________________
જઈ શકશે. હિંસાથી બચો. હિંસા આત્માનું અધઃપતન કરનારી છે. દેડકાને જીવ જય અને કાગડાને આનંદ થાય. કેઈનું દિલ દુભાવવું એ પણ હિંસા છે. ભગવાને ચોખું કહ્યું છે. હણશે તે હણવું પડશે. છેદશે તે છેદાવું પડશે. ભેદશે તે ભેદાવું પડશે. કર્મ બાંધશે તે જોગવવા પડશે. લિંબડીમાં એક હોરાજી આવતા અને કહેતા, મને આ શબ્દો બહુ ગમે છે. આ શબ્દો મને હૈયામાં વસી ગયા છે. કીડીની દયા પાળનાર શ્રાવક કોઈને દબડાવે, કડવા વચન કહે, ગરીના વધારે વ્યાજ લે, કેઈની આજીવિકા તેડે તે કહેવું પડશે કે તે અહિંસાના સ્વરૂપને બરાબર સમજે નથી. હિંસા કરવી, કટુવચન બલવા તે તમારે સ્વભાવ નથી. આગને સ્વભાવ બાળવાને છે. જ્યારે આત્માને સ્વભાવ શિતળ અને ઠંડા પાણી જેવું છે. જેવી પાણીની જરૂર છે એવી રીતે જિનવાણીની પણ જરૂર છે. એક દિવસ નળ બંધ થાય તે મુંબઈની શી સ્થિતિ થાય? હાહાકાર મચી જાય. પણ ભગવાનની વાણી આત્માના ત્રિવિધ તાપ ટાળનાર છે.
બળ ઝળતે આત્મા સંત સરોવર જાય,
સમકિત કેરી લહેરમાં સ્વરૂપ શ્રીકેળા ખાય. બળ પ્રજળતે આત્મા સંતના સરવરે આવે છે. સરોવર નજીક આવતા ઠંડી પવનની લહેર આવવાથી અડધે તેને તાપ દૂર થઈ જાય છે. સિદ્ધસેન દિવાકર કલ્યાણ મંદિરમાં કહે છે.
" आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति, तीव्रा तपोपहत पान्थजनान्निदाघे, प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि" ॥७॥
ગ્રીષ્મ ઋતુમાં તીવ્ર તાપમાં ચાલે તે પંથી કે જેની આંખે ચક્કર આવે છે, પગ ઢીલા થઈ ગયા છે, અને રુંવાડે રૂંવાડે પાણીના પોકાર પડે છે. સખત ગરમી લાગે છે, અને સંતે તંતે અને પરિતંતે થઈ ગયે છે. એમાં પદ્મ સરોવરને સ્પશીને વાયરે આવે તે પણ તેને શાંતિ પમાડે છે. તેમ હે જિનેશ્વર દેવ, અચિંત્ય મહિમાવાળું તમારું સ્તવન તે દૂર રહે, તમારું નામ પણ જગતના જીના પાપ નાશ કરે છે. બળતે જળ આત્મા સંત પાસે આવે છે. સંત ઈશ્વરના દેવાંશી દૂત છે.
શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ.” સંત છે એ શાંતિ પમાડે છે. સંતને તંત ન હોય, સંતને કલેશ ન હોય. એ પોતે તરે અને બીજાને તારે. સાચે માર્ગ બતાવે. મોક્ષમાર્ગની કેડી બતાવે. પ્રભુની આજ્ઞા ઉપર પગ નહીં મુકતા, પ્રભુની આજ્ઞાને અનુસરશે તે મોક્ષ અવશ્ય મળશે.
ભટકવું કયાં લગી મારે, પ્રવાસી પંથ બદલી લે, પહોંચવા મુક્તિના દ્વારે, પ્રવાસી પંથ બદલી લે.” (૨)