________________
રહ્યો, અને એક ભાઈને કહ્યું, અરે ચંપકલાલ! તમને ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા છે, કેમ આપતા નથી? હવે આપી જજે. ચંપકલાલ રેકડો જવાબ પરખાવી દીધું. બીજાને અપાઈ ગયા, હવે આવતા વર્ષે વિચાર કરીશ. વહેલા કેમ ન બોલ્યા? હવે છે ઉપાય રહ્યો ગંગામાં ખેઠવાને. માણસો રોકીને ગંગા નદીને કિનારે ખૂબ ખોદકામ કરાવ્યું, છતાં કાંઈ જડયું નહીં. આટલું કરવા છતાં કંઈ સમજણ ન પડે તે માણેકલાલ પાસે જવું એમ પિતાએ કહ્યું છે. તેથી આ ભાઈ તે માણેકલાલ શેઠને ત્યાં જવા ઉપડયા. પિતાના મિત્રના પુત્રને ઘણું ટાઈમે આવેલ જોઈ માણેકચંદ શેઠે પૂછયું, કેમ આવવાનું થયું ? યુવાને શેઠને પોતાનાં પિતાની અંતિમ શીખામણની વાત કરી. અને કહ્યું, મારા બાપુજીના કહ્યા પ્રમાણે રોજ મીઠું કરીને ખાઉં છું. અને બીજી વાત કરી, પૈસા આપ્યા પછી માંગતો નથી. છેવટે કંટાળે, એટલે એક ભાઈ પાસે પૈસા માંગ્યા. પણ આપ્યાં નહીં. ત્રીજી વાત તડકામાં દુકાને ન જવું તે પણ બરાબર પાળું છું. મેં દુકાનથી ઘર સુધી તાડપતરી નાંખી છે. અને જેથી વાત કરી ગંગામાં છેદવું મુશ્કેલી આવતાં ગંગાકિનારે મેં બધું ખોદી નાખ્યું, પણ કાંઈ મળ્યું નહીં. છેવટે તમારી પાસે આવ્યો છું. આપ મને યોગ્ય માર્ગદર્શન આપો. શેઠે કહ્યું, દુકાનેથી આવ્યા પછી તને જવાબ આપીશ. તું અહિં નિરાંતે બેસજે. ભાઈ તે બેઠા. ૧૨ વાગ્યા. ભૂખ બરાબર કકડીને લાગી. હજુ શેઠ ન આવ્યા. રાહ જોઈ જોઈને થાકી જાય છે. છેવટે એક વાગે શેઠ આવ્યાં. અને ઘરમાં કહ્યું, ત્રણ દિવસને રોટલે લાવે. સાથે છાશ અને મરચું આપજે. યુવાનની પાસે આવી પૂછે છે કેમ રમેશ! “કેવી ભુખ લાગી છે?” કાકા, બહુ ભૂખ લાગી છે. હવે તે રહેવાતું નથી–લે હવે આ ખાવાનું આવ્યું, ખાઈ લે. એણે એ રોટલ-છાશ ખાધાં. સુકો રેટ પણ બહુ મીઠે લાગ્યો. શેઠે પૂછયું, કેમ ખાવાનું ફાવ્યું હતું કાકા. ભુખ એટલી લાગી હતી કે રેટ પણ મીઠો લાગે. માણેકચંદે કહ્યું, તારા બાપુજીએ મીઠું કરીને ખાવાનું કહ્યું હતું. એટલે ખરી ભુખે ખાવું. ભુખ લાગે ત્યારે ખાવું. પણ મિષ્ટાન્ન ઉડાવવા એમ નહીં. રમેશે કહ્યું, કાકા ! મને આ વાત સમજાણું નહી. હવે બરાબર ધ્યાન રાખીશ. જ્યારે બીજી વાત “આપીને માંગવું નહીં.” શેઠ રમેશને દુકાને લઈ ગયાં. થોડી વારમાં એક માણસ આવ્યો અને તેણે કહ્યું, શેઠ! પેલા હજાર રૂપિયા લઈ ગયે હતું તે યે અને ભારે હાર લાવે. શેઠે કહ્યું, જે રમેશ! કઈ પૈસા લેવા આવે તે તેની પાસેથી બદલામાં કઈ વસ્તુ મુકાવવી. પછી પૈસા આપવા. જે ઘરેણું મુકી જાય તો એની મેળે ઘરેણું છેડાવવા આવે. આપણે ઉઘરાણી કરવા ન જવું પડે. આ રહસ્ય છે તારા બાપુજીની શીખામણુનું. ત્રીજી વાત કરી “તડકે ન જવું.” એટલે ટાઈમે સુઈ જવું અને ટાઈમે ઉઠવું. રાતના બાર વાગે સુવું અને રાત બગાડવી તેમજ દસ વાગે ઊંઘવું એમ ન કરવું. તારે સવારના વહેલી દુકાન ઉઘાડવી. અને સાંજના દુકાનેથી ઘરે આવવું. ટીફીન મંગાવીને દુકાને ખાઈ લેવું. એને આ વાત બધી રૂચી. પણ અત્યાર