________________
નિગ્રહ કરવાને છે. માટે જ્ઞાની પુરુષે ચાર વસ્તુ બતાવી છે. તેને જે નિરંતર વિચાર કરશે તે વિજય પ્રાપ્ત થશે.
જરાધર્મ, વિયેગધર્મ, રેગધર્મ અને મરણધર્મથી મુક્ત થવું હોય તે જીનેશ્વરના શરણે જવું જોઈએ, તેની વાણી સુણીને ભેદ વિજ્ઞાન કરવું જોઈએ.
ભગવાનની વાણીમાં એક એવું ઓજસ છે કે જે સાંભળે તેના મગજમાં તેનું રટણ ચાલે. પ્રભુની વાણીની જેને અસર થઈ ગઈ તેને સંસાર ખારે લાગે. ઈન્દ્રિયેને અને મનને તે ગુલામ ન બને. આત્માનું સૌંદર્ય મેળવ્યું તેને વિષય તરફની રૂચી ન રહે.
વિષયારસ વિષ સરીખે લાગે, ચેન પડે નહીં સંસારે,
જન્મ મરણ પત્ર સરખું લાગે, આતમ પદ ચિહે ત્યારે.” જેણે ભગવાનની વાણી સાંભળી, તેને કામરાગ-રનેહરાગ-દષ્ટિરાગ દૂર થાય છે મિથ્યાદષ્ટિથી છુટી સમ્યગૃષ્ટિ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરી તેને યથાર્થ પ્રતીતિ થાય. નવ તત્વને જેમ છે તેમ જાણે અને નવ તત્વના સ્વરૂપને જે જાણે છે તેને વિષયના રસ ઝેરના ટુકડા જેવા લાગે છે. પાવડર, પફ કરેલી, ને અત્તર લગાડેલી એક મનહર સુંદરી દેખાય તેમાં તેને રંગરોગાન કરેલી, મ્યુનિસીપાલિટીની વિષ્ટાની ગાડીને ચકચતિ પતરું છે એમ લાગે. ઉપરના પતરાને જોઈ શું હી રહ્યા છે? ઉપરની ચામડી કાઢીએ બિભત્સ રસ ઉત્પન્ન થાય, દુર્ગધ આવે. કોઈ જગ્યાએ પશનું કલેવર સડેલું હોય, જાનવર ગંધાયેલું પડયું હોય તે એમ લાગે કે આટલી દુર્ગધમાં અહીં કયાંથી આવી ચડયાં? આ શરીરમાં શું છે ? શરીરની અંદરથી અશુચી પદાર્થો નીકળ્યા જ કરે છે. મોઢામાંથી ગળફા, આંખમાં ચિ પડા, કાનમાં મેલ, શરીરમાંથી પસીને નીકળે છે તે તેમાં મેહ કરવા જેવું શું છે? ભગવાન કહે છે.
इमं सरीरं अणिच्चं, असुइ असुइ संभव
અસારવા વાળ, ટુવä સાત માળ રૂા ઉત્તરાધ્યયન અ. ૧૯, મૃગાપુત્ર માતાને કહે છે હે માતા ! આ શરીર અનિત્ય છે, અશુચીમય છે, અહીને નિવાસ અશાશ્વત છે, આ શરીર દુઃખ અને કલેશનું જ ભાજન છે. તેના પર મોહ રાખ એ જ્ઞાની પુરૂષનું કર્તવ્ય નથી. માતા કહે છે, તું ટાઢ-તડકા કેમ સહી શકીશ? ઉઘાડા પગે કેમ ચલાશે? લંચ કેમ કરી શકીશ? માતાએ શરીરને જન્મ આપે છે. તેથી તે શરીરની ચિંતા કરે છે. જ્યારે મૃગાપુત્રને આત્માની ચિંતા છે. બંનેના રાહ જહા છે. સિનેમાનું ચિત્ર ચાલતું હોય તે બધી લાઈટ બંધ કરાવી દે. બારણુ બધા બંધ કરી દે. તેમ ૧. શ્રોતેન્દ્રિય, ૨. ઘાણેન્દ્રિય, ૩. ચક્ષુન્દ્રિય, ૪. રસેન્દ્રિય અને ૫. સ્પશે – ન્દ્રિય આ પાંચે ઈન્દ્રિયના નાદને બંધ કરી દે, તે આત્માને અનહદ નાદ સંભળાશે. તેનો
૩૬