________________
૩૧૯
છે. કણ એ દુષ્ટ-પાપી છે કે જે મારા પુત્રને માર્યો! ઘડી વારમાં મુછી આવી ગઈ. શુદ્ધિમાં આવતાં પુત્રનાં મારનારને શેધવા નીકળે છે. અને પગલાં ગતતી ગોતતી
જ્યાં રામચંદ્રજી છે ત્યાં આવે છે. રામચંદ્રજી ઉભા છે અને રૂપરૂપના અંબાર જેવી એમની કાયા છે. બલિષ્ઠ અને કદાવર દેહ છે. આ જોઈ તેને એમ થાય છે કે અરે ! આ કે સુંદર પુરૂષ છે, અને હું વડું, ઘડીવારમાં મોહમાં અંધ બનેલી દીકરાના મૃત્યુને ભૂલી જાય છે. તેની પાસે પૈકીય લખ્યી છે તેથી રૂપવતી બનીને રામચંદ્રજી પાસે જાય છે. વિકારને વળગાડ કેટલો ખરાબ છે? એક સડેલી કૂતરી પાછળ કેટલાય કૂતરાઓ ભમે છે. ચારે ગતિમાં વિષયની પણ બહુ ભયંકર છે. સુર્પણખા રામચંદ્રજી આગળ આવી વિષયની માગણી કરવા બનાવટી વાત રજુ કરે છે. તે ઉત્તમ પુરુષ! આપ મને ગ્રહણ કરે. હું વિદ્યાધરી છું. એક વિદ્યાધર મને ઉપાડી જતું હતું. તેમાં બીજા વિદ્યાધરે મને જોઈ અને એ પણ મારા પર મુગ્ધ બન્ય. બંને વચ્ચે યુદ્ધ થયું. બંને સમાન બળવાળા હતાં. એકબીજાના શસ્ત્રથી બંને મરાયા. અને હું નિરાધાર અવસ્થામાં આપની પાસે આવી છું. આપ મારે અવશ્ય સ્વીકાર કરે. રામચંદ્રજી કહે છે, અરે આ એક સીતાની ઉપાધિ છે, એમાં તને કયાં રાખું? વળી મારે એક પત્નીવ્રત છે, માટે તું લક્ષમણ પાસે જા. પછી તે લક્ષ્મણ પાસે જાય છે, અને કહે છે, તમે મારા પતિ બને, લક્ષમણ કહે છે, તમે પહેલા મારા ભાઈ પાસે ગયા એટલે તમે મારી માતા સમાન છે. હું આપને ગ્રહણ કરી શકું નહિ. માટે રામચંદ્રજી પાસે જાવ-એ જ એગ્ય છે, મારી પાસે નહીં. આમ બંને એકબીજા પાસે મોકલે છે, અને આમથી તેમ હડસેલે છે, પણ કોઈ તેને સ્વીકાર કરતું નથી. આથી સુર્પણખાને ખૂબ ગુસ્સો આવે છે, અને ત્યાં દીકરો મરી ગયે તે યાદ આવે છે.
“ દુઃખના દરિયામાં ડુબવાને લાગ્યું, ડુબતાને સંતે આવીને ઉગાર્યો, હતે સ્વરૂપથી અજાણ, તેની કરાવી પીછાણ, ભવથી મુક્તિ રે મળે,
ચેતન ચાલો રે, હવે સુખ નહિ પ૨માં મળે. સંપૂર્ણ અસંગદશા સર્વશ્રેષ્ઠ છે. તેને પ્રાપ્ત કરવા સત્સંગની જરૂર છે. સંતે દુખના દરિયામાં ડુબતાને ઉગારી સ્વસ્વરૂપનું ભાન કરાવે છે. આજ સુધી સ્વરૂપથી અજાણ હતું. તેની પીછાણ કરાવે છે. સ્રસંગ જુલાબ રૂપે છે. પેટમાં કચરો હેય તે જુલાબ લેવાથી નીકળી જાય છે. તેમ જીવનમાં વિભાવભાવને, સંગદશાને કચરો છે તેને સત્સંગ દૂર કરાવે છે. જે ભગવાનને શરણે ગયે તેને સગા-સ્નેહી પરિવાર પર મુચ્છ ન રહે. ભગવાનને શરણે ગયેલાની સાધના સાંભળી છે? છોકરાને ડમ્બલ ન્યુમોનીયા થયે હોય તે એની મા રાતના ઉજાગરા કરે છે. આત્મા માટે કઈ દિવસ ઉજાગરા કર્યા છે? શરીરને શણગાર્યું છે પણ શરીર ઢગ દેશે. શરીર તમારું નથી તે આટલે બધે