________________
સમજી લે સરવાળે સાચું કેટલું, પાપ પુન્ય સંગાથે આવવાનું એટલું, અહિને આનંદ ત્યાં દુઃખડાની વાટ છે, એમાં તે માનવીને કેટલી પંચાત છે.
જન્મીને મરી જવું એટલી જ વાત છે ... હવે સમજે, પાપ અને પુન્ય તમારી સાથે આવશે, અન્ય કોઈ નહિ. જે ક્ષણિક છે એના મોહ શા ક્ષણિક આનંદ લેવા જતા અનંત સંસાર વધારી દીધાં. “ક્ષણિકના મેહ શા ક્ષણિકના માન શા, કમલ જલ બિન્દુ સમ જીંદગાની”
જીંદગી ક્ષણિક છે. વૈભવ ક્ષણિક છે. એને મોહ છોડી આત્મા તરફ લક્ષ વધારી તેને જ વફાદાર રહે. આત્મ ધ્યાનની તાલીમ લે.
સેનિકે લશ્કરમાં જોડાય છે ત્યારે તેમને ખૂબ તાલીમ આપવામાં આવે છે. લાઠી કેમ ફેરવવી, બંદૂક કેમ ઉપાડવી, જરાય આડે અવળે પગ ન પડે જોઈએ. લેફટરાઈટ (ડાબી-જમણી) કરાવે છે. પોતાની ફરજમાં જોડાયા પછી મરણત પ્રસંગ આવે, છતાં પિતાની ફરજથી જરા પણ ત ન થાય. -- કોઈ એક સિનિકને તાલીમ આપવામાં આવે છે. કવાયત ચાલી રહી છે. તે ટટ્ટાર ઉભે રહે છે. એના પગ ઉપર એક ઝેરી જીવડું ચડયું, પણ પગ ઉપાડાય નહીં એ એનું કર્તવ્ય છે. જીવડું ચડતાં ચડતાં વાંસામાં આવ્યું. પણ તે જાણે છે. હાથ આમ ન કરાય, છેવટે જીવડું કાનમાં ગયું અને ધડાક કરતા તે પડી ગયા. જીવડાએ અંદર ડંખ દીધો હતો. બધાને એમ થયું કે આને મૂછ કેમ આવી ગઈ! તપાસ કરી અને કાનમાંથી જીવડું કાઢયું. સૈનિક પિતાની ફરજ બજાવતે બજાવતો મરી ગયો. છતાં પોતાને હાથેથી જીવડાને કરવાની વાત નહીં. તેને કાઉસગ્ગ ન હતું, કસરત હતી, છતાં સૈનિકની મરી જવા સુધીની તૈયારી ! આપણી તૈયારી કેટલી છે? મરણ આવ્યું તે જરાય ચલાયમાન ન થયે. મરી જવું કબૂલ કર્યું પણ કાયદે તેડયા નહીં. મહાવીરના કાયદા બરાબર પાળજે. આ કાયદા આત્માના કલ્યાણને માટે પાળવાના છે. ભગવાન નેમનાથ પધાર્યા છે. બધાં વાંદવા જવા માટે તૈયાર થઈ ગયા છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
- વ્યાખ્યાન...૪૫ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૮-૮-૭૧
ભગવાન નેમનાથ દ્વારિકા નગરીના નંદનવન ઉદ્યાનમાં પધાર્યા છે. ભેરી વાગતાં લેકેને ખ્યાલ આવ્યું કે પ્રભુ પધાર્યા છે. દ્વારિકા નગરીમાં આનંદ-મહોત્સવ હોય તેવું