________________
છીએ. સંસારની પ્રવૃત્તિમાં જોડાયા વિના છુટકે થતો નથી, તે આ સંસારમાંથી અમારા મનને નિગ્રહ કેવી રીતે કરે? બુદ્ધ કહે છે. હંમેશા ચાર વરતુનું ચિંતન કરવું. (૧) હું જરાધમી છું. (૨) હું વિગધમી છું. (૩) હું રેગધમી છું. (૪) હું મરણધમી છું.
જરા એ એવી અવસ્થા છે કે જે સર્વને આવે છે. મોટો ચક્રવર્તી હોય કે રાજામહારાજા હોય, દરેકને અમુક ઉંમરે પહોંચતા એ અવસ્થાના ભંગ બનવું પડે છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે સગાસ્નેહીઓ વિમુખ બની જાય છે. જેમ વેલ કરમાઈ ગયેલા કુલોને પરિત્યાગ કરે છે તેમ જ્યારે માણસ વૃદ્ધ થાય છે ત્યારે તેને પરિવાર તેને છોડીને ચાલ્યા જાય છે. અથવા તેણે પરિવારને છેડે પડે છે. પરિવાર તેને ત્રાણ-શરણ નથી. તે પરિવારને ત્રાણ-શરણ નથી. તમે વિચાર કરે કે મારે ઘડપણ નથી જોઈતું પણ તે આવે જ છે.
જોતા જોઈતા ને કયાંથી આવ્યા રે, આવા ઘડપણનાં દહાડલાં, નવા નવા દુઃખડાં લાવ્યા રે, આવા ઘડપણનાં દહાડલા, કાળા ભમર કેશ કેવા હતાં ફાંકડા, રંગ આ કેને પલટાવ્યા રે,
આવા ઘડપણનાં દહાડલા. ઘડપણ કોઈને ન જોઈતું હોય છતાં તે આવે છે. જરા જીવનની એક અવસ્થા છે. જરાધર્મનું ચિંતન સૌદર્યના અહંકારને સમાવે છે. ઘડપણ રૂપ અને બળના અહંકારને ચેલેંજ આપે છે, કે થનગનતું તારૂં યૌવન અને ઝળહળતું તારૂં સૌન્દર્ય મારા આગમનથી નાશ પામી જશે. રૂપ કુરૂપ બની જશે. એકે એક ઈન્દ્રિયનું બળ ક્ષીણ થઈ જશે. તો ક્ષણિકના મેહ શાં! ક્ષણિક ના માન શાં! માટે યુવાનીમાં અહંકાર, અભિમાન છોડી ધર્મ કાર્ય થાય તેટલું કરી લે, ".
મનેનિગ્રહનું (અનાસક્તિનું) બીજું રૂપ છે “હું રાગધમી છું, તેનું નિરંતર ચિંતન કરવું.” આ ચિંતનથી દેહાસક્તિ દૂર થાય છે. હોસ્પિટલમાં જુઓ તે દદીઓને જેઈ કમકમાટી આવી જશે. જ્યારે વ્યાધિ આવે છે, રેગ આવે છે ત્યારે દેહશક્તિ ક્ષીણ થઈ જાય છે. ખૂબ સુંદર રૂપ છે અને માતા નીકળે તે આખા શરીરમાં ચાઠા
થઈ જાય છે.
આ
સનતકુમાર ચક્રવતીને કેટલું રૂપ, સૌંદર્ય હતું? દે તેના રૂપને જોવા માટે આ પૃથ્વી પર આવ્યા. તે રૂપ ચાલ્યું ગયું. અને ૭૦૦ વર્ષ સુધી ભયંકર છે તેમના શરીરમાં રહ્યા. જ્ઞાની પુરૂષ કહે છે તારે નિરંતર વિચાર કરો કે રોગ ક્યારે આવશે તેની ખબર નથી. માટે જ્યાં સુધી યુવાનીને જુસ્સો ઉછળી કુલ્લે છે, જ્યાં સુધી શક્તિ છે,