________________
૩૮ અને મારે મારી ઓળખાણ કરવી છે. એટલે સંગ છોડશે એટલા ભગવાનની નજીક આવશે. અનાદિ કાળથી શરીરને સંગ ગમે છે. તેને છોડવું ગમતું નથી.
તન દુર્બલ હેને કે ભય સે, તેને તપ વ્રત કિયા નહીં,
સામાયિક એકાશન કરકે, શુદ્ધ ભાવરસ પિયા નહીં, પુષ્ટ બનાયા જિસે રાતદિન, ખિલા પિલાકર ભોજન પાન,
વહ શરીર ભી તુઝે છોડ કર, હે જાતા હૈ નષ્ટ નિદાન કઈ કહે કે આજે તમારે મારે ઘરે જમવા આવવાનું છે. જે ન આવે તે તમને મારા છોકરાના સેગન છે. જમવા જાવ અને ઘીને લચપચતે શી તથા પુરી, ખમણ, પીરસે જમવા માંડે ને ? આ પદાર્થો તમારાથી જમાશે કે નહીં? ખૂબ આસક્તિપૂર્વક જમશે. પણ ગુરૂ કહે, આત્માને પુષ્ટ બનાવે હોય તે ઉપવાસ કર, અઠ્ઠમ લગાવી દે. તે તરત કહી દેશે એ મારાથી નહિં થાય. ખાવાનું નહિ થાય એમ કેમ નથી કહેતા? શરીરને જ પાળ્યું છે, પોળ્યું છે. ચોવીસે કલાક તેની જ સારવાર કરી છે. સેફામાં લાંબે થઈને સુવે, મખમલના ગાદી તકીયા પર આરામ કરે પણ ઉભા ઉભા ૪૦ લેગસ્સને કાઉસગ કરવાનું કહે તે મારાથી નહીં થાય. પૈસા મેળવવા માટે ડોકટરે ઓપરેશન કરે ત્યારે કેટલાક ઉભા રહે છે. પોલીસો ઉભા રહીને કરી બજાવે છે. દલાલ કેટલી હડીયાં કરે છે? એક જણ માંડ બેસી રહે. આમ પૈસા માટે, દેહ માટે બધું કરવું છે. પણ આત્મા માટે કાંઈ કરવું નથી.
સુપર્ણખાને પુત્ર, રાવણને ભાણેજ, ચંદ્રહાસ ખડ્રગ પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી ઉધે માથે લટકી રહેવાની સાધના કરે છે. એક દિવસ ઉપવાસ અને પારણે મુઠ્ઠી અડદના બાકળા ખાય છે. અંતે સાધના ફળી અને ચંદ્રહાસ ખડ્રગ આવી ગયું, આજે સાધનાને છેલ્લે દિવસ છે. કાલે પારાણું છે, તે વખતે લક્ષમણું આવે છે. અને તિક્ષણ ધારવાળું ચકચકાટ ખડગ જોવે છે, પણ ઝાડીથી વિંટળાયેલ સાધકને જોઈ શકતા નથી. તેઓ ખડ્રગ ગ્રહણ કરે છે. અને કેવું છે તેની પરીક્ષા કરવા ઝાડીમાં ઘા કરે છે. ત્યાં સાધક હણાઈ જાય છે. લોહીથી ખરડાએલું ખડ્રગ જોઈ કેઈ નિરપરાધી મારાથી મરાઈ ગયે એ જાણી લક્ષમણને ખૂબ દુખ થાય છે. તેને રામચંદ્રજી કહે છે. તમે ગંભીર ભૂલ કરી છે. મરનાર સાધકને ઉત્તરસાધક આટલામાં જ હશે અને તે હમણાં આવશે. સાધકે જેના માટે આટલા વર્ષોની સાધના કરી તેના વડેજ તેનું મસ્તક કપાઈ ગયું. પૈસા માટે કાળાબજાર-દગા-ચેરી આદિ કરે છે પણ ખાનાર ખાઈ જશે અને કાળાં કર્મ તમારે લમણે ઝીંકાશે, ત્યાં તમારા કોઈ સગાં ભાગ પડાવવા નહિ આવે. સુર્પણખાના દિલમાં આજે આનંદ છે. પિતાના પ્યારા પુત્રની સાધના પૂર્ણ થઈ છે. અને ખડ્રગ પ્રાપ્ત થઈ ગયું છે. આજે પારણું છે. અનેક ખાદ્ય સામગ્રી ફળાદિ લઈ આવે છે. ત્યાં આવતા પિતાના પુત્રને મરે જુએ છે. અને તેના દિલમાં ખૂબ આઘાત થાય