________________
અહીં પ્રમાણ વચન લે છે અને દુકાને બેસી માયા કરે છે. જતનાને જાંબુ છે. જતનાથી ચાલવું બેસવું અને સુવું. જતનાથી કામ કરે તે પાપ બંધાતા નથી. જતના એટલે સાવધાની. કેઈ જીવને દુઃખ ન થાય, કોઈને કિલામના પહોંચાડવામાં હું નિમિત્ત ન બનું. બ્રહ્મચર્યની બરફી પીરસાય છે. બ્રહ્મચર્ય એક રાતનું પાળે તે એક એંસી ઉપવાસનો લાભ થાય, નવ લાખ મનુષ્યને અભયદાન દેવાવાળા અને એક નળીમાં બુર નામની વનસ્પતિ કે રૂ ભરેલું હોય અને ધગધગતે સળી નાખવામાં આવે તે રૂ આદિને નાશ થાય છે. એમ અબ્રહ્મચર્યથી પણ ઉત્કૃષ્ટ નવ લાખ મનુષ્યોને નાશ થાય છે. આ વાત ભગવતિ સૂત્રમાં આવે છે. સર્વ તેમાં શ્રેષ્ઠ વ્રત બ્રહ્મચર્ય છે. અબ્રહ્મચર્યને ટાળે. મનની સ્વસ્થતા જોઈતી હોય અને કાયામાં રેગ ન જોઈતા હોય તે બ્રહ્મચર્યને પાળે. બ્રહ્મચર્યમાં શક્તિ–વય અને તાકાત છે. ઘણા દર્દથી ખૂબ ઘેરાઈ ગયા હોય છતાં બ્રહ્મચર્ય પાળતા નથી. એક બાળક બેસતાં ન શીખ્યું ત્યાં બીજ તૈયાર અને બીજાને દાંત ન આવ્યાં, ત્યાં ત્રીજુ તૈયાર ! આમાં શક્તિને કેટલે નાશ થાય છે. આજે સ્ત્રીઓ ઓપરેશન કરાવે છે, અને પુરુષે પણ નપુંસક થાય છે તેથી સંતતિ વૃદ્ધિ ન પામે, પણ આત્માને ઝગમગતે દિવડો-કાંતિ–આત્માની પ્રભા નાશ પામે છે. આમાં શક્તિ ક્ષીણ થાય છે. અને યાદ શક્તિ નાશ પામે છે. સિંહના આખી જીંદગીમાં એક જ વખતના સેવનથી જે બચ્ચું ઉત્પન્ન થાય છે, તે કેવું બળવાન હોય છે? “સિંહના એકે હજારા, ભુંડણીના સો એ બિચારા”, આગળના શ્રાવકેને ખબર પડે કે સ્ત્રી ગર્ભવતી છે, ત્યારથી ત્રણ વર્ષ સુધી તેની સામે વિકારી દષ્ટિથી ન જોતા. આજનું માનસ-આજની વિચાર ધારા કેટલી કનિષ્ઠ થતી જાય છે. એક ટ્રેઈનમાં એટલી ગીદી હોય કે સ્ત્રી-પુરૂષ એક બીજાને અથડાય, હાથના ખરાબ ચાળા કરે, એક સીટમાં સ્ત્રી-પુરૂષ પાસે પાસે બેસે, એમાં ભગવાને બતાવેલી નવ વાડનું પાલન કેવી રીતે થાય? દિવસે દિવસે બ્રહ્મચર્યની ભાવનાને લેપ થતું જાય છે, અહિંસાના અડલીયા પીરસાય છે. અડદીયા ખાઈને ગાદીયા જેવા થાય. એક શિયાળામાં અડદીયા ખાધા હોય તે બાર મહિના તેને તેર રહે. આ અડદીયા ખાવ, તે તમારું કલ્યાણ થઈ જાય, દયાને દૂધપાક અને સમભાવને શ્રીખંડ, શાંતિની સેવા, ભેદ જ્ઞાનની ભેળ અને ક્ષમાપનાના ખમણ છે. ચારિત્રને ચેવડો, સમાધિના સાટા, કરુણાના કેળાવડા, લક્ષવૃત્તિની લાપસી, મૃદુતાનાં મગ-ભવ્યતાના ભજીયા સતને શી રે, સંયમની સુખડી અને પ્રભુતાના પાપડ. આ બધું પીરસાય છે. જાન કાંઈ જેવી તેવી છે? આ તે ચૈતન્યદેવ પરણવા આવે છે. આ જાનને સાચવવા એક એક માણસ ઉભે છે, આ ભેજન કરે તે બેડો પાર થઈ જાય. વરરાજા શિવસુંદરીને પરણવા જાય છે.
અસંયમમાંથી નિવૃત્ત થાય અને સંયમમાં રહે એને શિવસુંદરી વરે છે. તે અંદરથી પુરૂષાર્થ ઉપાડ, તે અવશ્ય ઉદ્ધાર થશે. આત્માની ચીજ છે અને આત્માને પામ