________________
પડી છે. મહંમદ સાહેબ તેના દુખને, દઈને જોઈ શક્તાં નથી. અને ખૂબ કાળજીપૂર્વક તેની સેવા કરે છે, અને બદલે વાળવાની તક આવી છે એમ માને છે. થોડા દિવસમાં બાઈ સાજી થાય છે. અને પગમાં પડી જાય છે. અને કહે છે–મેં તમારી પર કેટલે કચરો નાંખ્યો છતાં આપ કેટલાં દયાળુ છે ! હવે મને મારી ભૂલ સમજાણું છે. મેં મોટા માણસને દુભવ્યા. હું આપની માફી માંગું છું. પ્રેમથી આ બાઈ સુધરી ગઈ.
ન ભાલાથી ન બરછીથી ન ધારથી તલવારથી
જે મારે દુશમનને તે માટે ઉપકારથી.” કોઈ તમને નુકશાન પહોંચાડે તો ભાલે, ખંજર મારીને બદલે ન લેશે, પણ દુશ્મનને ઉપકારથી વશ કરજો. બાઈને ખૂબ દુ:ખ થયું. ખૂબ પશ્ચાતાપ કરવા લાગી. ત્યારે મહંમદ સાહેબ કહે છે બહેન! તમારા કચરાને હું પુષ્પ વૃષ્ટિ સમજતે હતે. ઘણું ઉપરથી ઠંડા દેખાતા હોય પણ જ્યારે પ્રતિકુળ નિમિત્ત મળે ત્યારે પારે કેટલી ડીગ્રી ચડે છે તે ખબર પડે. સેમીલ કેટલા દુઃખ આપે છે છતાં ગજસુકુમારે દુઃખને સુખ માન્યું. દુખ દેનારે દીધું પણ તેમણે લીધું નહીં. ક્ષમાભાવનાની અપૂર્વ સાધના કરી. તેમણે સેમીલને સખા માન્ય. સહાયક-મદદગાર માન્ય. ભાઈ કરતાં પણ ભલે મળે એમ માન્યું. માથાની ખેયરીમાં ખીચડી ખદબદ થાય તેમ થઈ રહ્યું છે, હાડકાં તડતડ તુટે છે, અને ચામડી બળવા માંડે છે. આવાં દુઃખ હોય છતાં કેટલી સમતા રાખે છે! આજે આપણામાં કેટલી સમતા છે? કોઈ એક વેણ કહે ત્યાં સ્પ્રિંગ ઉંચી થઈ જાય. કેવી રીતે તેને બદલે લઉં તેની ગોઠવણ કરવા માંડે. અનંતા જન્મમાં આપણે આવું જ કર્યું છે. હવે સાચે માર્ગ સમજાયે હોય તે સ્વભાવને વળાંક આપવાની જરૂર છે.
"हो न संजले भिक्खु, मणंऽपि न पोसए,
तितिक्खं परमं नच्चा, भिक्खु धम्म समायरे" કઈ તરવાર લઈને ડોકું ઉડાવી નાંખે તે સાધુ કદી ક્રોધ કરે જ નહીં. મનથી પણ દ્વેષભાવ ન લાવે. પણ તેની ઉપેક્ષા કરે. કોઈ ગમે તેટલી ગાળ દે તે પણ એ વિચારે કે મને જે બેલશે તે થાકશે- અને હારશે. “મનેન સ્ત્રી નાતિજે માણસ મૌન રાખે છે ત્યાં કલેશને અંત આવી જાય છે. જતું કરતાં શીખે. Let go કરતાં શીખે. એમિલ અંગારા નાંખી ભયને માર્યો લાગે. “જે કોઈને ખબર પડશે તે મા આવી બનશે.” એમ વિચાર કરી ઘર ભેગે થઈ ગયે. ગજસુકુમારે જરાક માથું નમાવી દીધું હેત તે અંગારા નીચે પડી જાત. પણ આ તે સમતાના સાગર છે. જમ્બર આત્મબળને કેળવ્યું છે. આપણામાં છેઆવી સમતા? આજે તે ગુરૂ, વડીલ કે બાપનું પણ