________________
૩૩
ધગશ નથી. ધમને પ્રચાર કેમ થાય અને આત્માની ઉન્નતિ કેમ થાય એ જોવું તે દરેક જેનનું કર્તવ્ય છે.
ભગવાન નેમનાથ પ્રભુની વાણીને પ્રવાહ વહી રહ્યો છે. શ્રોતાજન જેમ જેમ સાંભળતા જાય એમ ખ્યાલ આવે છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ ચાલે છે. ઉદ્ધાર કરે હોય તે હવે ભગવાનને શરણે જવું જ પડશે. એક દેખતે સે અને ઉગારે. મોહથી ઘેરાએલા બધાં અંધ છે. જ્ઞાની કહે છે, આ મેહની પરંપરા પેઢી દર પેઢીથી ચાલી આવી છે. રૂપ ફરતાં ફરતાં વાસનાને જુએ છે, અને રૂપ અને વાસના પરણે ગયા. એમને એક દિકરે થયે. એનું નામ રાગ પાડયું. રૂ૫ એને બાપ અને વાસના એની મા. રાગ જુવાન થયે. અને મમતા નામની છોકરી સાથે લગ્ન થયાં રાગ અને મમતાએ મોહને જન્મ આપ્યો. મોહ મોટો થયો. માયાના પરિચયમાં આવ્યો. પરિચય પ્રણયમાં પરિણમે. અને એમાંથી ઈર્ષાએ જન્મ લીધે. ઈર્ષાએ વેરને વરમાળા પહેરાવી અને આ ધરતી ઉપર દુઃખે જન્મ લીધો. દુઃખે અપરિણિત જ રહેવાનો નિર્ણય કર્યો. દુઃખે આવે નિર્ણય ન લીધે હેત તે તેને પરણત કેશુ? દુઃખ આવ્યું કયાંથી, તે સમજાય તે -દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ મળી રહે. નેમનાથ પ્રભુ આ વાત સમજાવે છે, અને નિષકુમાર સાંભળી રહ્યા છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...૫૫ ભાદરવા વદ ૩ ને મંગળવાર તા. ૭-૯-૭૧
ભગવાન નેમનાથ દ્વારિકામાં પધાર્યા છે. નિષકુમાર પ્રભુની અમૃતમય વાણીનું પાન કરી રહ્યા છે. મીઠી મધુરી વાણી સાંભળતા નિષધકુમારના હૈયામાં અપૂર્વ આલ્હાદ ઉત્પન્ન થાય છે. ૬૯ ક્રોડા ક્રોડી સાગરના કર્મને ખપાવી સભ્ય દર્શનને પ્રાપ્ત કરે છે. પ્રભુની વાણી સત્ય છે. પ્રમાણ ભૂત છે. એવી ભાવના ભાવતા સાચુ સમજાણું એટલે શ્રધા થઈ. પહેલા સમ્ય દર્શન આવે પછી વ્રત-પચખાણું ગ્રહણ કરે. નિષકુમાર વાણી સાંભળીને ભીંજાઈ ગયા છે. ભગવાન કહે છે એ માર્ગ સાચે (અને સત્ય) છે. આ વાત હૈયામાં ઉતરી ગઈ. વરતું સમજી ગયા પછી મારામાં કેટલી તૈયારી છે એ જોવાનું છે.
આર્યકુળમાં જન્મ, પાંચ ઈન્દ્રિયની પરિપૂર્ણતા, ઉત્તમ ધર્મ, સદગુરૂને જેગ અને વીતરાગ પ્રભુની વાણુઃ આ બધું મહાપુણ્યના ઉદયથી મળે છે.