________________
વ્યાખ્યાન નં-૬૦ ભાદરવા વદ ૯ને સોમવાર તા. ૧૩–૯–૭૧
નિષકુમારે તેમનાથ પ્રભુની દેશના સાંભળી. તેઓ બાર વ્રતને અંગિકાર કરવા તૈયાર થઈ ગયા છે. સ્થૂલ અહિંસાવ્રત આદરે છે, જે સર્વ પ્રકારે જીવને અભયદાન આપે છે એને ધન્ય છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારથી આ બની શકતું નથી. તેથી કોચવાતાં મને શ્રાવકનાં વ્રત સ્વીકારે છે. સાધુતા પ્રત્યે પ્રેમ છે. સાધુપણું નથી લેવાતું એનું દુઃખ છે. દરેક જીવ મારા આત્મા સમાન છે. જે આ વાત જાણે તેને દયા પાળવાના ભાવ થાય છે. દયાથી મોક્ષ મળે છે. તેનાં જન્મ-મરણ બંધ થાય છે. પ્રભુની વાણું સત્ય સવરૂપનાં દર્શન કરાવે છે.
એક શેઠના હાથમાં દસ હજારની વીંટી હતી. એમાંથી કીંમતી નંગ પડી ગયું. ઘેર જતાં ખ્યાલ આવ્યે, વીંટીમાં નંગ નથી. તેઓ વિચાર કરે છે. કમ્પાઉન્ડનાં દરવાજા સુધી નંગ હતું તેથી આટલામાં જ રહેવું જોઈએ. કમ્પાઉન્ડમાં ઘણાં કાંકરા હતા વળી અંધારૂ હતું. આમાં નંગ શોધવાની માથાકુટ કયાં કરવી એવી ઉપેક્ષા ન કરી પણ દીવે હાથમાં લીધે. દીવાના પ્રકાશમાં કાંકરા પણ દેખાયા અને હીરે પણ દેખાય. એમાંથી હીરે લઈ લે છે અને કાંકરા તુચ્છ વરતુ છે તેને મુકી દે છે. એમ જ્ઞાન એ દીવે છે. વ્રત પાળશો તે ધર્મ થશે. સદ્ગતિ મળશે અને હિંસા કરશે તે પાપના પોટલા બંધાશે, અને દુર્ગતિમાં જવું પડશે. જીવનમાં કોને અપનાવશે? શું ગ્રહણ કરશે ? હિંસા, જુઠ, ચેરી, મૈથુન, પરિગ્રહ એ અધર્મ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્નચર્ય અને અપરિગ્રહ, એ ધર્મ છે. દી બતાવે છે, આ સદ્ગતિના કારણ છે. અને આ દુર્ગતિનાં કારણ છે. બતાવવું એ કામ દીવાનું છે. ભગવાને ધર્મનું નિરૂપણ કર્યું, સાથે અધર્મનું પણ નિરૂપણ કર્યું. અધર્મ વિષે પણ જાણવું જોઈએ. દરેક તત્વને જાણે તે આદરવા જેવા ક્યાં તો છે. તેને ખ્યાલ આવે. સંવર નિજ ર અને મોક્ષ આદરવા જેવા છે. પા૫, આશ્રય, બંધ એ આદરવા જેવા નથી. અનાદિથી આદરવા એગ્ય તત્વની ઉપેક્ષા કરી છે. તૌકિકને લકત્તર માની બેઠે છે. પુન્યનાં કાર્યો ઘણાં કર્યા, લોકસેવા, દેશસેવા કરી પણ ધર્મ કર્યો નથી. સંવર-નિર્જશ કરી નથી. આટલી સેવા કરી, દવાખાના ખેલ્યાં, ઉપાશ્રય બંધાવ્યા, ચાલીએ બંધાવી, પણ આટલામાં ઈતિ સમાપ્તિ માની લેશો નહિ. આ તે ખડ ઉગ્યું છે. દાણા ઉગ્યા નથી. આવું જોઈને ભગવાન મહાવીરને શ્રાવક હરખાય નહીં. સામાયિકમાં આવે અને સંવર યુક્ત ક્રિયાઓ કરે.