________________
પહેલાં પ્રાથમિક અભ્યાસ કરે. તમે કયાં ઉભા છે ! તમારે બારાખડીથી શીખવાનું છે. તમારું કામ ભગવતી સાંભળવાનું નથી. મહારાજ કહે છે, તમે મને એકેન્દ્રિય કરી નાખ્યો ! સાંભળે. એકેન્દ્રિય એટલે એક કાયા. ગળેથી નીચેનો ભાગ એટલે કાયા, અને જેને એક કાયા છે તે એકેન્દ્રિય કહેવાય છે. કાયા-જીભ બે હેય તે બે ઈન્દ્રિય. તેઈન્દ્રિયને કાયા, જીભ, નાક એ ત્ર હોય. રેન્દ્રિયને ચાર ઇન્દ્રિય હોય. કાયા, જીભ, નાક, આંખ અને પાંચ ઈન્દ્રિય પૂર્ણ હોય તે પંચેન્દ્રિય કહેવાય. પાંચ ઈન્દ્રિય અને મન મળે એટલે સંસી પંચેન્દ્રિય કહેવાય છે, પ્રાણને ધારણ કરે તે પ્રાણી છે. એક ઈન્દ્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરે અને વનસ્પતિ છે. જ્ઞાનની ઉત્કૃષ્ટ વિરાધના કરવાથી સૂક્ષમ નિગેદમાં જીવ ચાલ્યા જાય છે. ઓછામાં ઓછો જ્ઞાન અંશ ત્યાં હોય છે. સૂમ નિગદને અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન હોય છે. કોણ મારે છે અને કોણ છેદે છે એની તેને ખબર પડતી નથી.
ગૌતમ પૂછે છે, કોઈ એકેન્દ્રિય જીવને મારે તે શું તેને દુઃખ થાય? ત્યારે ભગવાન કહે છે, એક પુરૂષ બિલકુલ અંધ છે, બહેરે છે, મૂંગે છે, અને પાંગળો છે, એવા પુરૂષના જમણે પડખે બત્રીસ માણસે ભાલા લઈને ઉભા છે. આ બત્રીશ માણસે ભાલાથી ભેદે છે, અને તલવારથી છેદે છે. પગની ઘૂંટી, જંઘા, ઢીંચણ, નાભિ, પેટ, પાંસળી, પીઠ, છાતી, હૃદય, સ્તન, ખભા, હાથ, આંગળી, નખ, ગળું, હડપચી, દાંત, જીભ, હેઠ, કાન, નાક, આંખ, ભ્રમર, કપાળ, માથું આદિ બત્રીશ જગ્યાએ એકી સાથે ભાલા વડે ભેદે અને તલવારથી છેદે. ચોસઠ ઘા એકી સાથે તેના પર પડે તો તે જીવ બોલી શક્તા નથી. સાંભળી શકતો નથી, પણ વેદન તે કરે છે. તેને ખૂબ દુખ થાય છે અને મૂછ પામે છે, અને મરી જાય છે. એક ઇન્દ્રિયને કોઈ મારે ત્યારે આવી પીડા થાય છે. તમને જીવની જરાય દયા છે? પાણી પણ જેમ આવે તેમ ઢળે છો. દયા નથી, કઈ ટકોર કરે તે કચ કચ લાગે. અમે જીવને માનતા નથી. એમ કહી દે. રોજ લુગડાં કાઢવા અને રોજ સ્નાન કરવું ! આ શું શ્રાવકના આચાર-વિચાર છે? આપણે ધર્મ અહિંસામય છે.
આટલે પ્લેટ પડે છે તે લઈ ને ! દવાખાનું કરાવી નાખે.” આવું સાધુથી ન બેલાય. જ્યાં હિંસા થાય ત્યાં સાધુપણું ટકતું નથી. તમને કેવા સાધુ ગમે ? તમારા ખરડા ભરપુર થાય, તમારૂં હિંસાનું બધું કામ કરી આપે, એવા સાધુ ગમે છે ને ? સાધુ સ્વાર્થ ખાતર શ્રાવકોની દાઢીમાં હાથ નાખે. તેના વાંસા પંપાળે અને પિતાની ચાલતી સંસ્થા માટે પૈસા એકઠા કરાવે. આ શું સાધુપણું છે? - બ્લેક લે, સાધુને બેલા, શાંતિના જાપ કરાવે, અને કંકોતરી છપાવે, તેમાં લખ્યું કે આ પ્રસંગે ફલાણું મહારાજ પણ પધારવાના છે. હિંસાને જે હિંસા જાણતા નથી. એ પાપ કર્યા કરે છે. દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા એમ બે પ્રકારની હિંસા છે. પ્રાણને અતિપાત એટલે પ્રાણથી વિખુટા પાડવા એટલે શરીર અને આત્માને જુદા પાડવા એ દ્રવ્ય હિંસા છે.