________________
હું સિદ્ધ જે છું. સિદ્ધને તપ, જપ અને ધ્યાનની જરૂર નથી. એમ મારે પણ કાંઈ કરવાની જરૂર નથી. તે ક્યાંયને નહીં રહે. નિશ્ચય દષ્ટિએ આત્મા સિદ્ધ જે છે. છતાં વ્યવહારે મલિનપર્યાયમાં છે. વર્તમાન પર્યાયમાં અશુદ્ધિ છે. તેને દુર કરવા જ્ઞાનયુક્ત ક્રિયા દ્વારા પુરુષાર્થ તે કરવું જ જોઈએ. સિદ્ધની પાસે અનંતજ્ઞાન છે અને આપણે કેમ કઈ જાણી શકતા નથી? આપણી વચ્ચે મેહની દિવાલ છે. આજને વૈજ્ઞાનિક ભૌતિક સુખના સાધને આપે છે. એમ વીતરાગી વિજ્ઞાન આત્મિક સુખનાં સાધને આપે છે. ટેલિવિઝન તથા રેડીઓ દ્વારા અહીં બેઠા દિલ્હીમાં બેઠેલાને જોઈ શકાય છે. અને સાંભળી શકાય છે. આવાં સાધને જીવનને સાચા સુખથી વિમુખ બનાવે છે.
પહેલા કોડીયાં હતાં. તે ગયાં. હરિકેન લેમ્પ આદિ આવ્યા અને ગયા. આજે ટયુબલાઈટ આવી. રાત્રે પણ દિવસ જેવા પ્રકાશની અનુભૂતિ કરાવે. આજે બહારને પ્રકાશ વધે. પણ અંતરને પુછી જુઓ કે અંતરને પ્રકાશ વધે કે ઘટ! આજે એક માણસને ફ્રીઝ હોય અને બીજાને ન હોય તો હૈયામાં બળતરા થાય છે. અમે બંને પાંચ વર્ષથી અહીં આવ્યાં. તેને ત્યાં અદ્યતન રાચરચીલું રેડીયો, ફેન, સેફાસેટ આદિ બધું આવી ગયું. અને હું ગરીબ રહી ગયે. મારે ત્યાં પણ આવું બધું હોય તે કેવું સારુ! આવા વિચારે માણસ દિલગીર બને છે. આવું બધું મેળવવા માટે તે દીન બની જાય છે. એનામાં લઘુતા આવે છે. જ્યારે સાધન આવે ત્યારે ઉંડાણથી વિચારે કે તમારું આત્મિક ધન વધે છે કે ઘટે છે? ગુણેમાં વૃદ્ધિ થાય છે કે ગુણે લુપ્ત થાય છે? સાધન નહતાં ત્યારે અન્નવરામાં પુણ્યવરો થતું. સાધને વધતાં લેભ એડ કરવાની ભાવના ચાલી ગઈ રોટલીની કણક, કેરીને રસ, શાકભાજી, ભજીયા આદિ અનેક ચીજો ફ્રીજમાં રાખે છે. અને બહેને બીજે દિવસે વાપરે છે. જેનેનું જૈનત્વ કયાં ચાલ્યું ગયું? દેશ મુકી પરદેશ આવ્યા. સાથે ધર્મ પણ દેશમાં ચાલ્યા ગયે? દાન, શીલ, તપની ભાવના જે આપણી ગળથુથીમાં હતી, તે ચાલી ગઈ. વિજ્ઞાને માનવીને સુખનાં સાધને આપ્યાં. આજે માનવી આવા સાધનથી જાતને સુખી માને છે. પણ સદ્ગુણથી ઘટતા જાય છે. વિજ્ઞાનથી રોજ માનવી નવીનતા પ્રાપ્ત કરે છે. દરીયામાં રત્નના ઢગલા પડેલા છે. જે આ રત્નને વૈજ્ઞાનિક દ્વારા બહાર કાઢવામાં આવે તે બધા પૈસાદાર થઈ જાય. જેમ દરિયામાં પ્રજાને ભર્યો છે એમ હૃદયમાં પણ ખજાને છે. એને બહાર કાઢ. બહાર કાઢીશ તે ઘણે આનંદ મળશે. સુખને સાગર છલકાઈ જશે. બહારનાને પરિચય વધાર્યા. પણ આત્માને પરિચય કદી ન કર્યો. ૨૪ કલાકમાં એક કલાક પણ એવી ખરી, કે જ્યારે તમે તમારી સાથે વાત કરી શકે !
एगो मे सासओ अप्पा, नाणदंसण सजुओ। सेसा मे बाहिरा भावा, सव्व संजोग लक्खणा )