________________
જરૂર છે. દીવાની જોત જેમ ઊંચે ને ઊંચે જ રહે છે, તેમ ચારિત્રવાનનું મન સદી ઊંચે ને ઊંચે જ વળ્યા કરે છે. ચારિત્રની શક્તિ મનુષ્યને દુર્બળ બેસી રહેવા દેતી નથી. પ્રગટી રહેલા પ્રકાશ આગળ જેમ અંધકાર રહેતું નથી. તેમ માનવના જીવન-મંદિરમાં દેવી શ્વેત પ્રગટે ત્યાં વિકારનું, દુર્બળતાનું, પશુત્વનું અંધારું રહેતું નથી.
ચારિત્ર એટલે ખરી મોસમમાં ચાલતી રાત-દિવસની મીલ છે. આગળ વધવાનું ધમધોકાર થયા જ કરે છે. આ યંત્ર રવિવારે પણ બંધ રહેતું નથી. નાના પ્રસંગોમાંથી મહત્ત્વનું તત્વ કઢાવે છે. ચારિત્ર એ માનવજીવનને ઘડનાર શિલ્પી છે. મનુષ્યને સર્વોત્તમ બનાવે છે. ઈશ્વરી પ્રાણ પ્રગટાવે છે. ચારિત્ર મનુષ્ય જીવનનું દૈવી જીવનમાં અને ઈશ્વરી જીવનમાં રૂપાંતર કરે છે. ઉત્તમ બનવાને રસ પ્રગટાવે છે, ઉત્સાહ ઉપજાવે છે, આગ્રહ બંધાવે છે, પ્રલેભન સામે જંગ મચાવે છે. દુર્બળતા માત્રને દૂર કરે છે. અને પવિત્રતા માત્રને ખેંચી લાવે છે. ચારિત્ર મનુષ્ય જીવનમાંથી ગુપ્ત શક્તિને ઉગાડે છે. જ્યાં બધું શુષ્ક જણાય ત્યાં વર્ષો જેમ અનેક વનસ્પતિને ઊગાડે છે તેમ ચારિત્ર અત્યંત સુંદર સામર્થ્ય પ્રગટાવે છે.
ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં પધાર્યા છે. વિટામીન ' લેવા માનવ મહેરામણ ઊભરાય છે. ભગવાનનું ચારિત્ર યથાખ્યાત છે. વાણીમાં અને કર્તવ્યમાં ફરક નથી. પ્રથમ આચરણમાં મૂકી પછી ઉપદેશની ધારા વહેવડાવે છે. તમારા જીવન કેવા છે? અહીંયા બેઠાં છે ત્યાં સુધી “જી. હા. પ્રમાણુવચન' બેલો અને દુકાને-પેઢી પર જાઓ ત્યારે કાળા બજાર કરે, કંઈકને છેતરે. આજે તમારી છાપ તમારા સંતાન પર કેમ પડતી નથી? આનું કારણ એ જ છે કે જીવનમાં એકરૂપતા નથી, બલવાનું કંઈ છે અને ચાલવાનું જુદું છે. આ રીતે તમારૂં બે ધારું જીવન છે. આજે સારા દેખાવાને પ્રયત્ન કરનારા ઘણા છે. પણ તમારે તમારા દેની આચના કરવી હોય તે જેવા છે તેવા દેખાવા પ્રયત્ન કરે. શરીરમાં દર્દ થાય અને ડોકટર પાસે જાવ ત્યારે ડાકટરને શી વાત કહે છે? મારા પેટમાં તદ્દન સારૂં છે. માથાને દુખાવો રહેતું નથી. વિ. વિ. સારી સાઈડ બતાવે કે જે દર્દ જે રીતે થતું હોય તે યથાર્થ રીતે કહે? ગુપ્ત દઈ હોય તે પણ ડોકટર પાસે છુપાવ્યા વિના કહો તે જ દર્દનું નિદાન થાય અને ચિગ્ય ઉપચાર ડોકટર બતાવે. આ જીવનમાં પણ અનેક દેશે રૂપી રેગો ઘર કરી ગયા છે. તેને દૂર કરવા હોય તે સદ્ગુણ રૂપી ડોકટર પાસે આવે અને રોગોનું યથાર્થ સ્વરૂપ બતાવી. “નિંદ્રામ, mરિણામ, વોવિન” કરે. દોષ દૂર કરવાની તાલાવેલી લાગે તે અવશ્ય દૂર થઈ શકે
વચન અને કાયાથી જેટલાં પાપ બંધાય છે, તેના કરતાં અનેક ગણો વધારે પાપ મનથી બંધાય છે. મન-મદારી આત્માને અનેક નાચ નચાવે છે. ઘડિયાળની કમાન છટકે