________________
છે.
ખાંડ ન ખાવી, તે ખાંડ કદી ખાતા નથી, કેરી ખાય છે, આ બધું શરીર માટે કરે છે. શરીર માટે કેવી કસરત કરે છે, કે ભાર ઉપાડે છે, અને દંડબેઠક કરે છે. અને અહીં ૧૦૮ વાર વંદણા કરવાનું કેઈ કહે તે મારાથી નહિ થાય એમ કહી દેશે. વંદણાનું ફળ કેટલું છે? વંદન કરવાથી “અપડિય” આજ્ઞાફળ પ્રાપ્ત થાય છે. તેનું વચન કોઈ ઉથાપે નહિં. તેના ફળદ્રુપ ભેજામાંથી નીકળેલા નિયમનું બધા પાલન કરે. ધર્મ કરતાં દેહને કષ્ટ પડે છે. પણ આત્મા ધર્મ ખાતર સહન કરે તે મહાફળ પ્રાપ્ત થાય છે. ધર્મ એક જ સાચે સખા છે. સગાંવહાલા તમારા દેહનું રક્ષણ કરવાવાળા છે. પણ આત્માનું રક્ષણ કરવાવાળા નથી. ઉપવાસ કરવાનું નામ લેશો તે તરત કહેશે. તમે ઉપવાસ ન કરી શકે. ઉપવાસ કરશે તે બ્લડપ્રેશર વધી જશે. તમારું શરીર બગડી જશે. પણ ખરે મધ્યાન માલ ખરીદવા જવું હોય તે ના નહિ પાડે. ભાતુ તૈયાર કરી દેશે પણ “આવા તડકે તમારું શરીર બગડે માટે ન જાવ, આપણે પૈસા નથી જોઈતાં.” એમ કહેનાર કઈ ખરૂં? ધર્મ ખરેખર કરવા જેવું છે. ત્યાં આડી વાત કરશે. પાંદડા પંપાળે મા મુળીયા સામે જુઓ. તમારું પુણ્ય છે તેથી તમને ટાઢે છાંયે મળી રહે છે. મજુરના આંતરડા લેવાઈ જાય છે ત્યારે માંડ ખાવા ભેગા થાય છે. ઉપવાસ કરનાર ઢીલા પડી જાય તે હિંમત કરીને પણ કરવાની પ્રેરણા આપે. ધર્મમાં કદી આડા ન આવે. આજે ધર્મની પ્રેરણા આપનાર બહુ ઓછા છે. ઘરના માણસો વેપારધંધે ન જતાં હોય તે શું ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા છે? બજારમાં જાવ તે નોકરી મળશે. પણ જો કહેશે કે મારે દીક્ષા લેવી છે. તે તરત કહેશે તે શું કામ પરણ્યા? પરણ્યા છે એટલે અમને બધાંને પાળે–પશે. આમ માણસ અજ્ઞાનમાં જ ઘેરાયેલું છે. સત્યને પીછાણુ શક્તા નથી.
તું જાગ હવે તે અજ્ઞાની, જાગ હવે તું અજ્ઞાની, ખૂબ લીધી તે નિંદર ઘેરી, ચાલી જશે આ જિંદગાની. નિંદરમાં તું સપના નિહાળે, અપ્સરા જાણે ચામર ઢાળે,
આંખ ખૂલે ત્યાં સપના જુઠા, આવશે વેળા ઝરવાનીતું જાગ હવે. નિંદરમાં અનેક સ્વપ્નને અનુભવે છે. જાણે અપ્સરા ચામર વિગે છે. અને તું મજથી સુતે છે. પણ આંખ ઉઘડતાં બધું અદશ્ય થઈ જશે અને અફસોસ કરવાને વખત આવશે. સ્વપ્નની માફક આ સંસાર પણ ભ્રાંત છે. બેટા આશાના મિનારા ચણવાના મૂકી દે. નહિતે ગુરવાનો વખત આવશે. હવે ઉઠે, સમય આવી ગયો છે. નિંદ્રા ખૂબ લીધી, એક એક ઘડી અણમેલ છે. કર્મના ભુક્કા ઉડાવી નાંખે એ ધર્મ પ્રાપ્ત થયે છે. ધર્મ, ન્યાયનાતિ અને પ્રમાણિકતા શીખવે છે.
એક વૃદ્ધ માણસ હતો. તે ખૂબ ગરીબ હતો, કમાવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી