________________
૩૪૮ જાણે, સમજો અને લૌકિકભાવને છોડી, અલૌકિક ભાવને પ્રાપ્ત કરે. ચૈતન્ય દેવ શિવસુંદરીને વરવા માટે જાન લઈને નીકળે છે. અનેક જાનૈયાઓ સાથે છે. જિનવાણું જાનૈયાને જમણ આપે છે. જિનવાણીનાં ભેજન પીરસાય છે. ભવ્ય ભેજન છે. ખાતાં આત્મા તૃપ્ત બની જાય. લાઘવતાના લાડુ છે. જેટલો ખર્ચ વધારે એટલું પાપ વધારે, જેટલી ઉપધિ ઓછી એટલી ઉપાધિ ઓછી. ત્રણ જોડ જ કપડાં હોય, એક ટંક જમતા હોય, તેમાં પણ પાંચ દ્રવ્ય ખપતા હોય તે કેટલે હળવે થઈ જાય? લાકડું હળવું છે તે તરે છે હળવે આત્મા થાય તે ઊંચે ને ઊંચે જાય. પંખી પાંખ ખંખેરી નાખે તે ઊડી શકે છે. આ લાડવા ચુરમાના કે કરણશાઈના નથી, પણ લાઘવતાના લાડુ છે. ગેઓ નાનકડે મજાને કે ધોળો ઘેળે છે. તેના પર એવી મમતા થઈ જાય છે કે બેસે તે પુંજે નહિ, jજે તો મેલ થઈ જાય. ૫૦ હજારની મેટર લીધી પણ ચલાવે તે કાદવથી ખરડાય, તે શું મટર માથે લઈને ફરાય? રજોહરણ– આદિ પુંજવા માટે છે. તે જીવદયા પાળવાનું સાધન છે. તેને રાખી મૂકાય નહિ. ઉપકરણ અલ્પ હોય પણ જે તેમાં મમત્વ હોય તે ડુબાડનાર બને. ચેપડીને આવું પુડું સારું લાગે, ચપડી મારી છે તે કોઈને અપાય નહિ. પણ જ્ઞાની પુરૂષ કહે છે. જ્યાં મમતા છે, ત્યાં મત છે. ભેજનમાં જ્ઞાનના ગાંઠીયા આપે છે. અને મૈત્રી ભાવને મેસુબ આપે છે. જ્યાં મૈત્રી છે ત્યાં નિર્ભયતા છે. હું તારો મિત્ર છું. તું મારો મિત્ર છે. મિત્ર મિત્રનું ખરાબ નહીં બેલે. જ્ઞાની પુરુષ સર્વ જી સાથે મિત્રી ભાવને કેળવવાનું શીખવે છે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહયા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.” તમને કયે મેસુબ ભાવે છે? આ મેસુબ પર રૂચી ખરી? માધ્યસ્થ ભાવના મોહનથાળ છે, અને જિજ્ઞાસાની જલેબી પીરસાય છે કે હે ભગવાન! હું તારા જે ક્યારે બનું? એવી જિજ્ઞાસા તમને છે?
કવાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ-અભિલાષ,
ભવે ખેદ પ્રાણી દયા, તે કહીએ જીજ્ઞાસ કષાયે બધા શમી જવા જોઈએ. કેટલાયને મન કષાય બહુ હેય છે. હું છું તે જ્ઞાતિમાં આંખ સમાન છું. મને ચુંટ તે આટલું સંઘનું કામ થયું. મારા વગર આવા કામ થાય નહીં. આમ માનને વધારે છે, જીજ્ઞાસુ જીવને ચારે કષાયની ઉપશાંતતા હોય છે. ચાર કષાય ચંડાળ ચોકડી છે. આત્માનું બગાડનાર છે. જીજ્ઞાસુને હરવા ફરવાની, જેવા જાણવાની જીજ્ઞાસા ન હોય. જીવને માત્ર મોક્ષની અભિલાષા છે. ભવ કરવા એ ઝેરના ટુકડા જેવા લાગે. સંસાર સમુદ્ર તરે હોય તે જીજ્ઞાસા રાખે અને ભગવાનનું શરણ
પ્રમાણિકતાના પેંડા પીરસાય છે. તમે પ્રમાણિક છો કે અપ્રમાણિક તે જુઓ.