________________
પહે
આ બ્રાહ્મણ ઘણી આવડતવાળે હતે. ઉઘરાણું પણ સારી રીતે પતાવતે હતે. ઘરાગની સાથે કેમ કામ લેવું, તે જાણુતે હતો. શેઠે તેની આવડત જોઈને ભાગીદાર કરી દીધું. થોડા વખતમાં લાખ રૂપિયા મળી ગયા. એટલે બ્રાહ્મણ વિચારે છે. કે હવે ધંધો કરે નથી. આટલા રૂપિયા જિંદગીમાં વાપરતાં ખૂટશે નહીં. દેશમાં મારી પત્ની અને બાળકો દુઃખી છે. તેની સંભાળ લેવા માટે જવું જોઈએ. મગજ શાંત પડે તે સદ્દવિચાર આવે. હવે શાંતિથી પ્રભુભજન કરીશ અને જિંદગી વિતાવીશ. તમે દેશ મૂકી અહીં આવ્યા, ખૂબ કમાયા, પછી શાંતિથી જીવન વિતાવવાની ઈચ્છા થાય છે? નિવૃત્તિ લઈ ધર્મધ્યાન કરવું છે એ વિચાર આવે છે? જીવનમાં સંતોષ આવે તે ધર્મ તરફ વૃત્તિ વળે. આ બ્રાહાણને સંતોષ છે. શેઠની પાસેથી જવા માટે રજા મેળવે છે. આગળના વખતમાં ટેકસી કે ટ્રેઈન ન હતી એટલે ચાલીને જાય છે. લાખ રૂપિયા પાસે છે એટલે રસ્તામાં લુંટારા મળે કે બહારવટીયા મળે તે લૂંટી જાય એની બીક લાગે છે. આજે કેવી સીફતથી ખીરસું કાપી નાંખે છે? પાકીટ સેરવી નાખે છે! એક દિવસમાં આવા કેટલાયે ખીસ્સા કપાતા હશે આ બ્રાહ્મણ કમાણી કરીને જાય છે એટલે વિચાર કરે છે, હું ગરીબના લેબાસમાં હોઉં તે કેઈને ખબર પડે નહીં. એટલે એણે એક બદક લીધી અને લાખ રૂપિયાનું રત્ન તેમાં નાંખી દીધું અને પંદર થીગડાવાળું ધોતીયું પહેર્યું. ઉપર ખેસ પણ ફાટેલે અને ગંદે નાખે છે. રસ્તામાં ચાલ્યા જાય છે અને કોઈને ખબર પણ નથી પડતી કે આ બ્રાહ્મણ • પાસે લાખ રૂપિયાનું રતન હશે. આજે તે પાસે કાંઈ હોય નહીં અને દેખાવ ઘણે કરે.
કેડે રાખે જુડો અને કુંચીને નહીં પાર,
પેટી તે તડાકા કરે શેભા દીસે હાર ખે દેદરાણી શાહનું નામ રાખવા હડાળાથી ધનના ગાડાની લાઈન શરૂ કરી અને દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયે, પણ તેને પહેરવેશ કે સાદે હતે. આજે તમારાં ભપકા અને ફેશનને પાર નથી. જે ફેશન અને વ્યસન ઓછાં થાય તે બચેલા પૈસાથી ગરીબને મદદ કરી શકો. બ્રાહ્મણ ચાલ્યા જાય છે. હવે ગામ પણ ત્રણ ગાઉ દૂર છે. તેને પાણીની ખુબ તરસ લાગે છે. ત્યાં એક કૂવે નજરે પડે છે. કૂવામાંથી પાણી કાઢવા બદક નાખે છે. પણ દેરડું ઘસાયેલું હતું એટલે વચમાંથી તૂટી જાય છે અને બેઠક અંદર પડે છે. આ કુ કેટલે ઊંડો હશે તે બ્રાહ્મણ જાણતું ન હતું, તેથી તેમાં પડતાં ડરે છે. એટલામાં એક ઓળખીતે ભરવાડ ત્યાંથી પસાર થાય છે, તેને બેલાવે છે અને કહે છે આ કુવામાં મારી બદત પડી ગઈ છે તે કાઢી દે તો તને પૈસા આપીશ. ભરવાડ કહે છે, મારે એવા પૈસા નથી જોઈતા આવા અંધારા કુવામાં કોણ પડે? બ્રાહ્મણ મુંઝાય છે. અને કહે છે હું તને એક રૂપિયા આપીશ, કાઢી આપને ! તે પણ પેલે તે ના જ પાડે છે. ૨૫-૫૦-૧૦૦ આપીશ પણ પેલે ના પાડે છે. અંતે સાચી