________________
३२०
મહ શે છે? આ તે ધુતારાપુર પાટણ છે. આ દુનિયામાં બધા લુંટાર છે. બધા સ્વાર્થના સગા છે. તમે કયાં ઉભા છે! મેહની છાયામાં આવી ગયા છે, મોહ દશામાં આવી ગયા છે. રાગદ્વેષને જ પિષ્યા છે. આત્મા માટે કદી વિચાર કર્યો નથી. ભગવાન સાચે માર્ગ બતાવે છે.
જાલી અણગારે ગુણરયણ સંવત્સર તપ કર્યો. તેમાં પ્રથમ માસે એકાંતર ઉપવાસ કરે. દિવસે સૂર્યની આતાપના લે. આ દિવસ ઉકડું આસને રહે. રાત્રે વીસસને-એટલે ખુરશી પર બેઠા હોય અને કઈ ખુરશી લઈલે તે પણ એ જ સ્થિતિમાં રહેવું તે વીરાસન કહેવાય. રાત્રે વસ્ત્ર રહિત બની ધ્યાન ધરે આમ રાત્રિ દિવસ સ્વાધ્યાય અને ધ્યાનમાં પસાર કરે. બીજે માસે છઠ્ઠ છઠ્ઠના પારણા કરે. ત્રીજે માસે અઠ્ઠમ અમના પારણા કરે. એ રીતે સેળમે માસે સોળ ઉપવાસના પારણે સેળ ઉપવાસ કરે. આજે તે એક પૌષધ કર્યો હોય તે પણ દિવસે બે કલાકની ઉંઘ લે. અહીં ઘરને થાક ઉતારવા આવે છે કે સાધના કરવા?
ભગવાનનાં એક એક સાધુ આત્માથ-મેક્ષાથી છે. ભગવાનને ધેધમાર બેલ વહી રહ્યો છે. સાધુઓ, શ્રાવકે સમકિતીજી આદિ અનેક ભવ્ય વાણીનું પાન કરી રહ્યા છે. સૌ સૌની લાયકાત પ્રમાણે ગ્રહણ કરે છે. નિષકુમાર પણ ધર્મ દેશના સાંભળે છે. હવે શું આવશે તે અધિકાર અવસરે.
વ્યાખ્યાન નં ૫૩
ભાદરવા વદ ૧ રવિવાર તા. ૫-૮-૭૧
બારમા ઉપાંગમાં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર પ્રભુ પાસે પહોંચ્યા છે. પ્રભુ દેશનામાં બે પ્રકારના ધર્મ બતાવે છે. (૧) આગાર ધર્મ. (૨) અણુગાર ધર્મ, સર્વ વિરતી એ સાધુને અણગાર ધર્મ છે. જ્યારે શ્રાવકનો ધર્મ એ આગાર ધર્મ છે. અને ધર્મ શા માટે છે? આત્માને પરમાત્મા બનાવવા માટે આ ધર્મ છે. કર્મને ટાળવાની અપ્રમત્તદશાને પ્રાપ્ત કરવાની આ પ્રયોગશાળા છે. પ્રયાગ જેટલા પ્રમાણમાં સફળ એટલે આનંદ થાય. માનવજીવન એટલે આત્મશુદ્ધિની પ્રયોગશાળા. જેટલે અંશે પુરૂષાર્થ ઉપડે તેમાં જેટલી સફળતા પ્રાપ્ત થાય તેટલે આત્મા ઉંચે જાય. આત્માનું અસલી સ્વરૂપ નિર્વિકારી છે, આપણે વિભાવ દશ માં પડયા છીએ. કોઈ મનાવી લે કે,