________________
છેવાં નહીં, ભેદવા નહીં. પરિતાપ–કલામના ઉપજાવવી નહીં- આ ધર્મ શુદ્ધ-નિત્ય-શાશ્વત અને પ્રમાણભૂત છે. જ્ઞાની પુરુષે કહે છે કે- “છ અને જીવવા દે.” Live and let live. તમે પિતે જીવવા ચાહે તે બીજાને પણ જીવવા દે. તમને સુખ પ્રિય હોય, તે બીજાને પણ સુખ આપે. કદાચ તમે બીજાને સુખ ન આપી શકે તે કાંઈ નહીં. પણ બીજાને દુઃખ પહોંચાડવાનો પ્રયત્ન ન કરે.
દુઃખ દીધે દુઃખ હેત હૈ, સુખ દીધ સુખ હોય,
આપ ન હણીયે અવરકું, તે આપકો ન હણે કોઈ સુખથી સુખ મળે છે, દુઃખ દેવાથી દુઃખ મળે છે. તમે કોઈને ન હણે તે તમને હણનાર છે કોણ? આજે માનવીને બીજાને દુઃખ દેવું છે, પણ પિતાને સુખ જોઈએ છે, બીજાને છેતરવું છે, અને પિતાને છેતરાવું નથી.
આચારાંગસૂત્ર કહે છે કે–“હે આત્મા, તું જેને મારવાનો વિચાર કરે છે તે તું પિતે જ છે. જ્યાં તું દુઃખ કરવા ઈચ્છે છે ત્યાં તુ પોતેજ છે. જેને તું પકડવા ઈચ્છે છે ત્યાં તું પોતે જ છે. જેને તું મારી નાખવા ઈચ્છે છે ત્યાં તે પોતે જ છે. ખરેખર આવું સમજીને સપુરૂષ મૈત્રીભાવ કરે. તમે જ તમારું ભાવપૂન કરી રહ્યા છે. આત્માને છેહ દેવાથી તમે ડુબશે કે તરશે?
વાનગી ખારી, તુરી, કડવી, તીખી, ખાટી, મીઠી, રે જીમ તું ખાધા કરે જાહેરમાં ને ખાનગી; કડવાશ કારેલા તણી તે ટેરવા પર સંઘરી,
મીઠાશ ક્યાં છુપાવી છે, પેંડા અને દુધપાકની ! અનેક જાતની વાનગીઓ તું ખાય છે, દરેક જાતનાં સ્વાદને તું આવાદ કરે છે. કડવા મીઠા બધા રવાદ લે છે, છતાં જીભને ટેરવે કારેલાની કડવાશ લાવે છે. તે દુધ પાક વિની મીઠાશ કયાં ચાલી જાય છે? ભાવે છે મીઠાશ અને કાઢે છે કડવાશ ! કોઈને જીવને દુખાવો તે પણ હિંસા છે, કેઈની લાગણી દુભાવવી તેમાં પણ હિંસા છે. બળદીયાના મર્મસ્થાનને આર ભેંકતા કેટલું દુઃખ થાય છે! તેમ તમે કઈને કઠોર શબ્દો કહે, તે આર ભેંકા જેટલું દુઃખ લાગે છે અને આમાં પણ હિંસા થાય છે. કોઈનું : ખરાબ ન કરવું. અને તે સારું કરવું. પણ ખરાબ તે ન જ કરવું. કોઈના હદયમાં દુભવના પિ થવામાં નિમિત્તરૂપ થવું તે પણ હિંસા છે. દુર્જન ગમે તેટલું દુઃખ આપે તે પણ સજજન માણસ માફ કરે છે, પણ કમ એને માફ કરતાં નથી. સમિલે દુભવનાથી ગજસુકુમારને વધને પરિષહ આવે, પણ તેઓએ તે ક્ષમા જ રાખી. સિમિલને જરાપણુ દોષ ન જે.