________________
વ્યાખ્યાન ન...૪૪
ભાદરવા સુદ ૭ શુકવાર તા. ૨૭-૮-૭૧
ભગવાન તેમનાથ પધાર્યા છે. શ્રીકૃષ્ણ મહારાજના આદેશથી ભેરી વગાડવામાં આવે છે, માહ મિથ્યાત્વની ગાંઠોનુ આપરેશન કરવા, સંસારના સુખચેનમાં પડેલાને જાગૃત કરવા અને માક્ષના રાહુ બતાવવા ભગવાન નેમનાથ પધાર્યા છે. સૌ કોઈ દર્શન કરવા માટે પધારો. દ્વારિકાની જનતા પ્રભુ દર્શન કરવા આતુર છે.
66
પ્રભુજી મારી વિનતી અવધારા અવધારા, રે (૨) મુજને પાર ઉતારે। રે....પ્રભુજી · પ્રભુજીના મુખની મીઠી વાણુ, સુષુતા પામે ક્રોડ કલ્યાણુ,
<<
જે શિર ધારું તમારી આણુ,
તે તેા પામે પદ્મ નિર્વાણુ, પ્રભુજી મારી વિનતી અવધાર....
પ્રભુજીના મુખની વાણી સાકર, શેરડી અને દ્રાક્ષથી અધિક મીઠી છે, જે સાંભળતા અંદરની સુષુપ્ત ચેતના જાગૃત થાય છે. માઢ નિંદ્રામાં પડેલાને જગાડે છે. ગુરૂ તા સુતેલાને જાગૃત કરે છે. અનંત કાળ સેાડ તાણીને સૂતા, હવે તારા-નિજ સ્વરૂપને જો, ભવના ખધન તાડવાના આ સુંદર અવસર મળ્યા છે.
" अपने आपको भूल के हेरान हो गया, मोह माया के बंधन में फँस गया
,,
પાતે જ પેાતાને ભૂલી હેરાન થઈ ગયા છે. માહ માયાના બંધનમાં ફસાઈ ગયે છે. હું કોણ? મારૂ સ્વરૂપ શુ? આ ક્રમ વળગણા કેમ ચાંટી? હવે ખંધનથી કેવી રીતે મુક્ત થવું? એની સાચી ચાવી ગુરૂ બતાવે છે. અણુબોમ્બ, એટમામ્બની, ચંદ્ર ઉપર જવાની, કમ્પ્યુટર, ટેલીફોન, ટેલીવિઝન, રૉકેટા, એરકન્ડીશન્ડ રૂમ, રેડીઓની વાતા વૈજ્ઞાનિકો કરે છે. પણ ભવના ફેરા ટાળવાની વાત તે ગુરૂ બતાવે છે. જ્ઞાનીઓના એક જ પડકાર છે કે તારા આત્મા અમારા જેવા છે. જે શક્તિ અમારામાં છે એ તમાશમાં છે. નિજ સ્વરૂપને નિહાળવા માટે માહુને પરાસ્ત કરવા પડશે. ઉદાસીન વૃત્તિ ધારણ કરવી પડશે.
“ સવ ભાવથી ઔદ્યાસિન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હાય જો, અન્ય કારણે અન્ય કશું ક૨ે નહી, દેહે પણ કિ ંચિત્ મૂર્છા નવ હાય જો. પૂ.