વિકાસ પંથી બનવું હશે, મહાન બનવું હશે તે મહાન બનવા માટે પ્રયત્ન પણ મહાન કરવા પડશે. મળેલા સમયને વેડફી નાખે ન જોઈએ. પણ મળેલી શક્તિ, બુદ્ધિ અને સને એક માત્ર આત્માને પ્રાપ્ત કરવામાં જ લગાડી દેવા જોઈએ તમને દરેક વસ્તુ સુંદર ગમે છે. ઘર અને ઘરના સાધને સુંદર હોય તેમ ઈચ્છે છે. પુત્ર પણ સંસ્કારી અને સુંદર બને તેવી અભિલાષા રાખો છો પણ તમારા જીવનને સુંદર બનાવવા શે પ્રયત્ન કરે છે ?
ચિત્ર દોરનાર, બગીચે બનાવનાર, કે મૂર્તિ ઘડનાર, પહેલા મનથી નિર્ણય કરે છે કે અમારે અમારી કૃતિ સુંદર બનાવવી છે. પછી પ્રયત્ન કરે છે. આપણે પણ સારા બનવાને પ્રથમ નિર્ણય કરે જઈએ. આપણા દઢ નિર્ણયને આપણું મન અને આપણી ક્રિયા અનુસરશે. કોઈપણ નિશ્ચય કરવા માટે આપણામાં બળ જોઈએ. નિર્બલ મન નિશ્ચય ટકાવી શકતું નથી. આપણે કમે કમે વિચાર અને વર્તનને શુદ્ધ બનાવવા જોઈએ. શુદ્ધની સાધનામાં વિકાસ પામતું જીવન પિતાના ધ્યેયને આંબી જાય છે.