________________
છે, માટે જે કાંઈ મળ્યું છે તેને સદુપયોગ કરી છે. સાધમી બંધુને સહાય કરવાનો ઈચ્છા થાય છે?
તમારે ત્યાં ધનના ઢગલાં છે. કોઈ ભીખારી આવે તે આપે છે કે રેગ છે? એક દિવસ ધનવાના ધનના ઢગલા નાશ પામશે ત્યારે શું કરશે ? શ્રાવક દુબળા ની અનુકંપા કરવાવાળા હેય.
એક શાંતિલાલ શેઠ છે. તેને સુશીલ પત્ની છે. લગ્ન પછી ઘણાં વર્ષે એક બાળક થાય છે. બાળક થયા પછી શેઠને ક્ષય લાગુ પડે છે. ક્ષયવાળાને સાત્તિવક ખેરાક આપવું પડે. શેઠના પત્ની શેઠ માટે એગ્ય ઉપચાર કરે છે. નવી આવક કાંઈ છે નહિં ને મૂડી ખવાતી જાય છે. ઘર ખાલી થવા માંડયું. દાગીને ગીરવે મુકાઈ ગયે, પણ શેઠ બચ્ચા નહીં. પાંચ વરસના છોકરાને મૂકી શેઠ મરી ગયા. શેઠાણ વિચારે છે કે આ છોકરાને મૂકી પતિ મરી ગયા. હવે જીવન નિર્વાહ ચલાવવા માટે કામ કરવાની જરૂર છે. સગાવહાલાં તે કહેવા પૂરતાં છે. કોઈ કામ આવે એવા નથી. શેઠાણી પારકાં કામ કરે છે. કેઈન વાસણ માંજે છે, કોઈનાં પાણી ભરે છે. લુગડાં જોઈ આપે છે. કેઈને ત્યાં રસોઈ કરવા જાય છે. આમ ગરીબાઈના દિવસે જાત મહેનત જિંદાબાદ કરી પસાર કરે છે. અને અનેક આશાએ છોકરાને મેટ કરે છે. ભગવાન પાસે હંમેશા પ્રાર્થના કરે કે હે પરમકૃપાળુ પરમાત્મા! મારા છોકરાને સાજે ન રાખજે. અજ્ઞાની છે વીતરાગી પરમાત્મા પાસે પણ ભૌતિક પદાર્થોની માગણી કરે છે. છેક મેટ્રીક પાસ થયા. સાયન્સની લાઈન લીધી. મા એને ખર્ચો કાઢે છે. આમ કરતાં જીવન પસાર કરે છે. છોકરે ડોકટરની પરીક્ષા પાસ કરે છે. સારે નંબર મેળવે છે. ડોકટર થાય છે અને હેરટેલમાંથી ઘેર આવે છે. પિતાના ગામમાં દવાખાનું શરૂ કરે છે. મા ને માથેથી ચિંતા ઓછી થાય છે. હવે પૈસાની ફીકર નથી. માની છેલ્લી આશા એ છે કે હવે મારે વહુ આવે, દીકરાને ત્યાં દીકરો થાય, એને હું રમાડું તે રાજી થાઉં. આમ કરતાં માજીને સનેપાત થઈ ગયે અને બે દિવસમાં મરી ગયા. આખી જીંદગી કરાનું ચિંતન કર્યું અને એને ભણાવે. મરવા ટાણે પણ પૌત્રનું મુખ જોવાની ઝંખના કરતાં ગયા. એના કરતાં પ્રભુનું ચિંતન કર્યું હતું તે બેડે પાર થઈ જાત. માણસની જિંદગી કેટલી છે અને આશાએ કેટલી છે? “હે ચેતન ! હવે તે ચેત, છંદગીને શે ભરોસે છે!”
“અરે! આ ભાઈને નખમાંય રેગ હેતે ને શું થયું ! અચાનક મરી ગયા ?” જેના નામની બિરદાવલી બેલાતી હોય તે પણ ચાલ્યા જાય છે. આપણે સૌએ કાળનો ઝપાટો આવતાં ચાલ્યા જવાનું છે. માટે ચેતવાની જરૂર છે.
“કાચા સુતરના તારના જેવી છે માનવ જીદગી,