________________
૨૫૪
ખાય એનું જડમૂળથી જાય છે. આજે તમે ફાળામાં પૈસા લખાવ્યા અને ન આપો ત્યાં સુધી તેનું વ્યાજ ચડે છે. ઉઘરાણીવાળાના જોડા ફાટી જાય ત્યાં સુધી ધક્કા ખવરાવા છે. નાંધાવતી વેળાએ પૈસા લઈને આવવું જોઈ એ, ન લાગ્યા હાય તા વ્હેલાસર ભરી દેવા જોઈ એ. ધર્માદાનું ન લેવાય એવી વૃત્તિ હાવી જોઈએ. આજે વફાદારી જરાય નથી. ઉપાશ્રયમાં પ્રભાવના થતી હાય ત્યારે ઘણા ઠગાઇ કરીને બે વાર લઈ આવે છે. અમે ઘણી જગ્યાએ જોયુ છે. પ્રભાવના વખતે વહેંચનાર કોઈ ન હેાય, થાળ મુકી દીધા હાય, સૌ એક પતાસુ લઈ ચાલતા થાય. પ્રસાદી કેટલી હાય? આજે જ્યાં સુધી પારકુ મળે ત્યાં સુધી ઘરનું ન વાપરે. અંદરથી જે ભાવના જોઇએ એ ભાવના નથી. કેમ લઇ લેવું, કેમ તફડાવી લેવું એ જ વિચારે છે. પશુએમાં પણ વફાદારીના ગુણ વિકસિત થયેલા દેખાય છે. તમે કૂતરાને ખટકું રોટલા નાંખશે તા તે રાત્રે તમારા ઘરની ચાકી ભરશે. ગાયને ખવરાવશે તે તે દુધ આપશે. માનવ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેના જીવનમાં વફાદારી હાવી જ જોઈ એ.
સાતમું વિટામીન છે G Generosity = ઉદારતા.
જ્યારે હૃદય ઉદાર બને છે ત્યારે હું બીજાને તન-મન અને ધનથી કેમ મદદરૂપ થાઉં એવી ભાવના જાગૃત થાય છે. મેઘકુમારનુ પૂર્વ વૃત્તાંત આપણને ઉદારતાના પાઠો શીખવે છે.
મેઘકુમારના પૂર્વ ભવ હાથીના હતા. હાથીના ભવમાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે જોઈ શકે છે કે આ પહેલાના મારા ભવ હાથીના હતા. જંગલમાં જોડેજોડે સામસામા ઝાડા અથડાતાં દાવાનળ લાગ્યા. અને હું ભાગીને પાણી પીવાની આશાએ તળાવ પાસે આવ્યો. પણ ત્યાં કાદવ હાવાને કારણે ખુંચી ગયા. બીજા એક હાથીએ આવી પેાતાની દંતશુળ વડે મને મારી નાંખ્યા.
તે હાથી પેાતાના રક્ષણ માટે તથા જવાની અનુકંપા નિમિત્તે એક જોજનમાં નક્કર જમીન મનાવે છે. તેને ૭૦૦ હાથણીએ છે, બધાની મદદ વડે ઝાડાને મૂળમાંથી ઉખેડી નાંખે છે. અને પગ વડે જમીનને ટીપે છે. સુઢ વડે પાણીના છંટકાવ કરી કરી ટીપે છે. એકવાર જંગલમાં દાવાનળ લાગતાં બધા પશુઓ હાથીએ અનાવેલા મંડલમાં આવી જાય છે. છેવટે એક જોજનમાં જરાપણ જગ્યા રહેતી નથી. ત્યાં એક સસલું આવે છે. અને હાથીએ ખજાળ આવતાં પગ ઊંચા કર્યાં. સસલુ ત્યાં ભરાઈ ગયું. હાથી પગ નીચે મુકવા જાય છે, ત્યાં ખ્યાલ આવે છે. નીચે સસલુ છે. “ મારા પગ પડતાં તેનાં ફેઢાં ઉડી જશે માટે પગ ઉંચા જ રાખું, તે મારા માટે શ્રેયસ્કર છે.” આમ વિચારી ત્રણ દિવસ અને ત્રણ રાત્રી સુધી હાથીએ પગ ઉંચા રાખ્યા. પરિણામે રગ તણાઈ ગઈ. અને દાવાનળ શાંત થતાં બધા યથાસ્થાને ચાલ્યા ગયા. ત્યારે હાથી પગ નીચે મુકતાં