________________
પ્રકાશ અપૂર્વ હશે, પણ જ્યાં બહારના ઘાટ સંભળાય છે ત્યાં અંદર અવાજ કયાંથી આવશે? કેવું ખાવાનું! કેવું જોવાનું ! તેના પર ધૃણા કેમ નથી આવતી? વિકારીભાવે છોડે. બદામની પુરીઓ, અનેક જાતના પકવાને, બત્રીસ વાનગી રસપૂર્વક જમે છે પણ આ બધી રીફાઈન કરેલી અશુચિ છે. ખાતર સામે જુએ તે ખાવું ગમે? એ ક્ષણિકના મેહ શા? ખાધા પછી ઉલ્ટી થાય તે પછી ચાખો ખરા? ખાધા પછી વિષ્ટા થાય તે તેને હાથમાં લે ખરા? ના. તે પછી વિચારે કે મારે સ્વભાવ અલૌકિક છે. આવા વિકારમાં હું કયાં પડયો છું? માટે હે જીવ! પાછો વળ અને સ્વધર્મ જેવા કે અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, અવિકારી, અવિનાશી, ત્રિકાળ અબાધિત એવા આત્મસ્વરૂપને તું ઓળખ. તું તને ભૂલીને હેરાન થઈ ગયું છે. પોતે પિતાને ભૂલી ગયે છું.
“અને રણે ગણી ઉઠાર અને શીરપર હા હૈ” મૂર્ખ માણસ પિતાના હાથથી તલવાર ઉઠાવી પિતાની ડોક પર મૂકે છે, તેમ તમે તમારા આત્માના ખૂની છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો ! રાચી રહે.” નિજ આત્માનું ખૂન ક્ષણે ક્ષણે કરે છે. વિભાવભાવને પિષે છે. પિતાના શુદ્ધ સ્વરૂપની, આત્મદશાની ઓળખાણ નથી, પિછાણ નથી. તેને વિચાર કરવાની પણ ફુરસદ નથી. જે ચાલ્યું જવાનું છે. તેને માટે તન તેડી પ્રયત્ન કરે છે. કેટલાં છત્રપતિમાંથી પત્રપતિ થઈ ગયા. કરોડપતિ રોડપતિ થઈ ગયાં. તેને મૂકી વૈભવ ચાલ્યું જાય છે અથવા તેની હાજરીમાં પિતે ચાલ્યા જાય છે. તે એ મને મૂકે તેના કરતાં હું છૂટો થઈ જાઉં એમ વિચારોને? બે રીતે છૂટું થવાય (૧) રજા આપે છે અને (૨) રાજીનામું આપીને. રાજીનામું મૂકયું ત્યારે શેઠ કહે, તમારું રાજીનામું અમે પાસ નહીં કરીએ. તમારી અમારે બહુ જરૂર છે. તમારે પુત્ર કહે, મને રજા આપ. મારે દિક્ષા લેવી છે. ત્યારે તમે શું કહે ? મુક હવે દીક્ષાની વાત! રહે સંસારમાં! મારે તે વહુને લાવવી છે. લહાવા લેવા છે, માટે દીક્ષાની રજા નહીં મળે અને નેકરને રજા આપે, કે જા! તને છૂટો કરીએ છીએ. ત્યારે તે કહે છે મને રાખે. હું કયાં જાઉં? તમારા વિના મારે કેણુ આધાર? મરણ સામે આવે ત્યારે તમે કહે કે મારે જીવવું છે. ગમે તેમ કરીને મને જીવાડો, ડેકટર લા. ઓકસીજનના અને ઠુકોઝના બાટલા ચડાવે, પણ મને બચાવ. મોત આવ્યું તેય છૂટવું ગમતું નથી. આમ રાજીનામા અને રજા આપવી તેમાં આ તફાવત છે. ભગવાન મહાવીર સ્વામી પાસે ગૌત્તમ સ્વામી આદિ ગુમાલિસે બ્રાહ્મણએ એક સાથે જઈ ઉતારી દીક્ષા ગ્રહણ કરી. જેને દઢ વૈરાગ્ય છે, જેને વીતરાગની ગાદીએ બેસવું છે, તેને ભેગના ત્યાગમાં મોક્ષ દેખાય છે અને ભગના ભેગવટામાં નર્ક દેખાય છે. આત્માને જાયે તે તે તરફ પ્રયાણ કરો. તમે વાલકેશ્વરમાં ફલેટ લીધે હોય અને પાયધૂની બાજુ ચાલ્યા જાવ એવું બનતું નથી. મેક્ષ જેને પરિણમે છે તેની સામે ગમે તેટલા પ્રલોભન કે લાલચ આવે તે પણ