________________
જગજીવન જગ વાત છે, માતા શિવા દેવીને નંદ લાલ છે, સુખ દીઠે સુખ ઉપજે, દશને અતિહી આનંદ લાલ રે...જગ... આંખડી અમીરસ પાંખડી, અષ્ટમી રાશી સમ ભાલ લાલ રે,
વદન તે પુનમ-ચાંદલે, વાણી અતિહી રસાળ લાલ જગ. ભગવાનના મુખદર્શનથી આનંદ આનંદને અનુભવ થાય છે.
“यै शान्तरागरुचिभिः परमाणुभिस्तव, निर्मापित त्रिभुधनैकललामभूत ।
तावन्त एव खलु ते प्यणवः पृथिव्या, यत्ते समानमपरं नहि रुपमस्ति ॥ (१२)
ભગવાનના ગુણગાન કરતાં માનતુંગ આચાર્ય કહે છે, ત્રણ ભુવનમાં અદ્વિતીય શણગાર રૂપે હે પ્રભુ! તમારા અંતરમાં સમરસ પ્રગટેલે છે અને તેને ભાવ તમારા મુખમંડળ પર બરાબર તરવરે છે. તેથી તમે શાંતરસની સાક્ષાત મૂતિ હે તેવા જણાવ છે. તમારા જે શાંત રસ અન્ય કોઈ વ્યક્તિના મુખ પર જોવામાં આવતું નથી. તેથી મને એમ લાગે છે કે આ જગતમાં શાંત રસના જેટલા પરમાણું હશે તે બધાં તમારું નિર્માણ કરવામાં વપરાઈ ગયા હશે. જે એમાંના પરમાણુ શેષ રહ્યા હેત તે તમારા જેવી અન્ય શાંત મૂર્તિ અવશ્ય નિર્માણ થઈ હત! પરંતુ એવી શાંત મૂતિ અન્ય કોઈ નિર્માણ થઈ નથી. તાત્પર્ય એ છે કે ભગવાનનું રૂપ અનેખું છે. જેની સરખામણી આ જગતની કોઈ વસ્તુ સાથે થઈ શકે તેમ નથી. ભગવાનમાં જરાય ઉકળાટ નથી, કષાય નથી, ભ્રકુટી ચડતી નથી. દુઃખ દેનાર ઉપર પણ નેહ વરસાવે છે. કેઈ મને દુઃખ આપે નહીં એ નિર્ણય પાકો છે. આપણને આ નિર્ણય પાકો નથી. કર્મ છે તે નિમિત્તે હજાર મળવાના. પણ ઉપાદાન પિતાનું જ છે, હજારો માણસે ચાલ્યા જતા હોય અને એકને માથે ઝરૂખો પડે, અનેક પથિકે વૃક્ષ નીચે વિસામો લેતા હેય. વખત થતાં બધા ચાલ્યા જાય. એક માણસ બેઠો રહે અને ઝાડ પડે. ઝાડનું પડવું એનું નિમિત્તમાત્ર છે.
કમ છોડશે ના તને કોઈ કાળે, જનમ જ્યાં ધરે તું,
તેને ત્યાં સંભાળે, કરમ છોડશે ના.” હે ભાઈ! તને કર્મ છોડશે નહીં. જ્યાં જન્મ લઈશ ત્યાં આવીને ઉભાં રહેશે. કેટલા ભવના કર્મ આવે? અસંખ્ય ભવનાં કર્મો આવે. કર્મની સ્થિતિ અસંખ્ય કાળની છે. પ્રવાહ આશ્રી કમર અનંતકાળથી છે. ગમે તે ભવમાં કર્મ આવી પડે છે. ફૂલની પથારીમાં સુતે હેય અને કેન્સર થાય છે. જુવાનજોધને T. B. થઈ જાય છે. તે કોઈની સેવા કરવા ગયે ન હતે છતાં T. B. કેમ થયે? ગમે ત્યાં જન્મ લઈશ, મેરૂ પર્વત ઉપર જઈશ કે ધરતીના પેટાળમાં જઈશ પણ કર્મ છોડશે નહીં. કર્મ બંધના કારણે પાંચ છે. (૧) મિથ્યાત્વ (૨) અવત (૩) પ્રમાદ (૪) કષાય (૫) અશુભ ગ, કર્મ પ્રમાણે અવતાર મળે છે,