________________
તંદ્રા મુકી દે આજથી, જાગી હવે કર અંદગી (૨)
કોને ખબર છે કાલની, દેહ તણી દીવાલની (૨) કાચા સુતરના તાંતણ જેવી માનવીની અંદગી છે, રંટીયા અને તકલીથી કાંતેલું કાચું સુતર હેય એને અડતાં તુટી જાય છે. આવી કાચા સુતરના તાર જેવી આપણી અંદગી છે. હવે આત્મા માટે કાંઈક કરવાની પ્રવૃત્તિ કરે.
માજીને દીકરા વિચાર કરે છે કે મા એ પાટા બાંધીને મને ભણાવ્યું. મારે ઉપકાર વાળવાને વખત આવ્યે ત્યાં મા ઉપડી ગયા ! છોકરાને બહુ દુઃખ થયું, પણ કાળ આગળ • કેના ઉપાય કામ આવે છે?
“ચકવતી જેવા ચાલ્યા ગયા, જેની છ ખંડ ફરતી આણ રે, કાળે બધાના કર્યા કેળીયા, જરૂર મનમાં જાણો,
નથી કેઈ રહેવાનું અહીંયા સ્થિર, ઠરીને ઠામ...નથી કેઈ.” અહીં બધાંયે ચાલ્યા જવાનું છે. સ્થિર કેઈ ને રહેવાનું નથી. જેનું છ ખંડમાં એક છત્રે રાજ્ય ચાલતું હતું તે પણ ચાલ્યા ગયા છે
એકવાર ધર્મરાજા (યુધિષ્ઠિર) દાન દેતા હતા. એક પહોર પુરે છે. દાન દેવાનું કાર્ય બંધ થયું, ત્યાં એક બ્રાહ્મણ દાન લેવા આવ્યું. બ્રાહ્મણને ધર્મરાજા કહે છે. કાલ આવજે. આ વાત ભીમે સાંભળી અને આનંદમાં આવી જઈ ભેરી વગાડી. ભેરી તે શુભકામ હોય ત્યારે વાગે છે. બધા દેડી આવ્યા. કેમ આજે શું છે? કેમ ભેરી વગાડે છે? ધર્મરાજા ભીમને પૂછે છે.ભીમ કહે છે. “તમે કાળને જીતી ગયા. આ બ્રાહ્મણને કાલે આવવાનું કહ્યું એટલે કાલ સુધી આપ જીવવાના છે એ નકકી વાત થઈ. એના આનંદમાં ભેરી વગાડું છું” ધર્મશજીને પિતાની ભૂલ સમજાઈ ગઈ અને નિરાશ થઈ પાછાં જતાં બ્રાહ્મણને બોલાવી ગ્ય દાન આપ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે કાળ કયારે આવશે તે કઈ જાણી શકતું નથી.
“તારી કાળ પકડશે એટલી, તારી નીકળી જાશે ગોટલી
ભાણામાં પીરસેલી રહેશે ગરમ કરેલી તારી રોટલી...તારી કાળ” ભાણું પડી રહ્યું અને ખાવા બેઠા ને ભાઈ ચાલ્યા ગયા! કોઈ ચા પીતા પીતા, રકાબી હાથમાં રહી જાય છે અને ચાલ્યા જાય છે. આવા કેટલાય બના બને છે. છતાં માનવીની આંખ કયો ઉઘડે છે? પ્રમાદ ઉડે છે? ધર્મ કાર્યમાં ત્વરિત ગતિ કરવાનું દિલ થાય છે? સુખેથી સૂઈ કોણ શકે? | દેવભદ્ર અને યશોભદ્ર દીક્ષા લેવા તૈયાર થઈ જાય છે. તેમના માતાપિતા ના પાડે છે. બંને બાળકો નાની ઉંમરના હેવા છતાં વૈરાગ્ય તીવ્ર છે. તેઓ કહે છે હે પિતાજી!