________________
૨૭૫
ધ્યેયને માટે દિક્ષા છોડી દઈએ તે શું વાંધો છે? મહારાજ કહે છે. દીક્ષા છેડી દઈએ તે જગતમાં આપણી બદનામી થાશે. લેકે આપણે તિરસ્કાર કરશે. પછી માનવસેવા કેવી રીતે થશે? સાધ્વી- તમે તૈયાર થઈ જાવ. આપણા જેવા સાહસિકની દુનિયા બે ઘડી વાત કરશે પણ ઉમદા કાર્ય જોશે એટલે બધું ભૂલી જશે અને આપણા ગુણગાન કરશે. જગતથી ડરનાર કદી આગળ વધી શક્તો નથી. અને આપણું બંનેના પ્રેમના પ્રતિકરૂપે બાળક થશે એ કેટલું શૂરવીર હશે! આમ સાધુને પતિત કરી બાઈએ કયારે, કયા દિવસે કેટલા વાગ્યે અહીંથી રવાના થવું એ નકકી કરી નાખ્યું. સાધુએ એની બધી વાત કબૂલ રાખી. રાતના અમુક ટાઈમે નીકળી ગામ બહાર કુવા પાસે મળવું અને સંયમ છેડીને ઘર માંડવું પછી માનવસેવા કરવી. બધા સૂઈ જાય છે. એટલે આ સાધ્વી સંસારીના કપડાં પહેરી લ્ય છે. આ બાજુ ગુરૂ તે વૃદ્ધ છે. યુવાન શિષ્ય ગુરૂના પગ દાબે છે, ગૌચરી લઈ આવે. પરઠવવા જાય. આજે રાત્રે ચેલાને ઊંઘ આવતી નથી. બાર વાગ્યા, ગુરૂ જાગે છે. કેમ ભાઈ! ઊંઘ નથી આવતી? સ્વાધ્યાય બોલું તે તને ઊંઘ આવી જશે. વાત્સલ્યભર્યો હાથ માથા પર ફેરવે છે. અને શિષ્યને વિકાર શમી જાય છે. હું કે પાપી છું! ડુબતા સંસારમાંથી મને બહાર કાઢ, આ ગુરૂદેવ મારી માતા જેવા છે. તેમણે સમાજમાં મને ઊંચે પદે બેસાડે. અને હું એમને વિશ્વાસઘાત કરું છું. મારા આત્માનું કેટલું બગડી જશે? મારા વૃદ્ધ ગુરૂની સેવા કેણ કરશે? તેમને કેવું દુઃખ થશે? ભાવપરિવર્તન થયું. ગુરૂ પ્રેમથી પૂછે છે, શું તારા મગજમાં છે, કે તને ઊંઘ નથી આવતી? ગુરૂની તરકીબ કેવી છે? કેવી રીતે એને પૂછે છે? ગુરૂ સમજે છે, શિષ્ય યુવાન છે. યુવાનીને કબજામાં રાખવી મુશ્કેલ છે. તેથી તેના હૈયાને સ્પશે તેવી મીઠી વાણીથી સમજાવે છે, ઈચ્છાનું શમન કરે. દુર્મન વાસનાને પંથે લઈ જનાર છે. એક એક વાત એવી ઢબથી સમજાવે છે કે શિષ્યનું મન ફરી જાય છે અને વિચારે છે કે મારે સંસારમાં જાવું નથી. પેલી સાધ્વીના હૈયામાં તે સંસારની ઉમિએ ઉછળે છે. સાધ્વીને વેશ ઉતારી સંસારીને વેશ ધારણ કરે છે. મારા ગુરૂણીને કેટલો આઘાત થશે એ પણ વિચારતી નથી. રાત્રીનાં બાર વાગતાં ઉપાશ્રયથી નીકળી કૂવા પાસે સાધુની રાહ જોઈ ને ઉભી છે. મનમાં ફડ ફડ થાય છે. અત્યારે અહીં કેઈ લુચ્ચા લફંગા આવીને હેરાન તે નહીં કરે ને? “હમણાં આવશે, હમણાં આવશે, વચન દીધું છે એટલે અવશ્ય આવવા જ જોઈએ.’ પહેલેથી બધું નક્કી તે કર્યું છે. પણ શું તેમના વિચારો ફરી ગયા હશે? ગુરૂ જાગી ગયા હશે? આવા અનેક વિચારે વચ્ચે એક વાગ્યે, બે વાગ્યા, ત્રણ વાગ્યા, સાધુ આવ્યા નહિ. સાધ્વી વિચારે છે. જો પાછી જાઉં તે મને ગુરૂણી કહેશે કયાં ગઈ હતી અને છેવટમાં આપઘાતને વિચાર આવ્યું અને કૂવામાં પડી મરણ પામી. આ ઉપરથી સમજવાનું કે એકાંત કેટલી ખરાબ ચીજ છે? પેલા દેવે સાધુની પરીક્ષા કરી. સાધુ ભગવાનની આજ્ઞાને બરાબર વફાદાર છે. દેવ (રાજા)ને થયું કે આ સંપ્રદાય ઘણે ઊંચે છે. અને રાણીને ત્યાં ચાગ્ય સાધ્વી પાસે દિક્ષા લેવાને આદેશ આપ્યું.