________________
તેથી રસ્તા પર બેસે અને ત્યાંથી પસાર થતાં માણસો સામે હાથ લંબાવે. થોડું ઘણું મળી રહે અને ગુજરાન ચલાવે, એક વખત એક સજજન પુરૂષ ત્યાંથી પસાર થાય છે. પેલે વૃદ્ધ હાથ લંબાવે છે. સજજન કહે છે - મારી પાસે કંઈ નથી, માત્ર ચણા છે ભખથી વ્યાકુળ એ વૃદ્ધ કહે છે. ભલે મને ચણા આપે, મને તે ભુખ લાગી છે. પિટ ભરવાનું કામ છે. સજજન તે ચણ આપીને ચાલ્યો જાય છે. પેલે ભિખારી ચણા ખાવા જાય છે. અને ચણામાં સેનામહેર જુએ છે. ભીખારી વિચારે છેઃ અરે સજ્જન પુરૂષ મને ચણ આપ્યા છે, સેનામહેર નથી આપી, ભુલમાં સોનામહોર આવી ગઈ છે. સોનામહોર ભિખારીના દિલમાં ગડમથલ મચાવે છે. તેનું મન કહે છે. લઈલે ને? તું કયાં શેરી કરવા ગયે છે! આત્મા ના પાડે છે. અરે ! અનીતિનું કેમ લેવાય? મન અને આત્માનું યુદ્ધ થાય છે અને આત્માનો વિજય થાય છે. આજે માનવી જાણી જોઈને જુઠ્ઠાણું ચલાવે છે. પાપ સિફતથી કરે છે. બીજાના ગળા રહેંસી નાંખે છે.
પાપ તણા પલ્લામાં સત્યનું વેચાણ છે, પુણ્ય તણા પલામાં ખોટને વ્યાપાર છે, લક્ષમીના લાડકા થવાના એને કોડ છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે! જન્મીને મરી જવું એટલીજ વાત છે,
એમાં તે માનવીને કેટલી પંચાત છે ! લક્ષમીના માનીતા થવા ઈચ્છતા કે સત્યનું વેચાણ કરે છે. પુણ્યનું પલ્લું પેટમાં જાય છે અને પાપનું પલ્લું વજનદાર થતું જાય છે. જન્મીને મરી જવાનું છે એમાં માનવી કેટલા પ્રપંચ, અનીતિ વિગેરે કરી રહ્યા છે. બીજે દિવસે સવાર પડયું. પેલે સજજન ફરવા નીકળે. વૃદ્ધ ભિખારીએ તેને શોધી કાઢયે. અને કહ્યું, , આ તમારી સેનામહોર, તમે મને ચણ આપ્યા હતાં તેમાંથી નીકળી છે.” ભલા ભાઈ તું તે ગરીબ છે. આ સોનામહેર તને રાખવાનું મન ન થયું ! તું પાછી આપવા કયાં આવ્યું? સજજને સાશ્ચર્ય વૃદ્ધને પૂછયું. વૃદ્ધ જવાબ આપે, સાહેબ! હું સોનામહોર લઈ ગયે પણ ઘરે ઝગડો થયે. આખી રાત ઉંઘ ન આવી. સજજને કહ્યું, તારે વળી કયાં ઘર છે! તું તે કહેતું હતું ને હું તે એળે જ છું, ત્યાં કેની સાથે ઝગડે થયો? પિલા વૃદ્ધે કહ, આ શરીર રૂપી ઘરમાં મન અને આત્માને ઝગડો થયે. મન કહે છે. અરે મુખ! લઈ લેને ડાહ્યો થઈને! શું કામ પાછું આપે છે? જ્યારે આત્માએ ના પાડી. સુખ! જેટલું અણહક્કનું પચાવીશ એટલું વ્યાજ સાથે ભરવું પડશે. અંતે આત્માને વિજય થયે. અને તેથી તમને આ સોનામહોર આપવા આવ્યો છું.
તમે અનીતિ, અત્યાચાર કરે ત્યારે તમારે આત્મા શું એમ કહે છે કે આવું અનીતિનું