________________
શરીર કુશ થઈ ગયું છે. તેથી તેમના ગુરૂ એક શિષ્યને સાથે મોકલે છે. બંને જણા ત્યાં કલાક સુધી ઊભા રહે છે. પણ કઈ બેલાવતું નથી. આ વખતે રાજાને લડાઈ કરવા જવાનું હોવાથી તેની તૈયારીમાં છે, એટલે તાપસ પાછા ચાલ્યા જાય છે. રાજાના દિલમાં કઈ પાપ નથી. પણ ત્રણ વાર પાછા ફરેલ તાપસ વિચારે છે, નક્કી રાજા મારી મશ્કરી કરે છે. એમ સમજીને યાજજીવન ઉપવાસ કરવાના પચખાણ કરી દે છે. રાજા લડાઈ કરવા નીકળ્યાં. અને નગર બહાર આવ્યા. ત્યાં તાપસની યાદી આવી. તરત પાછા ફરી તાપસ પાસે આવે છે. રાજા આચાર્યને મળે છે, અને તાપસને મોકલવા વિનંતી કરે છે. તાપસ પોતાના નિશ્ચયમાં મક્કમ છે. મુનિ ખૂબ ગુસ્સે થાય છે અને તપ સંયમનું ફળ હોય તે રાજાનું વેર લઉં.' એવું નિયાણું કરે છે. ક્રોધ તપને ધોઈ નાખે છે. આપણે કષાય કરીને કેટલા કર્મ બાંધીએ છીએ ! આચાર્ય સમજાવે છે. ક્રોધ કરે એ સારે નહિં. જો તું કોધ કરીશ તે કરેલું બધું બગડી જશે. ગુરૂએ ઘણું સમજાવ્યા, પણ સમજ્યા નહિ. “ગુણસેન રાજા આવે અને મારા દર્શનને આગ્રહ રાખે તે મારે એનું મેટું પણ એવું નથી, એને મારી પાસે લાવશો નહી”. એમ કહી એક ઓરડીમાં બેસી જાય છે. ગુરૂ ખૂબ સમજાવે છે તું વેર છોડી દે. એને દર્શન કરવા આવવા દે. પણ એ ન માન્યા. તપશ્ચર્યા કરવી સહેલી છે, પણ ક્ષમા રાખવી મુશ્કેલ છે. ક્રોધ એ તપનું અજીરણ છે ક્ષમાપના એટલે હદયની કુણાશને અરીસે. વેર ઝેર ભૂલી જવા, અપરાધી પ્રત્યે ભલી લાગણી અને ભલે વ્યવહાર ચાલુ રાખ. સાચા દિલથી હૃદયની માફી માગવી. ક્ષમાપના એટલે એકબીજાના હદ પ્રેમથી છલકાવવા. ક્ષમા પના એટલે વેરઝેરની ડાયરીને દીવાસળી ચાંપી દેવી. ક્ષમાપનાને પૂલ બાંધે. જુદા થયેલા હુદને જોડે. જે આત્મા વેરઝેર રાખશે એને દુર્ગતિમાં જવું પડશે. ક્રોધ આવે એટલે દુર્ગતિ આવવાની છે.
અગ્નિશમએ ક્રોધ રાખે. ત્યાંથી મરીને તે દેવતા થયે અને ગુણસેન રાજાને પિતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થયે. અને દીક્ષા લીધી. આ અગ્નિશમ વેર રાખીને મર્યો. દેવના ભવમાંથી જ્ઞાન વડે ગુણુસેન મુનિને જોવે છે અને ધગધગતા અંગારા તેના પર નાખે છે. છતાં મુનિ શાંત ઊભા રહે છે. બીજા અનેક ભવમાં મા-દિકરો, બે ભાઈ-આવા કેટલાય ભ કરે છે. પણ વેરની આગ ચાલુ રાખી અગ્નિશર્મા પિતાના આત્માનું ખૂબ અહિત કરે છે. ગુણશમાં ક્ષમા રાખી આત્માનું કલ્યાણ કરે છે. - આ પર્વ એકબીજાના દિલ સાફ કરી નાખે છે. આ પર્વ આત્માને ઉજળા બનાવવા માટે છે. દિલથી ખમ, માફી માગે અને માફી આપે. વધુ શું કહે છે એ અવસરે કહેવાશે.