________________
અનુભવ કરે. તૃષ્ણા રહિત અવસ્થા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. જે મહેનત કરીએ તે શકય બની શકે તેમ છે. પણ માણસ ઘરડે થાય છે છતાં પણ વાસના છોડી શકતા નથી.
"अंग गलित, पलित मुंड, परानविहीन आत तुड, ।
वृद्धो याति गृहीत्वा दण्ड, तदपि न मुचति आशा पिण्डम् ॥" ઘરડે થયે, દાંત પડી ગયા, પેટલાદ પુરમાં માલ પચતું નથી છતાં અનેક ખાદ્ય પદાર્થો ખાવાની ઈચ્છા જાગૃત થાય છે. ચવાતું નથી તે ઊને-ઊને શીરે જઈ એ, સાથે ભજીયા જોઈએ. જ્યાં સુધી ઈચ્છાઓને નાશ ન થાય ત્યાં સુધી નકામું છે. જ્ઞાનદૃષ્ટિથી સમજણ પૂર્વક વૃત્તિઓને વાળતાં શીખશે તે અવશ્ય તમારું કલ્યાણ થશે. સાધન-સગવડતાઓ ગમે તેટલી હશે પણ સાથે કાંઈ આવવાનું નથી. આ દેહ પિંજરામાંથી ચાલ્યો ગયે કે તરત રવાના કરશે. પદગલિક એક પદાર્થ પણ કઈને થયે નથી, થવાને પણ નથી માટે ઈચ્છા પર કાબૂ મૂકો.
તપશ્ચર્યા છાને નિરોધ કરવા માટે છે. સંતેષના ઘરમાં આવી જાવ. સંતેષ નહીં હોય તે શાંતિ મળી શકશે નહિં. શાંતિને સંતોષ સાથે સંબંધ છે. તમારાં હદયના ઊંડાણમાં વિચાર કરીને કહે. શાંતિ કેટલી મળી? આજે સાધને ખૂબ વધી ગયાં છે, તમારા વડીલે પાસે આટલાં સાધન નહતાં, છતાં જીવનમાં શાંતિ હતી. અમુક ટાઈમ ધર્મ-ધ્યાનમાં વિતાવતા. આજે તમારા જીવનમાં વ્રત-નિયમે કેટલા છે? આજે દેડ-ધામ ખૂબ વધી છે. જીવનની જરૂરિયાત એટલી વધારી મૂકી છે કે આ જરૂરિયાતને પૂરી પાડવા દેડા-દોડી કરવી જ પડે છે. આથી શાંતિથી જીવી શકતાં નથી, ધર્મધ્યાન કરી શક્તાં નથી. અને હાય-વેય ઓછી થઈ શકતી નથી. જેના જીવનમાં સંતેષ છે. તે ખરેખર સુખી છે.
ઇંગ્લેન્ડમાં એક મીલર ચઢી ચલાવે છે. તેને આત્મા ખૂબ સંતોષી છે. પેટ-પૂરતું મળી રહે એટલે ચક્કી બંધ કરે અને પ્રભુનું ભજન કરે. તે જ્યારે ચક્કી ચલાવે ત્યારે ગીત ગાતે જાય. “મારે ત્રણ દિકરીઓ છે, એક પત્ની છે, હું મારા રોજીંદા જીવનમાં આનંદ માણું છું. મને રોજનું મળી જાય એટલે વધુ મેળવવાની ઈચ્છા થતી નથી.” મીલર કહે છે હું કોઈની ઈર્ષ્યા નથી કરતે, અને હું એટલે ગરીબ છું કે મારી પણ કોઈ ઈર્ષ્યા કરતું નથી. આ ગીત ગાવાને રજને એને નિયમ છે. એક વખત ઈંગ્લેંડને રાજા ત્યાંથી નિકળે છે. મીલરનું ગીત સાંભળે છે. તેમને થાય છે કે મારી પાસે સત્તા છે, સુખ છે, છતાં જીવનમાં શાંતિ નથી. આ કે ગરીબ છે? છતાં એની પાસે શાંતિ કેટલી છે? રાજા મીલર પાસે આવે છે. અને કહે છે કે તું બેટું ગાઈ રહ્યો છે.