________________
૩૫૬
જોઈએ તે . ઘડાને પણ લગામની જરૂર રહે છે. અને હાથી ઉપર પણ અંકુશ રાખવું પડે છે તેમ મન ઉપર પણ કંટ્રોલ કરે જોઈએ. આશ્રવને નિરોધ કરે તે સંવર થશે. કેઈ કહે હું બીડી પીતે નથી તે પચ્ચખાણની શી જરૂર છે? પણ પચ્ચખાણું ન લીધા હોય ત્યાં સુધી આસ્રવ ચાલ્યો આવે છે. પચ્ચખાણ આજીવન (સુધીના) થાય, પણ બેચાર ભવના પચ્ચખાણ થાય નહીં. જેમ જેમ વત્ત-પ્રત્યાખ્યાનમાં આગળ આવશે તેમ પવિત્ર અને હળવા બનશે. પહેલાંના શ્રાવકે કેવા પવિત્ર હતા!
સાહિત્ય જેનું હતું અનુપમ, પ્રતિષ્ઠાથી પૂર્ણ હતા એ, રાજ દરબારે અંતઃપુરમાં નિડરતાથી ઘૂમ્યા હતા એ (૨)
એક દિન જૈન ભારતવર્ષનું ભૂષણ થઈને શોલ્યા હતા એ. શ્રાવકે અંતઃપુરમાં છુટથી જઈ શક્તાં. તેમને માટે રાણીઓને ઓઝલ-પડદા ન હતાં. ડોકટર માટે છુટ હેય એમ શ્રાવકે માટે છુટ હતી. તેમને અવિશ્વાસ કોઈને ન હતું. પહેલાંના શ્રાવકે સત્ય માટે પ્રાણને પણ હેડમાં મુક્તાં. પવિત્ર અને પ્રમાણિક જીવન ગાળતાં. આજના માણસે એવા કયાં રહયા છે? ભાઈ-બહેન ઉભા હોય એને પણ શંકાથી જુએ છે. આજે ચારિવ ચેકનું નથી એટલે આવી શંકા થાય છે. જીવનમાં ન્યાય, નીતિ અને પ્રમાણિક્તા રહ્યાં નથી. મને સો રૂપિયા મળતા હોય તે બીજાના ૧૦૦૦ રૂપિયાને નુકસાન પહોંચાડી દેવામાં વધે નહીં. પણ જ્ઞાનીપુરુષ કહે છે તને કઈ છેતરે, નુકસાન પહોંચાડે તે તને નથી ગમતું તેમ તું બીજાને છેતરે તે તેને પણ નથી ગમતું.
એક બ્રાહ્મણ હતા. તે ખુબ ગરીબ હતે. ગરીબાઈથી પરેશાન થતું હતું. એક ગામથી બીજે ગામ માગે તે પણ તેનું પૂરું થતું નહોતું. ઘરમાં ત્રણ બાળકે હતાં. એક વખત બ્રાહ્મણ તેની પત્નીને કહે છે: જે તું શેડા દિવસ ચલાવ તે હું બહારગામ કમાવા માટે જાઉં. મને નામુ લખતાં આવડે છે. કઈ પણ કામ કરવું હોય તે આવડે છે. કયાંય નેકરી મળી જાય તે પ્રયત્ન કરું. પત્ની અનુમતિ આપે છે અને તે બહારગામ જાય છે પુણ્યના યેગે એક શેઠને ત્યાં નેકરી મળી જાય છે. કામકાજ કરતાં કરતાં હોંશીયાર થયે. તેનામાં જીભની મિઠાશ પણ ખૂબ હતી. કેઈને કડવું વેણ ન કહેવું.
અંધાને અંધે કહીએ કડવું લાગે કહેણ,
અરે, ધીરે ધીરે પૂછીએ તમારા કયારે ગયા નેણ!” દશવૈકાલિકના સાતમા અધ્યયનમાં કેમ બોલવું એ સમજાવ્યું છે. બોલવામાં પણ બહુ જાળવવું પડે છે, કાણને કાન કહે. જેના શરીરમાં રોગ હોય એને રોગી ન કહે. કઈ ચેરને ચેર કહીને ન બોલાવે. સાચું હોય છતાં કડવું ન કહેવું. આવું કહેવાથી પણ હિંસા થાય છે. ઘણી વાત કહી અને એક વેણ કડવું કહ્યું તે સારા પર પાણી ફરી વળે છે.