________________
અસહ્ય વેદના થઈ હશે! છતાં તેમનું ખમીર કેટલું? એક સિસકારો પણ બોલાવ્યે નહીં, આત્મબળ કેટલું કેળવ્યું હોય ત્યારે આ દશા આવે. સંસારમાં સાધારણ તાપને પણ સહન કર્યો નથી. દેવકીને લાડીલે નંદન છે કૃષ્ણ વાસુદેવને નાનકડો ભ્રાતા છે. જેને તીર્થકર જેવા ગુરૂ મળ્યા છે. તેને માથે કેવું દુખ પડે છે. ભગવાન એના જ્ઞાનમાં જોઈ રહ્યા છે કે આટલું દુખ પડવા છતાં મનમાં જરાય દુર્ભાવના આવતી નથી. નિર્મળ આત્મ ધ્યાનમાં જ મસ્ત છે શેરડી કહે છે, તું મને પિલી નાખ, તે પણ હું તે તેને રસ આપીશ. મીણબત્તી કહે છે, હું બળી જઈશ, એગળી જઈશ, પણ અંધકારને નાશ કરી પ્રકાશ આપીશ. ચંદન કહે છે, મને કાપી નાખે, ઘસી નાખે, બાળી નાંખે, તે પણ હું સુગંધ આપીશ. ઝડ કહે છે, મારા પર પથ્થર મારે, તે પણ હું ફળ આપીશ.
“ઝાડ શિખામણ દે છે રે મનવા, ઝાડ શિખામણ દે છે, કાપે તે કોપ કરે ના, સામું બળતણ દે છે કે મનવા, ઝાડ..
બળતા બપોરે તાપ સહીને, શિતળ છાયા દે છે કે મનવા, ઝાડ...”
ઝાડ તાપ સહન કરીને શિતળતા દે છે. કોઈનેય ભેદભાવ રાખે નહીં. તમારી પાસે કોઈ માગવા આવે તે ધક્કો મારીને બહાર કાઢે કે આશ્વાસનના બે મધુર શબ્દો કહી તન-મન-ધનથી તેમને મદદરૂપ થાય?
“જે જન ઉંચે પથ્થર ફેકે તેને મીઠાં ફળ દે છે કે મનવાઝાડ.”
ઝાડ ઉપર કઈ પથ્થર ફેકે તે તેને મીઠાં ફળ આપે છે. તમારા પર કઈ પથ્થર કેકે અથવા કોઈ ગાળે દે તે તમે બે તમાચાં મારી દે ને ! મહંમદ સાહેબ તેમના અનુયાયી સાથે રોજ એક રસ્તેથી પસાર થાય છે. એક દિવસ એક બાઈ તેમના પર કચરો નાખે છે. મહંમદ સાહેબ કાંઈ બોલતા નથી. બીજા દિવસે પણ તે બાઈએ કચર નાંખે. આમ બાઈ તો રોજ કચરે નાખે અને મહંમદ સાહેબ કાંઈ જ થયું નથી એમ માનીને ચાલ્યા જાય. મહંમદ સાહેબ તે મેટા છે, પણ તેમના અનુયાયીઓ ખિજાયા. આ બાઈ રાજ કચરો ફેંકે છે. એક દિવસ ભૂલ થાય, બીજે દિવસ ભૂલ થાય. પણ આ બાઈ જાણી જોઈને આ પ્રમાણે કરે છે. આને તો શિક્ષા કરવી જોઈએ. મહંમદ સાહેબ કહે છે કે તે મારી પરીક્ષા કરે છે. જોઈએ કેટલા દિવસ ફેકે છે. એ થર્મોમીટરનું કામ કરે છે. થર્મોમીટર કેટલી ડીગ્રી ગરમી ચડી તે દેખાડે. તેથી તેને ફોડી ન નખાય. તેમ આ બાઈ મારામાં કેટલી ગરમી છે તેનું માપયંત્ર છે. તે નિમિત્ત માત્ર છે. તેને દેષ કાઢો તે મૂર્ખાઈ છે. મહંમદ સાહેબે પણ પોતાને માર્ગ બદલ્યું નહીં. દરરોજ તે જ માગે પસાર થાય, અને દરરોજ કચરે પડે. આમ કરતાં છ મહીના થયાં. અને બે ચાર દિવસથી કચરે પડતે બંધ થયો. એટલે મહંમદ સાહેબને થાય છે, હવે કેમ કચરો પડતે નહીં હોય? મહંમદ સાહેબ તપાસ કરવા તે બાઈને ઘરે જાય છે, બાઈ બિમાર