________________
૩૦૭
પરિગ્રહના ઢગલા વધારે એટલું દુઃખ પણ વધારે. છોકરાના છોકરાનું સાજું કરવું છે. દીકરીના સાળા કરવા છે. એમ મમત્વમાં મુંઝવણ અનુભવતો આત્મા, સમાધિ બેઈ બેસે છે. સાધુને એમ થાય કે કાપડ વિગેરે મારા માટે લીધું. મારા શિષ્ય માટે પણ લઈ લઉં. બહારગામ જે હેય તેને માટે પણ મેકલાવું. આવો આચાર સાચા સાધુને ન હેય. જે જીવ મમતાના પિટલે પિટલા, ગાંસડે ગાંસડા બાંધે છે, તે ડૂબી જવાનો છે. ટ્રેઈનમાં ગમે તેટલું વજન લઈ જાવે તે ચાલે. પણ એરોપ્લેનમાં વધારે નહીં લઈ જવાય. કારણ કે ઉયન કરવું છે તેમ જેને મેક્ષમાં જવું છે તેને વજન ન જોઈએતેને બંધન ન જોઈએ. ચિત્તની પ્રસન્નતા એ સંયમી જીવનનું તાત્કાલિક ફળ છે. સાધુનું જીવન જ કેટલું હળવું, કેટલું સુખી હોય? ચિત્તની પ્રસન્નતા કેટલી બધી હોય? સવારનો વરસાદ પડતા હાય, બે વાગી ગયા, આહારપાણીને જેગ મળ્યું નથી, છતાં તેના મોઢા ઉપર એવી જ પ્રસન્નતા હેય. આ વરસાદ લાગે જ છે. ઉપવાસ થઈ જશે ! હવે તે જરાક જ વરસાદ આવે છે. નીકળે બહાર. ને પાત્રા. આવી આતુરતા, સાધુના જીવનમાં ન હોય. જેને સંયમ પાળવે છે તેને આહાર-પાણી મળે કે ન મળે, પણ મોઢા ઉપરની રેખા બદલાતી નથી. શરીર શરીરનું કાર્ય કરે. આત્મા આત્માનું કાર્ય કરે. જેનામાં આટલી સહનશીલતા હોય તે જ ચારિત્ર પાળી શકે.
ભગવાન મહાવીર સ્વામીનાં ૧૪ હજાર સાધુ અને ૩૬ હજાર સાધ્વીજી, પાર્શ્વનાથ ભગવાનના ૧૬ હજાર સાધુ અને ૩૮ હજાર સાધ્વીજી. નેમનાથ ભગવાનનાં ૧૮ હજાર સાધુ અને ૪૦ હજાર સાધ્વીજી. પણ એક એક સાધુ રત્નની માળા જેવા.
દ્વારિકામાં નેમનાથ પ્રભુ બિરાજમાન છે. સુપાત્ર સાધુને પરિવાર તેમની સાથે છે. ત્યાં નિષકુમાર વંદન કરી વ્યાખ્યાન સાંભળવા બેસે છે. સ્વાતિ નક્ષત્રના વરસાદનું પાણી છીપમાં પડે અને મોતી થાય. પણ સ્વાતિ નક્ષત્રના પાણીને જે છીપ ઉછળીને ગ્રહણ કરે છે, તે ખૂબ મેંઘા મેતીને ઉત્પન્ન કરે છે. અને ઉછાળા વિના પડ્યા પડ્યા પાણી ગ્રહણ કરે છે તેમાં ફટકીયા મેતી થાય છે. કેટલાંક વ્યાખ્યાન સાંભળે છે, પણ આળસમાં, કેટલાંક બગાસાં ખાતાં ખાતાં સાંભળે છે. જ્યારે કેટલાંકના હૈયામાં હવે શું આવશે એમ અંદરથી ઊર્મિ ઉછળતી હેય, અપૂર્વ ભાવે જાગતાં હોય, એમ ભાવપૂર્વક જે સાંભળે છે તે તત્વના અમૂલ્ય રત્નને પ્રાપ્ત કરે છે. વ્યાખ્યાન સાંભળવાની ભૂખ જાગવી જોઈએ.
નિષધકુમાર ભાવપૂર્વક સાંભળે છે. કાંઈક પામી જવાની રૂચી ઉઘડી છે. ભગવાનની અમેઘ દેશના તેમના જીવનનું કેવું પરિવર્તન કરશે તે અવસરે કહેવાશે.