________________
લીન હોય અને ન બોલાવે તે એમ થાય કે આ મહાત્મા તે કેવા અભિમાની છે. અમે કેટલે દૂરથી આવીએ છીએ પરંતુ સામું પણ નેતા નથી ! સાધુ પ્રભુભક્તિમાં લીન હાય સ્વાધ્યાયથી સમભાવની સાધના સાધતા હોય ત્યારે એને શું કામ ખલેલ પાડવી પડે ? સાધુના દર્શન જ માંગલિક છે. એમ હૈયેથી થવું જોઈએ
ઘણા માણસે માત્ર નામ નંધાવવા આવતા હોય છે. ઘણુ, મહારાજને ખોટું ન લાગે એટલે આવીએ છીએ એમ બેલતા હોય છે.
આ દુનિયામાં ઘણું માખણીયા ભેગા થયા છે. સાથે સાધુ પણ તેમાં ભળી જાય છે. કયાં સાધુનું ઉચ્ચ કક્ષાનું જીવન ? અને કયાં અત્યારનું જીવન? ભગવાન મહાવીરના સાધુ કેવા હતા!
એક એક મુનિવર રસના રે ત્યાગી; એક એક જ્ઞાન ભંડાર રે પ્રાણી.
એક એક મુનિવર વૈયા વચ્ચે વૈરાગી, જેના ગુણોને નાવે પાર કે પ્રાણી
એક એક સાધુ ઝવેરાત સમાન છે. કિંમતીમાં કિંમતી છે. કોઈ મહા ગુણવાન છે. કોઈ રસના ત્યાગી છે. કઈ જ્ઞાનના ભંડાર છે. ધન્ના અણગારે જ્યારે દીક્ષા લીધી ત્યારે જાવ જીવ સુધી છઠના પારણે છઠ કરવા અને પારણાને દિવસે આયંબીલ કરવું એવી પ્રતિજ્ઞા લીધી. આયંબીલમાં આહાર પણ રસકસ વિનાને-લુખ-તુચ્છ કરતા હતા. આજે તે સંવત્સરીને ઉપવાસ કરે હોય તે ઘણાને એમ થાય કે એક ટંકનું અત્તરવારણમાં અને એક ટંકનું પારણામાં સાટું વાળી લઈએ. ધન્ના અણુગાર ભગવાનને કહે છે. મારી ઈચ્છા છે જે તમારી આજ્ઞા હોય તે જીવું ત્યાં સુધી છઠને પારણે છઠ અને પારણે આયંબીલ કરવા છે, જેની ભાષા મજબુત છે, શ્રદ્ધા દઢ છે, જે શુરવીર છે એજ આવી ઈચ્છા વ્યક્ત કરી શકે છે. મનની અસર તેન ઉપર થાય છે. ચા પીધા વગર કેમ રહેવાશે? એમ મનને થાય પણ કોઈ પૂછશે કે ઉપવાસ કર્યો છે કે નહિ ? તો શો જવાબ આપીશ! એમ જે શરમે ભરમે ખાટલે પડીને ઉપવાસ કરશે તેને ઉપવાસ શું નિજેરાનું કારણ બને ખરું? ના, પણ મનથી નકકી કરે, હું કર્મ ખપાવવા અવશ્ય કરી જ શકીશ. તે જરૂર ઉપવાસ થશે. જે આહારને ભીખારી પણ ન ઈચછે એ આહાર ધન્ના અણગાર કરતા હતા. બત્રીસક્રોડ સૌનૈયાને સ્વામી, એણે શું સ્વાદ લીધા નહી હોય? છતાં સાધુ થયા પછી મન ઉપર કેટલે કન્ટ્રોલ મુકયે ! એક વરસ બે વરસ નહી પણ જાવ છવ છઠ અને તેને પારણે આયંબીલ કર્યા. જ્યારે આજે આપણાથી ઉપવાસ પણ થતું નથી. ઉપવાસ કરવા સારા પણ પારણામાં ખાસ સંભાળ લેવાની જરૂર છે. હોજરી એકદમ સંકેચાઈ જાય છે. અને પારણે ખાધા પછી કહે કે તબિયત સારી રહેતી નથી. ક્યાંથી તબીયત સારી રહે? પારણામાં ખૂબ ખાવાથી તબિયત બગડે છે.