________________
દિવસ ગુમા ખાઈને, શત્રી ગુમાઈ સુઈ,
હીરા જે મનુષ્યભવ, કેડી બદલે છે.” ખાવા-પીવા-હરવા-ફરવામાં વિક્સ વીતાવ્યું. થાકીને ઘેર આવ્યું અને સૂઈ ગયે. નિદ્રામાં રાત્રીએ પસાર થઈ ગઈ. આમાં આત્મચિંતન કયારે થાય? રાતના ચાર પ્રહરમાં ત્રણ પ્રહર મુનિ જાગતે રહે છે. તેમાં બે પ્રહર સ્વાધ્યાય કરે છે. એક પ્રહર ધ્યાન ધરે છે. એક પ્રહર સુવે છે. તમે કેટલા પ્રહર જાગે છે અને કેટલે સ્વાધ્યાય કરે છે? કોઈ રમત ગમત માટે, સિનેમાં નાટક જોવા માટે રાત્રી જાગરણ કરે છે. આવા રાત્રીજાગરણ કરતાં આત્માનું જાગરણ કરવું ઉત્તમ છે. રાત્રી જાગરણમાં આખી રાત રાસ લેશે,
પાટ–પાના રમશે અને બીજાને પણ તક્લીફ ઊભી કરશે. કોઈ જાગીને આરંભ સમારંભમાં લાગી જાય એ સાધુને સ્વાધ્યાય ન હેય. એક પ્રહર રાત્રી ગયા પછી સાધુ ગાઢ બે બેલે નહિ, અને જે રાડો પાડે તે અસમાધિનું સ્થાન બને. કોઈ જોરથી બેલે અને કઈ માણસ રાતના શાંતિથી સૂતે હેય તે કહે કે હવે તે શાંતિ રાખો, તમારા કકળાટથી અમારી ઉંઘ બગડે છે. રાતના થાક્યા પાક્યા સુવાદે ને! અને વળી પાછો જવાબ વાળે તે ગુસ્સાનું નિમિત્ત થાય. માટે સાધુએ રાત્રીએ એક સ્થાને બેસી શાન્તિથી સ્વાધ્યાય કરે અને આત્માનું ધ્યાન ધરવું.
રહીડ નામના એક મુનિ મારવાડમાં થઈ ગયા. આવું ત્યાં સુધી એકાન્તર ઉપવાસ કરવા, એવી તેમની પ્રતિજ્ઞા હતી. બાર મહીનામાં બે માસખમણુ કરવા. છ અઠ્ઠાઈ કરવી, ઉપવાસ કરે પણ ૫૫ લાંબા કરીને સૂઈ રહે નહીં. પણ સ્વાધ્યાય- ધ્યાનમાં આત્માને ભાવતાં વિચરે. ઉપસર્ગમાં ચલાયમાન ન થાય. ધગધગતી શીલા ઉપર ઉભા ઉભા કાઉસગ કરે. આવા તેજસ્વી અને તપસ્વી બાળબ્રહ્મચારી મુનિ ધ્યાનમાં રત રહેતા. તડકાની આતાપના લેવા માટે એક વખત બપોરના ગામ બહાર ગયા છે. મોટી શીલા ઉપર ધ્યાનમાં ઉભા છે. ત્યાં એક સપ આવે છે. અને મુનિનાં પગમાં વીંટળાઈ જાય છે. લાકડાં વેચવાવાળી બાઈ એ લાકડાં વેચી પાછી વળે છે. અને મુનિ ઉભા છે ત્યાંથી પસાર થાય છે. અને આ દશ્ય તેમની નજરે પડે છે. મુનિનાં પગમાં સર્પ વીંટળાયેલું છે. બાઈ એ તરત ગામમાં જઈને વાણિયાને વાત કરે છે. બધાં આવે છે, અને જુએ છે. પણ કેની જીગર કે આવડા મોટાં સપને દૂર કરી શકે? કે મેટે સર્પ છે. એમ બધાં જોયા કરે છે. યથા અવસરે મુનિનું ધ્યાન પૂરું થાય છે, અને સર્પ ઉતરીને ચાલ્યા જાય છે. મુનિને જરાપણ ભય લાગતું નથી. કેટલે દેહાધ્યાસ છૂટી ગયો હશે? આપણને કાઉસ્સગ્નમાં એક મછર બેસે તે પણ ચિત્ત ચંચળ બની જાય છે. મુનિના દિવસને ક્રમ આ પ્રમાણે છે: પહેલે પ્રહર સ્વાધ્યાયમાં, બીજો ધ્યાનમાં, ત્રીજે ગૌચરીમાં (આહારગષના) અને વાધ્યાયમાં જાય છે. મુનિને દિવસરાતનાં ૮ પ્રહરમાં, ૬ પ્રહર સ્વાધ્યાયમાં પસાર