________________
- ધન અણગારે આટલે વૈભવ છેડીને દીક્ષા ગ્રહણ કરી છે. છઠને પારણે છઠ કરે છે અને ખરે બપોરે વહોરવા જાય છે. આહાર મળે તે પાણી ન મળે અને પાણી મળે તે આહાર ન મળે. તેમણે દેહ, મન અને રસાસ્વાદ પર કેટલું દમન કર્યું હશે?
“દેહ ભાવ ક્ષય હેય જ્યાં અથવા હેય પ્રશાંત,
તે કહીયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.” કેટલી દેહની મુછ ઉતરી એટલે આત્મભાવ થયે દેહનું રણ નીચું જતા આત્માનું ધોરણ ઉંચું આવે છે, શરીર માટે જીવવું છે કે આત્મા માટે ! તમારે લક્ષ શું છે? શરીર કેટલી વાર મળ્યું. તેજસ કાર્પણ શરીર તો હંમેશા સાથે રહે છે. જીવ મોક્ષમાં જાય ત્યારે જ એ બે શરીર છૂટે છે. પણ દારિક વૈકિય શરીર જીવે અનંતવાર ધારણ કર્યા. અનંતવાર મુકયાં. છતાં શરીરને મેહ કેટલે છે? જરાક તબિયત બરાબર ન હોય, ચાની બાધા હોવા છતાં સાજે માંદે મકલ છે એમ કહી ચા પશે. અને પછી તબિયત સારી થતાં પણ ચા મૂકી શકે નહિં. હવે ચાએ એને પાડી દીધે ભાઈ? હવે તે તબિયત સારી થઈ ગઈ છે, ચા છેડી દે, એમ કઈ કહે તે કહેશે, હજી મને ઠીક નથી. શું કામ હાથે કરીને શરીરને અડીક કરે છે? આસકિતમાં વળગી રહે છે! એટલે ટેવ પાડી પછી ટેવે એને પાડી નાંખે. પહેલાં બીડી પીતા આંખમાંથી પાણી પડતાં પછી તે પીવામાં પાવરધો થઈ ગયે. અને રજની પચાસ બીડી પીશે. હવે મારાથી બીડી છુટશે નહીં” ટેવે એને પાડી દીધે. વ્યસનને વશ હેય એ કાંઈ ક્રિયા કરી શક્તો નથી. આસક્તિ ને અશકિતમાં ફેર છે. આ મહાપુરૂષે જાવ જીવ સુધી છઠના પારણે છઠ કર્યા અને પારણે આયંબિલ કર્યા. કેટલે દેહ ભાવ છોડો! કેટલી આસક્તિ છેડી ?
- એક અંદગી દેહ ભાવ ઉડાડી દેવાય તે મિક્ષ આપણા હાથમાં છે. કુતરાની જીભમાંથી લાળ પડે છે એમ જીવને મનભાવતું મળે ત્યારે લાળ પડે છે. કેટલી વાર ખાધું? અનેક વાર ખાવા છતાં સંતોષ ન થયું. કેટલું સાંભળ્યું? કેટલું જોયું? છતાં જેવાને સંતોષ ન થયે. જોવાનું પણ કેટલું છે. મુહપત્તિવાળો સાધુ એરોડ્રામ ને એરપ્લેન જેવા જાય છે, વીજળીઘર જેવા જાય છે, મીલે જેવા જાય છે, રાણીબાગ, હેંગિંગ ગાર્ડન જેવા જાય છે! શું એની મુડપત્તિ લાજતી નથી ? જે હોય તે આત્માને છે. જે જોવાનું છે એ આત્મામાં છે. આ કાયાને તું શણગારે છે. એ દેહ પણ એક દિવસ અગ્નિમાં સળગી જવાને છે. દેહના સૌંદર્ય પાછળ જીવ પાગલ થઈ ગયેલ છે. જે શરીર સળગી જવાનું છે. એને મેહ શે? હે જીવડા! પાછું વળી જા. અંદરથી વૃત્તિને વાળો, પછી એને ઉપર કાબુ રાખો, ત્યારે જુઓ શું થાય છે!