________________
el:
માનવનાં જ મને દેવતાએ ઝંખતા, સ્વર્ગના વિલાસે એને ઘણીવાર ખતા, મને પ્રકાશ મળે ઉરને ઉજાસ મ, આ સંગ નહિ આવે ફરીવાર.”.
, , જ્ઞાની પુરુષ કહે છે. માનવના જન્મને દેવતાઓ ઝંખે છે, માનવના અવતારમાં
એવું શું છે? કે ભૌતિક સુખની ટોચે બેઠેલાં દેવતા તેની ઈચ્છા કરે છે? રૂપાનાં દાગીનાની ઝંખના કરે છે. સેનાના દાગીનાવાળા હીરા મોતીના દાગીનાને ઈચ્છે છે, હીરા મેતીનાં દાગીનાવાળા રત્નનાં દાગિનાની અભિલાષા સેવે છે. દેવતાઓને સુખ-સાહ્યબી ઘણી છે, છતાં સ્વર્ગનાં સુખ અને શા માટે ડંખે છે? “આ ન જોઈએ. આ ન જોઈએ. આ વૈભવ મારા નહિ. આ દેવાંગનાએ મારી નહિ. એના ચેનચાળા નાટક આદિ મારા નહિં, જ્ઞાનાદિ ગુણે જ મારા છે.” એવી નિવડ શ્રદ્ધા છે. એથી જ દેવતાઓને આવા ભોગવિલાસ ઠંખે છે. વીંછીના ડંખ જેવી વેદના થાય છે. જેને પ્રેમને પ્રકાશ મળે, ઉરને ઉજાસ મળે, સત્ય માર્ગ પર પ્રેમ જાગે છે એવા દેવ માનવના અવતારને ઝંખે છે. વ્રત-પચ્ચખાણ માનવ કરી શકે છે. સર્વાર્થસિદ્ધના દેવતાઓને તેત્રીસ હજાર વર્ષ સુધી આહારની ઈચ્છા થતી નથી. તપનું લક્ષણ ઈચ્છાને નિરોધ છે. ઈચ્છા થાય એને અટકાવી દેવી, મનને રોકી પાડવું તે તપ છે. પાંચમા અનુત્તરવાસી દેવને ૩૩ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે પણ તે તપસ્વી કહેવાય નહિ. કારણ કે તેઓ અવિરતિ અને અપચ્ચખાણી છે. ઉપશાંત મહી છે. મનને પણ વિકાર ત્યાં ન હોય. પહેલા, બીજા દેવલેક સુધી મનુષ્યના જેવા કામગ હોય છે. ત્રીજે, ચોથે દેવ કે સ્પર્શને વિકાર હોય છે. પાંચમે, છડું દેવલોકે શબ્દને વિકાર છે. શબ્દ સાંભળે અને વિકાર સમાઈ જાય છે. સાતમે, આઠમે દેવલેકે રૂપ જોઈને આનંદ થાય છે. નવમે, દસમ, અગ્યારમે અને બારમે દેવલેકે મનને વિકાર છે. નવરૈવેયક અને પાંચ અનુત્તરવિમાનમાં તે મનને પણ વિકાર નથી. તે પણ તેને અબ્રહ્મના પ્રત્યાખ્યાન છે એમ ન કહી શકાય. ગુપ્ત બ્રહ્મચારી છે તે મનમાં પણ વિકારને ભાવ ન આવવા દે. જ્ઞાનની બ્રેકથી અવિરતી ભાવને દબાવી દે છે. તું સચ્ચીદાનંદ સ્વરૂપ આત્મા છે. તારે આ ચામડાં ચૂંથવાના ન હોય, વિકારી માર્ગે જવાનું ન હોય. ઈન્દ્રિયને રોકી રાખવી એનું નામ છે સંયમ. આ મનુષ્ય ભવમાંથી સંસારની પૂર્ણાહુતિ થઈ શકે છે, દેવતાઓ મનુષ્યના ભવને ઝંખે છે. દેવતાએ જેને ઝંખે છે એ ભવ તમારા હાથમાં છે. તેને તમે સવ્યય કરો છો કે દુર્વ્યય! ગુમડું મટવાપર હોય ત્યારે ચળ બહુ આવે. એને જે ખંજેળીશ તે વકરશે અને પાકશે. છેકરાને માતા નિકળ્યા હોય અને દળું પડી જાય પછી એવી મીઠી ચળ આવે કે બાળક જાણે-અજાણે ત્યાં હાથ લઈ જાય, એટલે બાળકના હાથ પર માતા કથળી સાંધી દે છે. કારણ કે જે ખંજેળી નાખે તે પાકી પડે, બહુ ચળ આવે એને સહન કરી લે તે દર્દ મટી જાય. ભગવાન કહે છે કે જે ગતિમાં મોક્ષ મળવાને છે એ ગતિમાં