________________
કપ
તમારા જીવનના ધ્યેય નક્કી કરા. સસારને પરિચય અનાદિ કાળથી કર્યું છે. તેમાં રાચતા કોઈ મહાન તત્વને પામી શકતા નથી, હવે સ'સાર તરફ ઉપેક્ષા કરવાનુ દિલ થાય છે ? “અતિ વૃષ્ક્રિય અવજ્ઞાત” અતિ પરિચયથી કંટાળે આવે છે. એમ આપણે ઘણીવાર અનુભવીએ છીએ. જેમ ઘણાં દિવસ મિષ્ટાન ખાવા મળે તા. મિષ્ટાન પર અરૂચી થઈ જાય છે. પશુ સંસારના પરિચય ચિરકાળના હાવા છતાં તેના તરફ અરૂચી પેઢા કેમ થતી નથી ? સંસારમાંથી શું સારતત્વ કાઢી શકવાના હતાં? સ`સારની વાસનાઓમાંથી મુક્ત બનવા જ્ઞાની પુરૂષાનાં પરિચયમાં આવે. તમારાં હૃદયને સ ંતાના ચરણ કમળમાં સમર્પિત કરી દ્યો. શ્વાસે શ્વાસે પરમેશ્વરનું રટણ કરા.
શ્વાસ જ્યાં લઉં ત્યાં સ્વામી તમે હૃદયમાં આવેા છે, છુરી ભુરી વાસનાએ ત્યાંથી દૂર કરાવા છે, અર્પણ તમાને હું થઈ જાઉ....કીતન કરૂ ને પાવન થાઉં, ભક્તિ કેરા રંગે સ્વામી હું રગાઉં....હરદમ તમારા હું...ગુણુગા”
ને
અનંત કાળનાં કર્મોના ઢેરને હડસેલવા હાય, પાપ વાસનાઓના નાશ કરવા હાય તા ઈશ્વરમાં તદાકાર બનવુ પડશે, ઇશ્વરમાં એકચિત્ત ખનવું પડશે. ઈશ્વરની ભક્તિ અભિમાનને ગાળી નાખશે. રાગદ્વેષને ઠારી નાખશે અને કમરાજાની સલ્તનતને હટાવવાનુ અપૂર્વ ખળ આપશે. પ્રભુનું સ્મરણ, તેનું ગુણુગાન હતભાગીને મહાભાગી બનાવશે. તુચ્છને મહાન બનાવશે, અધમને ઉત્તમ મનાવશે.
દીવાની અંદર વાટ હાય, ઘી હાય, પણ જ્યાં સુધી જ્યાતના સચાગ નથી થતા, ત્યાં સુધી તેમાં પ્રકાશ નથી આવતા, તેમ સાધક આત્મા પાસે બુદ્ધિના સારા એવા ક્ષયાપશમ હાય, જ્ઞાન હાય પણ જ્યાંસુધી ઈશ્વર ભક્તિની જ્યે તને સ્પર્શી થતા નથી ત્યાંસુધી તેના જીવનમાં અધારા દૂર કરવાના પ્રકાશ પ્રાપ્ત થતા નથી. ઇશ્વર ભક્તિ કરા, ધાર્મિક ક્રિયાઓ કરે પણ ખૂબ સાવધાન રહો.
જીવા ક્રિયારૂપી પાણીને ભરી ભરીને કાઢે છે, પણ મનરૂપી ડાલમાં કાણાં પડેલાં ઢાય તેા પાણી ઝરી પડે, માટે મનનાં કાણાંને પૂરો. મન કયાં દોડી રહ્યું છે તે તપાસે.
ગાંડાઓની એક હાસ્પીટલમાં ડોકટર ગાંડાઓના મનને ભટકતું અટકાવવા પ્રયાગ કરતાં હતાં. તેઓને ડાલ આપતાં અને કુવામાંથી પાણી કાઢી વૃક્ષાને પાણી સીંચવાની આજ્ઞા કરતા. ગાંડા ડાલને કુવામાં નાંખતા પણુ ડાલ ઉપર આવતાં તેમાંથી પાણી નીકળી જતુ તેથી ફરીને પ્રયત્ન કરતા. ડાકટર તેમની પાસે આવતાં અને દબડાવતાં કે કેમ પાણી આવતું નથી ? ધીમે ધીમે ગાંડાઓ વિચાર કરતાં થતાં અને તેમને સમજાતું કે આ કાણાને હીસાબે પાણી આવતુ નથી. ચારે બાજુ ભમતુ તેમનું મગજ તે વિચારમાં