________________
હું કોઈની ઈર્ષ્યા નથી કરતે પણ હું તારી ઈર્ષ્યા કરું છું. તારી લેટથી ભરેલી ટેપીમાં જે સુખ છે તે મારા કાંટાળા તાજમાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના જીવનમાં સંતેષ છે તે ખરેખર સુખી છે. આધ્યાત્મિક સ્વસ્થતા પર પહોંચવા માટેની નીસરણ સ્વસ્થતા છે. જ્યાં સુધી માનસિક સ્વસ્થતા ન આવે ત્યાં સુધી આધ્યાત્મિક સ્વસ્થતા આવી શકતી નથી.
આધ્યાત્મિક સ્વસ્થતા ગમાર્ગ પર વધુ ને વધુ આગળ વધવાનું બળ આપે છે. દુઃખમાં ધૈર્ય રાખતા શીખવે છે. આત્મતત્વને પામેલે જીવ પ્રતિકૂળતા ભેદી પાર નીકળી જાય છે. તે ઉત્સાહ, આનંદ અને શાંતિમાં રહે છે. તમને તમારા આત્મા સાથે વાત કરવાને ટાઈમ મળે છે? આત્મા સાથે વાત કરવી તેનું નામ પરિસંવાદ. દુનિયામાં દષ્ટિ બે જાતની છે. સ્વાર્થની અને પરમાર્થની. વાદવિવાદ અને સંવાદ સ્વાર્થ માટે થાય છે જ્યારે પરિસંવાદ અધ્યાત્મની ઊચ્ચ ભૂમિકાએ પહોંચેલ કરે છે. આપણે આજ સુધી સ્નેહી સંબંધી સાથે ખૂબ વાત કરી છે પણ આપણે આપણી સાથે વાત કરી નથી. સ્વાર્થ માટે જે થાય છે તે વાદ છે. કલેશ માટે થાય છે તે વિવાદ છે, નેહ માટે થાય છે તે સંવાદ છે, અને આત્મા માટે જે વિચારણા થાય છે તે પરિસંવાદ છે. માનવી પિતાનાં સ્વરૂપને વિચાર કરે તે જ એને જ્ઞાન અને ભાન થાય છે. ચિત્તમાં પરમાર્થ દ્રષ્ટિ જાગે ત્યારે પરિસંવાદ થાય છે. પરિસંવાદ કદી કર્યો નથી. જ્યારે એકાન્ત હોય ત્યારે ધ્યાન ધરી બેસી જાવ. અને વિચાર કરો કે આત્માની શુદ્ધિ માટે શા પગલાં લીધાં? આત્મા પરમાત્મા બને તેને માટે કોઈ કારણે આપ્યા? પરમાત્મા બનાવવો હોય તે આત્મા સાથે વાત કરે. આજે માણસ એકલો પડે એટલે કંટાળી જાય છે. ચાલો ફ્રેન્ડસર્કલ સાથે વાત કરીએ. સીનેમા નાટક જોઈ મનને આનંદ આપીએ એમ વિચાર કરે પણ તને ટાઈમ મળે છે તે આત્મા સાથે વાત કર. પરિસંવાદ થાય તે આધ્યાત્મિક વિકાસ થઈ શકે.
આપણે આપણા જીવનને ઉન્નત બનાવવા માટે ખૂબ કરવાનું છે. A વિટામીન પછી B વિટામીન છે. B Beauty સુંદરતા છે. તમારે તમારું જીવન આગળ વધારવું હોય તે વિટામીન B લેજે. તમને બગીચામાં જવું ગમે છે. કારણ કે ત્યાં સુંદર હવા છે, સ્વચ્છતા છે, વ્યવસ્થા છે, સુંદરતા છે. લીલી વનસ્પતિ છે. રંગબેરંગી પુષ્પ છે, પાણી છાંટીને જમીનની ગરમી શાંત કરવાથી શીતળતા હોય છે. સુંદર વેલ, કુંજે, વૃક્ષો, ઘટાઓ છે. પક્ષીઓ આનંદથી ત્યાં ઊડે છે. આપણું જીવનને આપણે પણ બગીચા બનાવી શકીએ. માનવજીવન ચૈતન્યમય છે માનવજીવનમાં જે અદ્ભુતતા છે તેવી અદ્ભુતતા બગીચામાં નથી. આપણા જીવનના બગીચાને આપણે વેરાન બનાવવાનું નથી. પણ ખીલતે રાખવાનું છે. સારા સારા વિચારે લાવીએ. સારું સારૂં વાંચી આપણામાં તે ખીલવીએ. વાણું મન અને બુદ્ધિને સારા બનાવીએ તો આપણે અવશ્ય સુંદર બની શકીએ. સૌંદર્ય વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌંદર્ય પામતાં પહેલાં સુંદર તે બનવું પડે.”