________________
ઉપાડી લેશે એ ખબર નથી. દાન દેવાની ઈચ્છા થાય તે તરત દાન દઈ દેવું. વ્રત, પચ્ચખાણ લેવાના ભાવ થાય તે તરત લઈ લેવા. ભાવ વિનાના દાન, શિયળ, તપ એ જીવ વિનાના કલેવર જેવા છે.
નિષકુમાર કહે છે કે હું શક્તિમાન નથી એટલે મારે આગારધર્મ લેવું પડે છે. લાખ રૂ. ને હાર ખરીદવાની શક્તિ નથી એટલે હજારને ખરીદું છું. તિર્થ કરે, ચક્રવર્તીએ એથે ગુણ સ્થાનકેથી પાંચમે ગુણ સ્થાનકે આવતા નથી. પણ સીધા સાતમે ગુણ સ્થાનકે જાય છે. શ્રાવકે પૃથ્વીના, પાણીના, તેઉના, વાયુના, વનસ્પતિને જીની સંપૂર્ણ દયા પાળી શક્તા નથી, એટલે તેમાં મર્યાદા બાંધે છે. વ્રત પ્રત્યાખ્યાન નથી, છતાં તેના ફાયદાઓ બરાબર સમજણમાં આવે ત્યારે તે ગ્રહણ કરવામાં મુશ્કેલી નહીં લાગે. આ સંસાર સળગતે છે. એકબીજાની રાહ જોશે તે મરી જશે.
ભગવાન કહે છે ધર્મની ગતિ વધારે, નિષધકુમાર શ્રાવકના બાર વ્રત અંગીકાર કરે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૫૬ ભાદરવા વદ ૪ ને બુધવાર તા. ૮-૯-૭૧
જિનેશ્વરની વાણી એ આધ્યાત્મિક ધ્યાન ધરવાનું સાધન છે. તે કષાયના–વેરઝેરનાં કચરો સાફ કરવા માટે જ્ઞાનરૂપી સાવરણ આપે છે. આત્માને ઉજજવળ બનાવવાનું આવું સાધન બીજે ક્યાંય નથી. જિનેશ્વરની વાણું અદ્દભૂત છે. બાર વ્રતનું સ્વરૂપ આ પ્રમાણે છે. શ્રાવકના બાર વતમાં પહેલું અહિંસા વ્રત -જ્યાં હિંસા નથી તે અહિંસા વ્રત. કોઈ જીવની હિંસા ન કરવી. “હર્ષ ના તો રા” પહેલાં જ્ઞાન અને પછી દયા આવે. જીવનું સ્વરૂપ જાણ્યા વિના દયા કેની પાળે? જેનામાં જ્ઞાન નથી એ પશુ જે છે. જે ચેતન-અચેતનના લક્ષણને સમજો નથી, જેણે જીવ-અજીવનું સ્વરૂપ જાણ્યું નથી, તેને સંયમી કેવી રીતે કહે? મોટી મોટી વાત કરે, લેકચર આપે, તેને છે કાયનું, જીવ અજીવનું જ્ઞાન ન હોય તે તે દુનિયામાં ડાહ કહેવાશે, પણ ધર્મથી દુર છે. હિંસા ત્યાં હેળી છે. અહિંસા ત્યાં દિવાળી છે. તમને શું ગમે? હેળી કે દિવાળી? દિવાળી ગમતી હોય તે હિંસાથી દૂર રહે. આ જ્ઞાની પુરુષનું ફરમાન છે. એ માટે પ્રથમ જાણપણું કરે,