________________
૨૭૭
સ્વપ્ન આવે તે સત્ય જ પડે. સામાન્ય પ્રાણીને કેવા-કેવાય સ્વપ્ન આવે છે. સ્વપ્રમાં માજ માણે. દિવસમાં વિકારભાવ સેવ્યા હોય તે જ રાતે સ્વપ્નમાં આવે. સ્વપ્ન તે સ્વપ્ન. સ્વપ્ન સત્ય હાઈ શકે નહિ. જ્ઞાની પુરૂષાએ સંસારને સ્વપ્નવત્ કહ્યો છે. આજે જીવા સ્વપ્નને સત્ય બનાવવા મહેનત કરી રહ્યા છે.
ચિનુ નામના એક ભિખારી છે. તે ગામની અંદર ઘેર ઘેર ફરે અને બટકુ રોટલે ઉઘરાવી પેટનુ પૂરુ કરે. એક વખત તેને સરસ ભેાજન પ્રાપ્ત થયું. ઈ ને ત્યાં લગ્ન પ્રસંગ હતા. ત્યાં જઈ ચડવાથી એ ભેાજન મળેલું. પેટ ભરીને ભેાજન લીધું. પછી નિદ્રા આવે તે સ્વાભાવિક છે. તેને કોઈ નથી. ક્રાઈના આટલા ઉપર સુતા છે. પાસે શકારું અને લાકડી પડયાં છે. આંખ મિંચાઈ ગઈ. રાજ મગજમાં વિચાર આવે કે ગામમાં દરરાજ લગ્નના વરઘેાડા નીકળે છે. હું ક્યારે આવી રીતે વરરાજા બની કન્યાને પરણવા જઈશ ? આ વિચારામાં સુતેલા ચિનુને સ્વપ્ન આવે છે કે એક એટલા પર ચિનુભાઈ બેઠા છે. રાજાની સવારી ત્યાંથી નીકળે છે. રાજાની દૃષ્ટિ ચિનુભાઈ પર પડે છે. રાજા કહે છે, આવા આવા, ચિનુભાઇ ! મારી પાસે બેસે. અને તે રાજાની પાસે બેસે છે. રાજ્યમાં લઇ જઈ ભિખારીના પાષાક ઉતારી રાજાના કુંવરને પાષાક પહેરાવે છે. સુંદર લેાજન જમવા આપે છે. ખૂબ સારી રીતે ખાય છે. ઘરેણાંના, કપડાંના ઠાઠમાઠ છે. રાજા વિચાર કરે છે, ચિનુભાઈના લગ્ન કરીએ. પણ લગ્ન કેાની સાથે કરવા ? પ્રધાનની દિકરી સાથે થાય તા ઘણું ઉત્તમ થઈ જાય. રાજા બધું નક્કી કરે છે, અને લગ્ન થાય છે. બેન્ડવાજા વાગે છે, વરઘેાડો નીકળે છે. તેમાં રાજા માખરે છે. ચિનુભાઇ વરરાજાની જાન લઇને જાય છે. માંડવે પહેાંચે છે. પ્રધાનજી ધામધુમથી આદરસત્કાર કરે છે. માયરામાં ચિનુભાઈને લઈ આવે છે. ગારમહારાજ ‘ કન્યા પધરાવેા સાવધાન, વરકન્યા સાવધાન, સમય વર્તે સાવધાન' આવા માંગલિક સુત્રા ઉચ્ચારે છે. વરરાજાનાં હૈયામાં ઉમગ માતા નથી. તે વિચાર કરે છે. હમણાં કન્યા આવશે, કન્યા આવી. રૂપરૂપના અંબાર જેવી કન્યા છે. ચિનુભાઈને આનંદની હેલી ઉભરાય છે. લગ્ન કરવાની ઘણા વખતથી ઇચ્છા હતી તે પૂર્ણ થઈ. તે પણ પ્રધાનની દીકરી સાથે એટલે હ ખૂબ વધી ગયા. કન્યા આવી, સામે બેઠી. કન્યાના જમણેા હાથ ગારમહારાજે માંમા કરાવ્યા. વરરાજાને પણ જમણેા હાથ લાંબે કરવા ગારમહારાજે કહ્યું અને સ્વપ્નમાં ચિનુભાઈએ પણ હાથ લાંખા કર્યાં. ત્યાં ખૂણામાં વીંછી પડયો હતા. વિંછી પર હાથ પડતાં વિછીએ ડંખ માર્યાં. એટલે જાગી ગયા. સ્વપ્ન પણ ચાલ્યું ગયું. એનુ એ જ રામપાતર, એ જ ગદા કપડા, ભિખારી તેા પાક મૂકીને રડે છે. આજુબાજુવાળાને થાય છે કે, આ ઘણા વખતથી એસવાવાળા ભિખારી છે, તેને આજે શુ દુઃખ આવી પડયું ? કેમ રડે છે ? લેાકેાએ પૂછ્યું, ત્યારે ચિનુભાઈ એ જવાબ આપ્યું. આ વિછીએ ડખ