________________
૨૦૧
ગયુ. મારો પણ કેટલેા સામાન મળી ગયા! જોઈએ તેા ગાભાને મલે નવું ધેાતીચુ આપી દઉં. હવે આમાં કયાં સાક્ષી પુરાવેા છે ? ફકીર કોના હાથ ઝાલે? શેઠ સાથે ઘણી મથામણ કરી પણ શેઠ ચસકયાં નહીં. ફકીરનુ મગજ ચસકી ગયું. કેટલાય, પૈસા માટે દરીયામાં પડી જીવન ટૂંકાવી નાખે છે. પૈસા માટે અગ્નિસ્નાન કરે છે. આ ફકીર ઘરે ઘરે રખડે છે “મેરા સમ જલ ગયા” એમ ખુમેા પાડે છે. સૌ કહે છે, આ ફકીર ધાતીયાના ગાભા માટે ગાંડા થઈ ગયા. અન્ત મગજની ધોરી નસ તુટી ગઈ અને મરણુ પામ્યા. ફકીર મરણુ પામીને સુખલાલ શેઠને ત્યાં બાળકરૂપે અવતર્યાં. અરે લાખ રૂપિયાના હીરા આવ્યા અને લાડકવાયેા આન્યા. શેઠ તા ખુશ ખુશ થઈ ગયા. સંસ્થામાં દાન કરે છે, ગરીમાને રાજી કરે છે. દીકરા માટો થતાં તેને પરણાવે છે. શેઠના મુનીમ મહુ વિચિક્ષણ છે. આ આખા પ્રસંગને તે ખરાખર જાણે છે. એક વખત શેઠને કહે છે એક વાત કરૂં ? કહે ને, શેઠે કહ્યુ', પણ આ વાત તમને કડવી લાગશે. એટલે કહેતા નથી. આ સાંભળી શેઠની સાંભળવાની આતુરતા વધી જાય છે અને શેઠ કહે છે. મેલી નાખ ને! સાંભળવા તૈયાર છું. “ આ ખાખાભાઈ હવે છ મહિના માંડ જીવશે.” મુનિમે કહ્યું. શેડ અકળામણ અનુભવતા પુછે છે તું શા ઉપરથી એમ કહે છે? આ દેકરાને કદી માથુ' દુઃખ્યુ નથી. છેકરા ભણીને તૈયાર થયા અને લગ્ન કર્યાં. હજી છમહીના પ નથી થયા ત્યાં આવા અપશુકનના શબ્દો લે છે. મુનિમે ટુંકમાં પતાવ્યુ. મને એમ લાગે છે.” આ વાતને પદ્મર દ્વિવસ થયા ત્યાં છેકરાને તાવ આવ્યા. પાંચ મહીના સુધી તાવ ચડતા ઉતરતા રહ્યો, અન્તે છેકરા મરવાની અણી ઉપર આવ્યેા. શેઠની આંખમાં શ્રાવણ ભાદરવા વરસે છે. શેઠ શેઠાણી અને રૂવે છે. અરે! મારા કયા ભવનાં કમાઁ આડે આવ્યાં ? આ વખતે મુનિમે કહ્યું. અરે શેઠ, તમે ફકીરના હીરા લઈ લીધે. તેના અક્સાસમાં ફકીર મરી ગયા. અને આપને ત્યાં પુત્ર પણે લેણુ પૂરું કરવા આન્યા. લાખ રૂપિયાના હીરાના હિસાબ ચુકતે કરી ચાલ્યા ગયા અને વ્યાજમાં પત્નિને મૂકી ગયા. જીવ અજ્ઞાનને કારણે કેટલાં કમ ખાંધે છે. તે આના ઉપરથી ખ્યાલ આવે છે.
દગાખાજી રમ્યા હોય, અનીતિ કરી હાય, જુઠુ' મેલ્યા હાય, કેટલાયને ફસાવ્યા હાય તા આ સ'વત્સરી પર્વના દ્વિવસે ક્ષમાપના કરો. વેરની આગને એલવે. સવત્સરી પવ ધર્માંની ઝાંખી પડેલી જ્યેાતને –સતેજ કરવા માટે છે. આત્માની શુદ્ધિ માટે આ પવ છે. માયા અને મમતા કાપી સદ્ગુણમાં આવવાના મંત્ર શીખવે છે. ક્ષમા એ મેાક્ષના દરવાજો છે. ક્રોધ કરનાર વિવેક ભૂલી થાય છે, અને શુ' કરે છે એ ખબર પડતી નથી. દૂર પડી ગયેલા માણસને નજીકમાં આવવાનુ` આ પ` છે. તમારે જેની સાથે વેરઝેર હાય એની સાથે ખમાવેા. જ્યાં સુધી જીવનમાં ઝેર છે, કડવાશ છે, ત્યાં સુધી ઉદ્ધાર નથી.
“ વેરથી વેર શમે ન કદાપિ, આગથી આગ મુઝાય ના,