________________
૩૪૧
=૩૬ ભેદ થાય છે. આ ત્રણ યોગના ત્રણ કરણ = કરવું, કરાવવુ‘ અને અનુમદન આપવું. ૩૬ને ત્રણ કરણથી ગુણીએ એટલે ૩૬ ૪૩ = ૧૦૮ ભેદ થાય. હિંસાના ૧૦૮ લે છે. હિંસાનુ` મુખ્ય કારણુ કષાય છે. તેથી કષાય જેમ બને તેમ એછા કરવા. જીવનની અંદર ફેલાઈ રહેલી અશાંતિનું કારણ આ ચંડાળ ચાકડી છે, તે ભયંકર દુશ્મન છે. હિંસાથી રહિત બની અહિંસાને જેટલી જીવનમાં અપનાવશે! એટલુ શીઘ્ર આત્મકલ્યાણ થશે, વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન...૧૭
ભાદરવા વદ ૬ ને શુક્રવાર તા. ૧૦-૯-૭૧
અહિં ૨૨મા તીથ કર શ્રી નેમનાથ પ્રભુ માર વ્રતનું સ્વરૂપ સમજાવે છે. (૧) અહિંસા વ્રત, તે અલૌકિક વ્રત છે. અહિંસા ઘણા વ્યાપક અર્થમાં છે. જે દયા પાળે છે એની દયા પળાય છે. એક કાયને હવામાં છકાયની હિંસા થાય છે. હિંસા રાક્ષસી છે. અહિંસા દેવી છે. હિંસા મનુષ્યના સદગુણને નાશ કરે છે. અશાંતિને જન્મ આપે છે. અહિંસા ધર્મનું મૂળ છે. દયા, કરુણા અને અનુકપા વિના ધર્મો થઈ શકતા નથી. અર્હિંસા જીવનની મહાશક્તિ છે. સમસ્ત દુ:ખાને દૂર કરવાવાળી રામખાણુ ઔષધિ છે. હિંડસા છે ત્યાં આત્માનુ અધઃપતન છે અને અહિં'સા છે. ત્યાં ઉર્ધ્વગમન છે. યા પાળવી એટલે કાઇ પણ જીવને દુઃખ ન દેવું. દૈયા પાળવી એટલે એક જગ્યાએ બેસી રહેવું એમ નથી. ચાલવું પડે, ખેલવું પડે, બેસવું પડે, ખાવું પડે, પીવુ પડે પણ આ બધી ક્રિયાએ કરતાં યત્ના અને વિવેક રાખવા જોઇએ.
जयं चरे जयं चिठे जय मासे जयं सए ।
નય મુનન્તા માલમ્તા પાવમ' ન વર્। દેશ. અ. ૪. ગા. ૮ દરેક પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરવામાં આવે તે પાપકમ ધાતુ નથી. પણ અયત્નાએ કરાતી કિયા તે પાપ છે. એટલે જ્યાં વિવેકની જ્ગ્યાતિ જલે છે, યત્નાની દૃષ્ટિ છે, જાગૃતસ્થિતિ છે તે અહિંંસા છે, ત્યાં જ ધર્મ છે. માટે જીવનમાં વિવેકની મશાલ લઈને આગળ વધા, વિવેકને તમારા શિક્ષક બનાવે.
અતીતકાળમાં અનંતા તિર્થંકરો થઈ ગયા. અત્યારે તિર્થંકર છે અને ભવિષ્યમાં થશે, તે બધા એમ પ્રરૂપે છે કે, “ સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વને હણવા નહીં,