________________
કાકલુદી કરવા માટે ? તું શ્રીમંતના ગાણું ગાય છે. પણ આ તે બધા ખુશામતીયા છે,
આને જરા ઠીક રાખીશ તે માટે શ્રાવક થાશે. મને કામ લાગશે.” આવો વિચાર સાધુને ન હોય. શરીરને પણ ખપ નથી. તે બીજાઓનું શું પ્રજને છે? ભૂખ લાગે તે પણ ધર્મના માટે ભુખ સહન કરવી.
“ધર્મ કાજે ક્ષુધા ઠડી, તૃષા તાપ તથા ભય,
સહે તે દુઃખને માની, દેહ દુઃખે મહાફળ.” ટાઈફેઈડ થયેલ હોય અને ૪૧ દિવસ ન ખાધું તે તે લાંઘણું કહેવાશે. દેહની આરોગ્યતાના લક્ષ વિનાના ૪૧ દિવસ ઉપવાસ કરે તે આત્મા માટે કર્યા કહેવાય. શરીર સશકત છે. બે જેટલા પચી શકે છે. છતાં પણ ધર્મ માટે કરૂં છું. મલ્યું છે. પણ મારે તે કર્મ અપાવવા માટે ઉપવાસ કરવા છે. કર્મને હંફાવવા છે. મેહરાજાને નમતું નથી આપવું. આ કાયા પાસે જેટલું કામ લેવાય એટલું લેવાનું છે. ભગવાન શીયાળાની કડકડતી ઠંડીમાં જે બાજુથી હવા આવતી હોય તે બાજુ ધ્યાન ધરી ઉભા રહે છે. કમ સામે અણનમ ઉભા રહી આત્માનું સાધે છે. આજે તમને જરા ઠંડી લાગે તે રજાઈઓ એાઢીપિઢી જાય છે, અને ગરમી થાય ત્યારે પંખે ચાલુ કરે છે. જરાક ગરમીથી કેવા આકુળવ્યાકુળ થાવ છેજ્યારે તીર્થકર બધા રાજકુમાર હતા. અઢળક સાહાબીના સ્વામી હતા, છતાં તે બધાને લાત મારી ધર્મને ખાતર બળબળતા તડકામાં કાઉસગ કર્યા, આત્માને ખાતર ભૂખ સહન કરી. તેથી ભગવાનને શરણે ગયેલા સાધકે પણ મૃત્યુને સ્વીકારવા તૈયાર થયા. તડકામાં પાણીની તરસ લાગતાં પ્રાણ જવા પર બેઠા હેય છતાં પણ ધર્મને છોડવા તૈયાર ન થાય.
ગમે તે ભય હોય, ગમે તેવા બેંબ ફૂટે એ અવાજ આવતા હેય, મોટે સર્ષ કંફાડા મારતે આવતે હેય તે પણ સાધક ઠંડો રહેશે. જેને ભગવાનનું શરણ સ્વીકાર્યું છે તેને કદી વાંધો આવતું નથી. ભક્તામર સ્તોત્રમાં–
प्रच्योतन्मदाऽऽविल विलाल कपोल मूल, मत्त भ्रमद् भ्रमर नाद विवृद्ध कोपम् ऐरावताऽऽभमिमुद्धतमापतन्तम् , द्रष्टवा भयं भवतिनो भवदाऽऽश्रितानाम् ॥३८॥
હાથીઓના ગંડસ્થલ ભેદીને તેમાંથી પડી રહેલા શ્વેત અને લેહીથી ખરડાયેલાં એવા મોતીઓના સમૂહથી પૃથ્વીના કેટલાક ભાગને શેભાયમાન બનાવેલ છે. તથા જે છલંગ મારવાને તૈયાર છે અથવા છલંગ મારી ચૂકેલે છે એવો સિંહ પણ હે ભગવાન! તમારા ચરણ કમળરૂપી પર્વતને આશ્રય લેનાર મનુષ્ય પર આક્રમણ કરી શકતું નથી. જેને ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એને કદી વાળ વાંકે થતું નથી. શરીર માટે બધું સહન કર્યું છે, આભા માટે કાંઈ કર્યું નથી. ડાયાબીટીસવાળાને ડેકટર કહે-તમારે